Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 31
________________ 202 ઉત્તરજઝયણ - 10/310 ધર્મનું શ્રવણ પણ દુર્લભ છે. કારણ કે કુતીર્થિઓને સેવવાવાળા ઘણા છે, ઉત્તમધર્મને સાંભળવાનો યોગ થવા છતાં તેના પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થવી દુર્લભ છે. કારણ કે ઘણા જીવો મિથ્યાત્વનું સેવન કરે છે, અને ધર્મની શ્રદ્ધા થયા પછી પણ તે પ્રમાણેનું આચરણ. કરવું કઠિન છે. ઘણા ધર્મશ્રદ્ધાળુ કામભોગમાં આસક્ત છે માટે હૈ ગૌતમ ! ક્ષણભરનો પ્રમાદ કરીશ નહીં. [311-316 તમારું શરીર જીર્ણ થઈ રહ્યું છે. વાળ પાકી ગયા છે અથતિ ધોળા થયા છે. શ્રવણ શક્તિ ઘટતી જાય છે. આંખોની દ્રષ્ટિ ઓછી થતી જાય છે..... ધાણ શક્તિ ઘટી જવા માંડી છે,... જીભની રસશક્તિનો નાશ થઈ રહ્યો છે.... તમારી સ્પર્શેન્દ્રિય પણ ક્ષીણ થઈ રહી છે, અને તમામ શક્તિઓ-બળ ક્ષીણ થઈ રહી છે માટે હે ગૌતમ! એક પળનો પળ પ્રમાદન કર.. 317] અરતિ, ગંડ-ગુમડાં, વિસૂચિકા, ઓડકાર, વમન તથા વિવિધ રોગો શરીરને વિકૃત અને વિનાશ કરે છે. માટે હે ગૌતમ! એક પળનો પણ પ્રમાદ ન કર. [318] જેમ શરદઋતુમાં કમળ પાણીમાં લિપ્ત નથી થઈ જતું, તેમ તું પણ, બધા પ્રકારની લોલુપતાનો ત્યાગ કર. હે ગૌતમ ! એક સમયનો પણ પ્રમાદ ન કર. [31] ધન અને સ્ત્રીનો ત્યાગ કરીને તું અણગાર થયો છે, એકવાર વમન કરેલા ભોગોને ફરીથી સ્વીકાર ન કર. અને તે ગૌતમ ! એક પળ માત્રનો પ્રમાદ ન કર, 320] મિત્ર, બધુ તથા વિપુલ ખજાનાને છોડીને ફરી તેની તપાસ ન કર. હે ગૌતમ ! એક સમયનો પ્રમાદ ન કર. [૩ર૧] ભવિષ્યમાં લોકો કહેશે કે, જિનેશ્વર આજે તો હસ્તીમાં નથી. વળી માર્ગદર્શક છે તેઓનો એક મત નથી. પરન્તુ તારે માટે ચયાપૂર્ણ માર્ગ તો તૈયાર જ છે. માટે હે ગૌતમ! સમય માત્રનો પ્રમાદ ન કર. [322] કાંટા, કાંકરાવાળો માર્ગ છોડીને તું રાજમાર્ગ પર આવી ગયો છે. માટે દ્રઢ શ્રદ્ધાથી એ માર્ગે ચાલ. હે ગૌતમ ! એક પળ પણ પ્રમાદ કર નહીં. 323] કમર ભારવાહક, અવળે માર્ગે ચાલીને પશ્ચાત્તાપ કરે છે. માટે ગૌતમ ! તું એની માફક વિષમ માર્ગ પર ન જઈશ. નહીં તો પસ્તાવું પડશે. તેથી હે ગૌતમ ! એક સમયનો પણ પ્રમાદ ન કર, ૩િર૪] હે ગૌતમ ! તું મહાસાગરને તો પાર કરી ગયો છે, હવે કાંઠાની નજીક આવી જઈને કેમ ઊભો છે? તેને પાર કરવામાં વિલંબ ન કર. હે ગૌતમ! એક પળનો પણ પ્રમાદન કર. [325] તું દેહમુક્ત થઇ સિદ્ધત્વને પ્રાપ્ત કરાવનારી ક્ષપક શ્રેણીને મેળવીને ક્ષેમકુશળ અનુત્તર એવા સિદ્ધલોકને પામીશ. હે ગૌતમ! એક ક્ષણનો પણ પ્રમાદ ન કર, ૩િ૨તત્ત્વનો જાણકાર, પરિનિવૃત્ત પૂર્ણ સંયમી થઈને ગામ તથા નગરમાં વિચર. શાન્તિ માર્ગની વૃદ્ધિ કર. હે ગૌતમ! એક સમય માત્રનો પણ પ્રમાદ ન કર . [37] અર્થ તથા પદથી સુશોભિત થયેલ તથા સુકથિત એવી પ્રભુની વાણીને સાંભળીને રાગ-દ્વેષને છેદીને શ્રી ગૌતમે સિદ્ધ ગતિ પ્રાપ્ત કરી. એમ હું કહું છું. | અધ્યયન-૧૦ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103