Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 34
________________ અધ્યયન- 11 205 નાકવાળો, ગંદા કપડાવાળો, ભભૂતધારી ભૂત, કવસ્ત્રો આ કોણ આવે છે ? અદર્શનીય, તું કોણ છે? અહીં શા માટે આવ્યો છે? ગંદા અને ધૂળવાળાં કપડાંવાળો અર્ધવસ્ત્રધારી પિશાચ જેવો દેખાય છે. જા ભાગ અહીંથી, અહીં શા માટે ઊભો છે? ત્યારે મહામુનિ પ્રત્યે અનુકમ્મા રાખનાર તિન્દુક વૃક્ષવાસી યક્ષે પોતાનું શરીર છુપાવી આમ કહ્યું. હું શ્રમણ છું. હું સંયત છું. હું બ્રહ્મચારી છું. હું ધન, પચન, (ભોજન બનાવવું) અને પરિગ્રહનો ત્યાગી છુંભિક્ષાને વખતે બીજા માટે બનાવેલા ભોજન માટે અહીં આવ્યો છું. અહીં ઘણું અન્ન અપાઈ રહ્યું છે. ખવાઈ રહ્યું છે, તમને ખબર હશે કે હું ભિક્ષા જેવી છું. તેથી વધેલામાંથી આ તપસ્વીને પણ કાંઇ મળે. [370] આ ભોજન બહ્મણો માટે જ તૈયાર થયું છે, એ એક પક્ષીય છે તેથી બીજાને આપવા જેવું નથી. આ યજ્ઞ માટે તૈયાર કરાયેલું અન્નજળ તને નહીં આપીએ છતાં તું અહીં શા માટે ઊભો છે! 371] સારા પાકની આશાએ ખેડૂત ઊંચી ભૂમિમાં જેમ બીજ વાવે છે તેવી જ રીતે નીચી જમીનમાં પણ વાવે છે. આ ખેડૂતની દ્રષ્ટિએ તમે મને દાન આપો. હું પણ પુણ્યક્ષેત્ર છે. માટે મારી પણ આરાધના કરો. [37] સંસારમાં એવાં ખેતરોની અમને ખબર છે જ્યાં વાળેલાં બધાં બી ઊગે. છે. જે બ્રાહ્મણ જાતિ અને વિદ્યાયુક્ત છે તે જ પુણ્યક્ષેત્ર છે. ૩િ૭૩-૩૭૪]જેમનામાં ક્રોધ, માન, હિંસા જૂઠ, ચોરી અને પરિગ્રહ છે તે બ્રાહ્મણો જાતિ, અને વિદ્યાહીન પાપક્ષેત્ર છે. તે બ્રાહ્મણો ! આ સંસારમાં તમે કેવળ વાણીનો ભાર જ ઉપાડી રહ્યા છો. વેદ ભણવા છતાં તેનો સાચો અર્થ જાણતા નથી. જે મુનિઓ સમભાવપૂર્વક નાના મોટા ઘરોમાં જાય છે તેઓ જ પુન્યક્ષેત્ર છે. [37] અમારી આગળ અધ્યાપકોની વિરુદ્ધ બોલનાર તું કોણ છે? શું બકે છે ! આ અન્નજળ ભલે સડી જાય પણ અમે તને નહીં આપીએ. [૩૭]હું ઇય, એષણા વગેરે સમિતિઓ પાળનાર, ગુપ્તિઓથી રક્ષિત અને જિતેન્દ્રિય છું. આ એષણીય આહાર તમે મને નહીં આપો તો આ યજ્ઞોનો તમને શું લાભ? [377-379] અરે કોઈ છે અહીં ક્ષત્રિય, અધ્યાપક, છાત્ર, રસોઈયા જે આવાને ગળે પકડી દડ ફળ વગેરેથી મારી બહાર કાઢે. અધ્યાપકોની વાણી સાંભળી ઘણાં વિદ્યાર્થીઓ દોડી આવ્યા. દેડા-ચાબૂક વેત્રથી ઋષિને મારવા લાગ્યા. રાજા કૌશલિકની અનિન્દસુન્દરી પુત્રી ભદ્રાએ મુનિને મારતાં જોઈને ક્રોધિત વિદ્યાર્થીઓને રોક્યા. [380383 દેવની બળવાન પ્રેરણાથી રાજાએ મને આ મુનિએ સોંપી હતી, પણ મુનિએ મનથી પણ મારી ઈચ્છા કરી નહીં. મારો ત્યાગ કરનાર આ ઋષિ, નરેન્દ્રો અને દેવેન્દ્રો માટે પણ પૂજ્ય છે. આ તે જ ઉગ્ર તપસ્વી, મહાત્મા, જિતેન્દ્રિય સંયમી, બ્રહ્મચારી છે જેમણે મારા પિતાએ મને એમને આપી છતાં મારો સ્વીકાર ન કર્યો. આ ષિ મહાનયશસ્વી છે. મહાનુભાગ છે. અત્યન્ત વતનિષ્ઠ છે, પરાક્રમી છે, એમની. અવહેલના યોગ્ય નથી. એમનું અપમાન ન કરો. એ પોતાના તેજથી તમને બધાને ભસ્મ કરી નાંખે એવું ન બને. પુરોહિતની પત્ની ભદ્રાની આ વાત સાંભળી ઋષિની સેવા માટે યક્ષોએ કુમારોને રોક્યા. [384-388] આકાશમાં રહેલા ભયંકર રૂપવાળા અસુરાવવાળા કુદ્ધ યક્ષોએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103