Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 41
________________ 212 ઉત્તરાયણ-૧૪૪૯૦ હાથી પોતાને સ્થળે ચાલ્યો જાય તેમજ આપણે પણ પોતાના વાસ્તવિક સ્થાને જવું જોઈએ. હે મહારાજ ઈષકાર! એ જ એક માત્ર શ્રેયસ્કર છે. એવું મેં જ્ઞાનીઓ પાસેથી સાંભળ્યું છે. [49492] વિશાળ રાજ્ય છોડી દુર્જેય કામભોગ ત્યાગી તે રાજા, રાણી પણ નિર્વિષય નિરામિષ, નિઃસ્નેહ અને નિષ્પરિગ્રહ થયાં. ધર્મને સારી રીતે જાણી, પરિણામે મેળવેલા શ્રેષ્ઠ કામગુણ છોડીને બંને ઉપદિષ્ટ ઘોર તપ સ્વીકારી સંયમમાં. પરાક્રમી બન્યાં. આમ તેઓ બધા ક્રમશઃ બુદ્ધ બન્યા. ધર્મપરાયણ થયા. જન્મ તેમજ મૃત્યુના ભયથી ઉદ્વિગ્ન થયા ને દુઃખનો અંત કેમ થાય તેની શોધમાં લીન થયા. [493-494] જેમણે પૂર્વજન્મમાં અનિત્ય અને અશરણ આદિ ભાવનાઓથી પોતાના આત્માને ભાવિત કર્યો હતો તે બધા રાજા, રાણી, બ્રાહ્મણ પુરોહિત, તેની પત્ની, તેમ બને પુત્રો વિતરાગ અહ-શાસનમાં મોહ દૂર કરી થોડા વખતમાં જ દુઃખનો અંત કરી મુક્ત થયા. -એમ હું કહું છું. અધ્યયન-૧૪-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૧પ-સભિક્ષુક) [495] “ધર્મ સ્વીકારીને મુનિભાવનું આચરણ કરીશ” આ સંકલ્પ સાથે જે જ્ઞાન-દર્શનાદિ ગુણો યુક્ત રહે છે, આચરણ સરળ રાખે છે, જેણે નિદાન કાપી નાંખ્યો છે, જે પૂર્વ પરિચયનો ત્યાગ કરે છે, કામનાથી મુક્ત છે, પોતાની જાતિ વગેરેનો પરિચય આપ્યા વિના જે ભિક્ષાની શોધ કરે છે, અને અપ્રતિબદ્ધભાવે વિચારે છે. તે ભિક્ષુ છે. [49] જે રાગથી મુક્ત છે, સંયમમાં લીન છે, આશ્રવથી વિરત છે, શાસ્ત્રજ્ઞ છે, આત્મરક્ષક તેમજ પ્રાજ્ઞ છે, જે રાગદ્વેષને પરાજિત કરીને બધાને પોતાના જેવા ગણે છે, જે કોઈ પણ વસ્તુમાં આસક્ત નથી થતો તે ભિક્ષુ છે. [497] કઠોર વચન તેમજ હિંસા-મારપીટ ને પોતાના પૂર્વ કર્મનું ફળ માની જે શાન્ત રહે છે, જે સંયમથી. શ્રેષ્ઠ છે, જેણે આશ્રવથી. પોતાનું રક્ષણ કર્યું છે, વ્યાકુળતા તેમજ હષતિરેકથી રહિત છે, જે સમભાવથી બધું સહન કરે છે તે ભિક્ષુક છે. [498] જે સાધારણમાં સાધારણ શયન-આસનને સમભાવે સ્વીકારે છે, જે ઠંડી-ગરમી-માખ-મચ્છરાદિ અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિમાં હર્ષિત કે વ્યથિત નથી થતો અને સર્વ સહન કરે છે તે ભિક્ષક છે. [49] જે ભિક્ષુ સત્કાર, પૂજ, વંદનાની પણ અપેક્ષા નથી રાખતો, જે સંયત છે, સુવ્રતી છે, તપસ્વી છે, નિર્મળ આચરણવાળો છે, આત્મખોજમાં લીન છે તે ભિક્ષુ છે. [5oo] સ્ત્રી હોય કે પુરુષ, જેની સંગતિથી સંયમી જીવનમાં વિક્ષેપ આવે અને બધી રીતે મોહ ઉત્પન્ન થાય, તપસ્વી તેવા સંગથી દૂર રહે, જે કુતૂહલ ન કરે તે ભિક્ષુ છે. [પ૦૧] જે છિદ્રવિદ્યા, સ્વરવિદ્યા, ભૌમ, આન્તરિક્ષ, સ્વપ્ન, લક્ષણ, દંડ, વાસ્તુવિદ્યા, અંગવિકાર, અને સ્વરવિજ્ઞાન, એમના પર જેનું જીવન નિર્ભર નથી, તે ભિક્ષુ છે. fપ૦૨] જે રોગાદિથી પીડાવા છતાં મંત્ર-મૂળ-જડી-બૂટી વગેરે આયુર્વેદ સંબંધી વિચારણા, ઊલટી, વિરેચન, ધૂમ્રપાનની નળી, સ્નાન, સ્વજનોની શરણ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103