Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 28
________________ અધ્યયન૮ રહ્યું છે, અહીં આપનો રાજમહેલ ભસ્મીભૂત થઈ રહ્યો છે. ભગવંત ! આપ એની તરફ કેમ લક્ષ દેતા નથી?” ઈન્દ્રરાજના આવા સંકેતને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા એવા નમિરાજર્ષિ આ પ્રમાણે કહે છે. “જેની પાસે પોતાનું કહેવા જેવું કાંઈ પણ નથી રહ્યું એવો હું અતિ સુખી છું, મિથિલા બળી રહી હોય તો એમાં મારું કશુંય બળતું નથી.” [243-244] “પુત્રી, પત્ની તથા ગૃહસ્થાશ્રમથી મુક્ત થયેલ સાધુને કોઈ વસ્તુ પ્રિય નથી તેમ કોઈ વસ્તુ અપ્રિય નથી.” બધી રીતે હું એકલો છું આમ એકાન્તવૃષ્ટા એકત્વદર્શી, અને ગૃહત્યાગી મુનિને બધી રીતે સુખ જ છે.” 245-246] આવા ઉચ્ચ હેતુસરનો ઉત્તર સાંભળીને વધુ ભાવોદિત થયેલા ઈન્દ્રરાજાએ કહ્યું કે- “હે ક્ષત્રિય ! આ નગરને રક્ષણ માટે ફરતો કિલ્લો, તેનો મજબૂત દરવાજો, અઠ્ઠાલિકાઓ, ખાઈ, અને કોઈ ચઢાઈ કરવા આવે તો તેને પાછા ધકેલી દેવા માટેની પરિખા-તોપો આદિ ગોઠવીને પછી દીક્ષા લે.” -250] આ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા નમિ રાજર્ષિએ આ પ્રમાણે ઇન્દ્રરાજાને કહ્યું- “શ્રદ્ધાનું નગર, તપ તથા સંયમનો અર્ગલ, ક્ષમાનો મન, વચન કાયારૂપી ત્રણે ગુપ્તિથી સુરક્ષિત તથા મજબૂત પ્રાકાર બનાવેલ છે" “પરાક્રમનું ધનુષ્ય, ઈય સમિતિ રૂપી દોર, ધૃતિ રૂપ મુઠ બનાવી છે તથા સત્ય વડે તેને બાંધેલી છે.” "તપરૂપી બાણો સાથેના ધનુષ્યથી કર્મરૂપી કવચને ભેદીને અંતર યુદ્ધમાં જેણે વિજય પ્રાપ્ત કરેલ છે એવા મુનિ સંસારથી મુક્ત બન્યા હોય છે.” [૨પ૧-૨પ૨] આવા અર્થને સાંભળતો ઇન્દ્ર, હેતુ તથા કારણથી પ્રેરાઈને નમિરાજને આમ કહે છે- “હે રાજર્ષિ ! પહેલાં આપ રાજમહેલ, વર્ધમાન ગૃહ તથા. ચન્દ્રશાળા બનાવીને પછી પ્રવજ્યા ગ્રહણ કરજો.” [૨પ-૨પ૪] આવી સૂચનાઓ શ્રવણ કરીને હેતુ તથા કારણથી પ્રેરાયેલા એવા નમિરાજર્ષિ ઇન્દ્રને આમ કહે છે- “માર્ગે ચાલતાં જે ઘર કે પ્રાસાદ બાંધે છે તે પોતાની સંશયજનક સ્થિતિ ખડી કરે છે. ખરી રીતે તો જ્યાં પોતાને જવું છે ત્યાં જ સ્થાયી ઘર બનાવવું જોઈએ. [૨પપ-૨પ૬] આવો જવાબ મળતાં હેતુ તથા કારણથી ભાવવાહિત થયેલા ઇન્દ્રરાજે નમિરાજર્ષિને આમ કહ્યું- હે રાજન! તમે ચોર, લૂંટારા, ડાકુઓ, ઘર ફાડુઓ, વગેરેથી તમારા નગરને સુરક્ષિત કરીને પછી સંયમ લો. [૨પ૭-૨૫૮] ઉગ્ર વૈરાગી નમિરાજર્ષિએ એમ સાંભળીને ઈન્દ્રને આ પ્રમાણે કહ્યું- આ જગતમાં ગુન્હેગારોને અનેકવાર શિક્ષા દેવામાં આવી હશે, પણ પ્રાયઃ નિર્દોષ પકડાઈ જાય છે અને ગુન્હો કરનાર છૂટી જતા હોય છે. | રિપ૯-૨૬૦] એવું સાંભળીને હેતુ તથા કારણથી પ્રેરિત થયેલ દેવતાઓના રાજા ઇન્દ્ર, નમિરાજર્ષિ પ્રત્યે આમ કહ્યું- હે ક્ષત્રિય ! જે રાજાઓ હમણાં તમને નમતા નથી એટલે તમને ખંડણી નથી ભરતા તેમને વશ કરીને પછી પ્રવ્રજ્યા લો. [261-264] એવું સાંભળીને હેતુ તથા કારણથી પ્રેરિત થયેલા નમિ રાજર્ષિએ ઈન્દ્રરાજાને કહ્યું- ખુંખાર સંગ્રામમાં દસ લાખ યોદ્ધાઓને જીતનારની અપેક્ષાએ પોતા. પર વિજય મેળવનાર મોટા વિજેતા છે. બહારના યુદ્ધથી શું વળે? સ્વયં પોતે પોતાને જીતીને સાચું સુખ મેળવી શકાય છે. પાંચ ઈન્દ્રિયો, ક્રોધ, માન, માયા, લોભ અને મનને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103