Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 39
________________ 210 ઉત્તરઝયશં-૧૪૪૫૭ પુત્ર પણ રક્ષણ કરી શકતા નથી. તેથી તમારા કથનનું અનુમોદન કોણ કરશે ? આ કામભોગ ક્ષણિક સુખ આપે છે અને લાંબા ગાળા સુધી દુઃખ આપે છે. વધુ દુઃખ અને થોડું સુખ આપે છે અને સંસારમાંથી મુક્ત થવામાં વિધ્વરૂપ છે. અનર્થોની ખાણ છે. જે કામનાથી મુક્ત નથી તે અતૃપ્તિનું કષ્ટ ભોગવતો માણસ રાતદિન ભટકતો રહે છે. અને બીજા માટે પ્રમાદાચરણ કરનાર તે ધનની શોધમાં રત એક દિવસે વૃદ્ધ બની મૃત્યુ પામે છે. આ મારી પાસે છે. આ મારી પાસે નથી. આ મારે કરવું છે. આ નથી કરવું. આમ વ્યર્થ બકનાર વ્યક્તિને મૃત્યુ ઉપાડે છે, આમ બને છે, છતાં પ્રમાદ કેવો? 4i57] જેની પ્રાપ્તિ માટે લોક તપ કરે છે, તે વિપુલ ધન, સ્ત્રીઓ, સ્વજન અને ઈન્દ્રિયોને ગમતા વિષયભોગ-તમને અહીં જ મળે છે. તો પરલોકના આ સુખો માટે ભિક્ષુ શા માટે બનો છો ? [58] જેમને ધર્મધુરાનો ભાર ઉપાડવાનો અધિકાર છે તેને ધન, સ્વજન તથા ઇન્દ્રિયસુખનું શું કામ ? અમે તો ગુણસમૂહ ધારણ કરનાર, અપ્રતિબદ્ધવિહારી, શુદ્ધ ભિક્ષા લેનારા શ્રમણ બનશું. 459 પુત્રો! જેમ અરણિમાં અગ્નિ, દૂધમાં ઘી, તલમાં તેલ, અવિદ્યમાન હોય છે તેવી જ રીતે શરીરમાં જીવ પણ અવિદ્યમાન છે. જન્મે છે. અને નષ્ટ થાય છે. શરીરનો નાશ થતાં જીવનું કાંઇ અસ્તિત્વ રહેતું નથી. ઈ૪૬૦-૪૬૨] આત્મા અમૂર્ત છે. તેથી ઈન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય નથી જે અમૂર્ત હોય છે તે નિત્ય હોય છે. આત્માના આરિક રાગાદિ ભાવ જ નિશ્ચિતપણે બધા કારણ છે. અને બન્ધ એ જ સંસારનું કારણ છે. જ્યાં સુધી અમે ધર્મને જાણતા ન હતા ત્યાં સુધી મોહવશ પાપકર્મ ક્યાં, આપે અમને રોક્યા અને અમારું રક્ષણ થયું. પણ હવે અમે પાપાચરણ નહીં કરીએ. લોકો દુઃખી છે. ચારે બાજુ ઘેરાયેલ છે. અમોધા પડી રહી છે. આ સ્થિતિમાં અમને ઘરમાં સુખ થતું નથી. [43] પુત્રો ! લોક કોનાથી આહત છે? કોનાથી ઘેરાયેલો છે? અમોધા કોને કહે છે? આ જાણવા માટે હું ચિત્તિત છું. [464-466] પિતા ! આ લોક મૃત્યુથી આહત છે. જરાથી ઘેરાયેલ છે અને રાત્રિને અમોધા કહી છે. જે જે રાત્રિ જાય છે તે પાછી આવતી નથી. અધર્મ કરનારની રાત્રિ નિષ્ફળ જાય છે. ધર્મ કરનારની રાત્રિ સફળ થાય છે. [47] પુત્રો ! પહેલાં આપણે બધાં થોડો વખત સાથે રહીને સમ્યકત્વ અને વ્રતવાળા થઈએપછી પાછલી ઉંમરે ઘેર ઘેરથી ભિક્ષા માગી. વિહાર કરશું. 468469] જેની મૃત્યુ સાથે મિત્રતા હોય, જે મૃત્યુ આવતાં દૂર ભાગીને બચી શકે અથવા જેને જાણ છે કે હું કદી મરીશ નહીં, તે જ આવતી કાલની આકાંક્ષા રાખી શકે. અમે આજે જ રાગમુક્ત થઈ, શ્રદ્ધાપૂર્વક મુનિધી સ્વીકારીશું. જેથી ફરી આ સંસારમાં જન્મ ન લેવો પડે. અમારે માટે કોઈ પણ ભોગ અભૂક્ત નથી. | [470-471] વાશિષ્ઠી ! પુત્રો વિના હું આ ઘરમાં રહી શકું નહીં. ભિક્ષાચયનો વખત આવી ગયો છે. વૃક્ષ ડાળીઓથી જ શોભે છે. ડાળીઓ કપાઈ જતાં તે કેવળ ઠુંઠું કહેવાય છે. પાંખરહિત પક્ષી, યુદ્ધમાં તેના વિનાનો રાજા, વહાણ ઉપર ધનહીન વેપારી જેમ અસહાય હોય છે તેમજ પુત્રો વિના હું પણ અસહાય છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103