Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 37
________________ 208 ઉત્તરજઝય- 13419 રહેલ છે. સ્થવિરોએ જનસમુદાયમાં અલ્પાક્ષર, પણ મહાઈ-ગાથા કહી હતી જેને શીલ, ગુણયુક્ત, ભિક્ષુ યત્નપૂર્વક મેળવે છે તેને સાંભળીને હું શ્રમણ બન્યો છું. [419-420] ઉંચ્યોદય, મધુ, કર્ક, અને બ્રહ્મા. આ મુખ્ય પ્રાસાદ તથા બીજા પણ અનેક રમણીય પ્રાસાદ છે. પાંચાલ દેશના વિશિષ્ટ પદાથવાળા અનેક ધનવાળા આ ઘર સ્વીકાર કરો. ભિક્ષુ ! તમે નાટ્ય, ગીત અને વાદ્યો સાથે સ્ત્રીઓથી ઘેરાયેલા આ ભોગ ભોગવો. મને એ જ પ્રિય છે. પ્રવ્રયા ખરેખર દુઃખદ છે. [421-423] તે રાજાના હિતૈષી ધર્મરત ચિત્ર મુનિએ પૂર્વભવના સ્નેહથી અનુરક્ત તેમજ કામભોગમાં આસક્ત રાજાને આમ કહ્યું- બધાં ગીત-ગાન કેવળ વિલાપ છે. નાટ્ય વગેરે વિડમ્બના છે. આભૂષણ ભાર છે અને સમગ્ર કામભોગ દુઃખપ્રદ છે. જે સુખ શીલગુણી, તપસ્વી-કામનાઓથી નિવૃત્ત ભિક્ષને છે તે અજ્ઞાનીઓને, કામવાસના અને સુંદર વસ્તુઓમાં ક્યાંથી હોય? 4i24-42] હે નરેન્દ્ર ! ચાંડાલ જાતિ નીચ ગણાય છે, તેમાં આપણે બંને ઉત્પન્ન થઈ ચૂક્યા છીએ, ચાંડાલોની વસતિમાં આપણે બંને રહેતા હતા. જ્યાં બધા લોકો આપણો દ્વેષ કરતા હતા. નિન્દનીય ચાંડાલ જાતિમાં જન્મી, તેમની સાથે રહ્યા છીએ. ત્યારે બધા આપણી ધૃણા કરતા હતા. તેથી અહીં જે શ્રેષ્ઠતા મળી છે, તે પૂર્વ જન્મના શુભ કર્મોનું ફળ છે. પૂર્વ જન્મનો નિદિત ચાંડાલ તું પૂર્વજન્મના શુભ કર્મોના ફળરૂપે આ જન્મ રાજા બન્યો છે. તેથી તું ક્ષણિક ભોગોને છોડી આદાન અથતું ચારિત્ર ધર્મની આરાધના માટે અભિનિષ્ક્રમણ કર. [૪ર૭-૪૩૨] રાજનું ! આ અશાશ્વત માનવ જીવનમાં જે વિપુલ પુણ્ય કાર્ય નથી કરતો તે ધર્મ ન કરવાને કારણે મૃત્યુ આવતો પશ્ચાત્તાપ કરે છે અને પરલોકમાં પણ પશ્ચાત્તાપ કરે છે. જેમ સિંહ હરણને પકડી જાય તેવી જ રીતે અત્ત સમયે મૃત્યુ મનુષ્યને લઈ જાય છે. મૃત્યુને વખતે તેના માતા-પિતા અને ભાઈ-બન્ધ કોઈપણ મૃત્યુદુઃખમાં ભાગીદાર થતા નથી. તેનું દુઃખ, જાતિ ભાઈઓ વહેંચી લેતા નથી. ન કોઈ મિત્ર, પુત્ર કે બન્ધ વહેંચે છે. તે પોતે એકલો જ આવેલા દુઃખો ભોગવે છે. કારણ, કર્મ કતની પાછળ જ જાય છે. દ્વિપદ સેવક આદિ, ચતુષ્પદ-પશુ, ખેતર, ઘર, ધાન્ય આદિ બધું છોડીને એ પરાધીન જીવ પોતાના કરેલા કમોં સાથે લઈને સુન્દર અથવા ખરાબ પરભર મેળવે છે. જીવરહિત તે એકાકી તુચ્છ શરીરને ચિતામાં અગ્નિથી બાળી સ્ત્રી, પુત્ર, જ્ઞાતિ-જન કોઈ બીજા આશ્રયદાતાને અનુસરે છે. આજનું! કર્મ જરા પણ પ્રમાદ વિના જીવનને મૃત્યુ તરફ ઘસડે છે. અને આ વૃદ્ધાવસ્થા મનુષ્યની કાન્તિ હરે છે. પાંચાલરાજ ! મારી વાત સાંભળો. મોટય અપકર્મ ન કરો. [433-436] હે સાધો ! તમે મને જે કહી રહ્યા છો તે હું પણ જાણું છું કે આ કામભોગ બન્ધનરૂપ છે. પણ આર્ય! અમારા જેવા માણસો માટે એ અત્યન્ત દુર્જય છે. ચિત્ર ! હસ્તિનાપુરમાં ઋદ્ધિશાળી રાજાને જોઇને ભોગોમાં આસક્ત થઈને મેં અશુભ નિદાન કર્યું હતું. મેં તે નિદાનનું પ્રતિક્રમણ ન કર્યું, તે જ કર્મનું આ ફળ છે કે ધર્મ જાણવા. છતાં હું ભોગાસક્ત છે, તેમને છોડી શકતો નથી. જેમ દળદળમાં ફસાયેલો હાથી, સ્થળ જુએ છતાં કિનારે પહોંચી ન શકે તેવી જ રીતે કામભોગમાં આસક્ત અમે જાણવા છતાં ભિક્ષુ માર્ગને અનુસરી શકતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103