Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 35
________________ 20 ઉત્તર ઝયાં-૧૫૩૯૮ તેમને દુઃખી કર્યા, કુમારોને લોહીની ઊલટી કરતા-ઘાયલ જોઈને ભદ્રાએ ફરી કહ્યું. જે તમે ભિક્ષનું અપમાન કરો છો તે નખથી પર્વત ખોદવા જેવું છે, દાંતથી લોઢું ચાવવા જેવું છે, અને પગથી અગ્નિ કચડવા જેવું છે. મહર્ષિ આશીવિષ છે. ઉગ્ર તપસ્વી છે. ઘોર વ્રતધારી છે. અને પરાક્રમી છે. જે લોકો ભિક્ષા વખતે મુનિને સતાવે છે તેઓ પતંગિયાની જેમ અગ્નિમાં ભસ્મ થાય છે. જો તમે જીવતા રહેવા ઇચ્છો તો બધા મળી માથું નમાવી એમના શરણે જાઓ, આ ઋષિ ગુસ્સે થતાં સમસ્ત વિશ્વને ભસ્મ કરવા જેટલી શક્તિ ધરાવે છે તેની તમને જાણ થાઓ. મુનિને મારનાર છાત્રોનાં માથાં પીઠ તરફ નમી ગયા હતા. હાથ પહોળા થઈ ગયા હતા. તેઓ બેભાન થઈ ગયા હતા. તેમની આંખો ઉઘાડી જ રહી ગઈ હતી. લોહીની ઊલટી થતી હતી. મોઢા ઉપર થઈ ગયાં હતાં. જીભ અને આંખો બહાર આવી ગયાં હતાં. 3i8970) આ રીતે મૂર્ણિત છાત્રોને જોઈને તે બ્રાહ્મણ પોતાની પત્નીને લઈને મુનિને પ્રસન્ન કરવા લાગ્યો. ભન્ત ! અમે તમારી અવગણના કરી છે, નિન્દા કરી છે તે માફ કરો. ભન્ત ! મૂર્ખ અજ્ઞાની બાળકોએ આપની અવહેલના કરી છે. આપ તેમને ક્ષમા કરો. ઋષિઓ અત્યંત પ્રસન્નચિત્ત હોય છે. તેઓ કોઈ પર ગુસ્સો કરતા નથી. [31] મુનિ-મારા મનમાં કોઈ પણ દ્વેષ ન હતો. ન છે અને ભવિષ્યમાં થશે નહિ. યક્ષ સેવા કરે છે, તેમણે કુમારોને શિક્ષા કરી છે. | [૩૯ર-૩૯૪] ધર્મ-અર્થને સારી રીતે જાણનાર ભૂતિપ્રજ્ઞ આપ ક્રોધ નથી. કરતા. અમે બધાં મળી આપના શરણે આવ્યા છીએ. મહાભાગ! અમે આપની પૂજા કરીએ છીએ. આપની સમગ્રતયા પૂજા કરીએ છીએ. હવે આપ દહીં વગેરે અનેક પ્રકારની વાનગીવાળા શાલી ચોખાવાળું ભોજન કરો. આ અમારું પુષ્કળ અન છે. અમારા પર અનુગ્રહ કરી તેનો અંગીકાર કરો. પુરોહિતનો આ આગ્રહ મહાન આત્મા મુનિએ સ્વીકાર કર્યો અને એક માસની તપશ્ચર્યાના પારણા માટે આહાર પાણી લીધા. [395-396] દેવોએ ત્યાં સુગંધિત જલ, પુષ્પ, તેમ જ દિવ્ય ધનનો વરસાદ કર્યો અને દુન્દુભિ વગાડી, આકાશમાં “અહોદનમુ નો નાદ થયો. પ્રત્યક્ષ રીતે તપનું જ માહાભ્ય જણાય છે. જાતિની કોઈ વિશેષતા નથી દેખાતી. જેમની આવી મહાન ચમત્કારી ઋદ્ધિ છે તે હરિકેશ મુનિ ચાંડાલ પુત્ર છે. | [397-398 બ્રાહ્મણો! યજ્ઞ આરંભ કરતી વખતે તમે બહારથી પાણીથી શુદ્ધિ કરવા ઈચ્છો છો? જેઓ બહારથી શુદ્ધિ શોધે છે તેમને કુશળ માણસ સમ્યગુ aa નથી. કહેતા. કુશ (ડાભ), યૂપ (યશસ્તંભ), તૃણ, કાષ્ઠ અને અગ્નીનો પ્રયોગ તેમ જ સવારસાંજ પાણીનો સ્પર્શ કરવો. આવા મંદ બુદ્ધિ તમે લોકો પ્રાણીઓ અને વૃક્ષાદિ જીવોનો નાશ કરનારા પાપાચરણ કરો છો. [39] હે ભિક્ષુ ! અમે કેવી પ્રવૃત્તિઓ કરીએ? યજ્ઞ કેવી રીતે કરીએ? પાપકર્મ કેવી રીતે દૂર કરીએ? હે યક્ષપૂજિત સંયત ! શ્રેષ્ઠ યજ્ઞ કોને કહે છે તે કહો. 4i00-401] મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખનાર મુનિ પૃથ્વી વગેરે છ જવા નિકાયની હિંસા નથી કરતાં. અસત્ય ન બોલે, ચોરી ન કરે, પરિગ્રહ, સ્ત્રી, માન, માયાનું સ્વરૂપ જાણી તેમને છોડીને વિચરે છે. જેઓ પાંચ સંવરોથી પૂર્ણ સંવૃત હોય છે. જેઓ જીવનની આકાંક્ષા નથી રાખતા. જેઓ શરીરનો અથતુિ શરીરની આસક્તિનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103