Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 32
________________ 203 અધ્યયન - 11 (અધ્યયન-૧૧ બહુશ્રુતપૂજા). [328] સંજોગ બન્ધનોથી રહિત, અનાસક્ત તથા ગૃહત્યાગી સાધુના આચારનું હું ક્રમવાર વર્ણન કરું છું તે સાંભળ! [32] જે વિદ્યાહીન છે અને વિદ્યાવાન થઈને પણ અહંકારી થઈ જાય છે, જે અજિતેન્દ્રિય છે, જે અવિનીત છે, જે વારંવાર અસંબદ્ધ બોલે છે, તે અબહુશ્રુત છે. [33] અભિમાન, ક્રોધ, પ્રમાદ, રોગ તથા આળસ પાંચ કારણોથી શિક્ષાજ્ઞાન પ્રાપ્ત થતું નથી. 331-332] આ આઠ સ્થાનવાળા શિક્ષાશીલ-બને છે. જે હાંસી-મશ્કરી નથી કરતો, સદા દાત્ત- રહે છે. કોઈના મર્મ ઉઘાડા નથી પાડતો, કુશીલ ન હોય. શીલરહિત ન હોય. રસલોલુપ ન હોય. ક્રોધી ન હોય. તથા સત્યને જ માનનારો હોય. [333-33] ચૌદ પ્રકારે વ્યવહાર કરનાર સંયમી-મુનિ અવિનીત ગણાય છે તથા તે નિવણિસ્થિતિને પ્રાપ્ત કરી શકતા નથી. જે વારંવાર ક્રોધ કરે, લાંબા વખત સુધી ક્રોધી અવસ્થામાં રહે મિત્રતાને છોડી દે, શ્રુત પ્રાપ્ત કરીને અહંકાર કરે, ભૂલ કરનારનો તિરસ્કાર કરે, મિત્રો ઉપર રોષ કરે, નિકટના મિત્રોની પણ બુરાઈ કરે. કારણ વગરનો જે પ્રલાપ કરે, દ્રોહી હોય, અભિમાની હોય, અનિગ્રહી-અજિતેન્દ્રિય હોય, અસંવિભાગી-રસલોલુપ હોય અને અપ્રીતિકર હોય તે અવિનિત કહેવાય. 3i37-340] પંદર કારણે સુવિનીત કહેવાય છે :- નમ્ર હોય, અસ્થિર ન હોય, માયાવી ન હોય, કુતૂહલી ન હોય. કોઈની નિન્દા ન કરતો હોય, ક્રોધને લાંબા સમય સુધી પકડી ન રાખતો હોય, મિત્રો પ્રત્યે કૃતજ્ઞ હોય, શ્રત પ્રાપ્ત કર્યા પછી ગર્વ ન કરતો. હોય. અલના થયા પછી બીજાનો તિરસ્કાર ન કરતો હોય મિત્રો પ્રત્યે ક્રોધ ન કરતો હોય. અપ્રિય એવા મિત્રની પણ એકાન્તમાં ભલાઈ કરતો હોય, કલહ અને હાથચાલાકી ન કરતો હોય, કુલીન હોય. લજજાવાન હોય અને સદા આત્મલીન હોય. [341 જે સદા ગુરુકુળમાં રહેતા હોય, જે યોગ તથા શાસ્ત્ર-અધ્યયનમાં રત રહેતા હોય, જે પ્રિય કાર્ય કરનાર હોય, જે પ્રિયભાષી હોય તે જ શિક્ષા-જ્ઞાન મેળવી શકે છે. [342] જેમ શંખમાં સાચવેલું દૂધ, તેના આધાર વડે તથા ગુણો વડે જેવું ને તેવું નિર્મળ રહે છે. તેવી રીતે બહુશ્રુત સાધક-ભિક્ષુ ધર્મ અને કીર્તિ બન્ને વડે સુશોભિત તથા નિર્મળ રહે છે. [343] કુંભોજ દેશમાં કન્જક જાતિના ઘોડા જેમ જાતવાન તથા ગતિમાં શ્રેષ્ઠ હોય છે તેમ બહુશ્રુત પણ શ્રેષ્ઠ મનાય છે. [34] જાતવાન ઘોડા ઉપર સવારી કરનાર શૂરવીર અને પરાક્રમી યોદ્ધો જેમ પોતાની અગલબગલના નદિઘોષો-વિજય વાઘોથી ખૂબ સુશોભિત લાગે છે તેમ બહુશ્રુત પણ સુશોભિત બને છે. 1 [345 જેમ હાથણીઓથી ઘેરાયેલો સાઠ વર્ષનો બળવાન હાથી કોઈથી જીવાતો નથી તેમ બહુશ્રુત સાધક અપરાજિત બને છે. [34] જેમ અણિદાર શીંગડાં તથા બળવાન કાંધાવાળો બળદ, સાંઢોના જુથમાં અધિપતિ રૂપે શોભે છે તેમ બહુકૃત મુનિ પણ અધિપતિ રૂપે શોભી ઊઠે છે. [347 જેમ તીક્ષ્ણ દાઢીવાળો તથા કોઈને પણ વશ ન થાય એવો યુવાન સિંહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103