Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 30
________________ અધ્યયન-૯ 201 ઉત્તમ છે તમારી ક્ષમા, અને ઉત્તમ છે તમારી નિલભતા !" ભગવાન ! આપ આ લોકમાં તો ઉત્તમ છો, પણ પરલોકમાં પણ ઉત્તમ થશો, કર્મફળથી રહિત થઈને આપ સર્વોત્તમ એવા સિદ્ધિના સ્થાનને પ્રાપ્ત કરશો. આ પ્રમાણે હર્ષથી સ્તુતિ કરતા ઈન્દ્ર દવે શ્રદ્ધાથી રાજર્ષિને પ્રદક્ષિણા કરતાં અનેક વાર વંદન કર્યા. આમ મુનિવરના ચક્ર તથા. અંકુશના લક્ષણો યુક્ત એવા ચરણોને વંદન કરીને રમ્ય તથા ચપળ કુંડલ તથા. મુકુટધારી, ઈન્દ્ર રાજા આકાશ માર્ગે ચાલ્યો ગયો. રિ૮૯] નમિરાજર્ષિએ આત્મભાવના વડે પોતાને સુસજ્જ કય, સાક્ષાત્ ઈન્દ્રના ઉપદેશને સાંભળવા છતાં પણ ગૃહ-લક્ષ્મીને તજીને શ્રમણ ધર્મમાં સ્થિર થયા. [290) પ્રજ્ઞાવંત, પંડિત તથા વિચક્ષણ પુરૂષ આ રીતે ભોગોથી નિવૃત્ત થઈને નમિ રાજાષની જેમ સિદ્ધિને વરે છે. -એમ હું તમને કહું છું. અધ્યયન-૯ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૧૦મપત્રક [291] કાળ વ્યતીત થતાં ઝાડનાં સૂકા પાંદડા સફેદ થઇને ખરી પડે છે. તેવું જ મનુષ્યનું જીવન છે તેથી હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ ન કર. [29] ડાળની અણી પર રગેલા પાણીના બિન્દુની જેમ મનુષ્યજીવન ક્ષણિક છે. તેથી કરીને હે ગૌતમ! એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહીં. [23] આયુષ્ય અલ્પ છે, વિદ્ગો ઘણાં છે. તેમાં પૂર્વે બાંધેલાં અસંખ્ય કર્મોને ખપાવવાં છે તેથી હે ગૌતમ! એક ક્ષણ પણ પ્રમાદ કરીશ નહીં. [24] વિશ્વના તમામ પ્રાણીઓને સદાને માટે મનુષ્યભવની પ્રાપ્તિ અતિ દુષ્કર છે. તેથી હે ગૌતમ! એક સમયનો પણ પ્રમાદ ન કરીશ. [૨૯૫-૨૯૯]પૃથ્વીકાયમાં, અપ્લાયમાં, તેઉકાયમાં...વાયુકાયાં....અને વનસ્પતિકાયમાં જન્મ લીધા પછી જીવ-ફરીફરીને તેમાં જન્મ લેતાં અસંખ્ય કાળ સુધી તેમાં જ રહે છે. માટે હે ગૌતમ! સમય માત્રનો પ્રમાદ ન કર, [300-302] બેઈન્દ્રિય તેઈન્દ્રિય... ચઉરિન્દ્રિયમાં જન્મ લઈને જીવ વારંવાર ત્યાં ઉત્પન્ન થઈને સંખ્યાત કાળ વ્યક્તિત કરે છે તેથી હે ગૌતમ ! ક્ષણવારનો પણ પ્રમાદ કરીશ નહી. [33] પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થઈને જીવ સાત આઠ ભવ સુધી ત્યાં સમય ગાળે છે, માટે હે ગૌતમ! એક સમયનો પણ પ્રમાદ ન કર. [304] દેવ અને નરક યોનિમાં ગયેલો જીવ એક એક ભવ સુધી ત્યાં રહે છે તેથી હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ ન કર. [305] પ્રમાદ સેવતો થકો જીવ શુભાશુભ કમોને કારણે સંસારનું પરિભ્રમણ. કરે છે તેથી હે ગૌતમ! ક્ષણભરનો પણ પ્રમાદ ન કર, [30-310] દુર્લભ એવો મનુષ્યજન્મ મળવા છતાં પણ આયત્વ પ્રાપ્ત થવું કઠિન છે. કારણ કે કેટલાક મનુષ્ય હોવા છતાં દસ્યુ તથા મ્લેચ્છ હોય છે, આર્યત્વ મળવા છતાં અવિકલ પંચેન્દિયત્વની પ્રાપ્તિ કઠિન છે. કારણ કે ઘણા જીવો વિકલેન્દ્રિય જોવામાં આવે છે, અવિકલ એટલે પૂર્ણ પંચેન્દ્રિયત્વની પ્રાપ્તિ થવા છતાં પણ શ્રેષ્ઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103