Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 27
________________ 198 ઉત્તરઝયા- ૮/રર૧ [221] જે સાધુ લક્ષણશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, તથા અંગવિદ્યાના પ્રયોગો કરતા હોય તેને સાધુ ન કહેવા. એમ આચાર્યોએ કહ્યું છે. [222-223] જે પોતાના વર્તમાન સંયમી જીવનનું નિયંત્રણ ન કરી શકવાના કારણે સમાધિયોગથી ભ્રષ્ટ થઈ જાય છે તેવા કામભોગ તથા રસોમાં આસકત જીવો અસુરકાયમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી નીકળીને પણ તે સંસારમાં લાંબા કાળ સુધી પરિભ્રમણ કરે છે. કારણ કે તેવા ભારે કર્મી જીવોને બોધ થવો અતિ દુર્લભ છે. રિર૪-રરપી ધન, ધાન્યથી ભરપૂર એવા આ સમગ્ર લોકને પણ કોઈને આપી દેવાય તોયે તેને સંતોષ નહીં થાય એવી તૃષ્ણાની લોલુપતા છે. જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભ વધતો જાય છે. જેમ કપિલ મુનિ બે માસા સોનું લેવા જતાં કરોડો સુવર્ણ મુદ્રિકાથી પણ સંતોષાયા ન હતા. [226-227] ગુમડાની જેમ સ્તનો, તથા કામવાસનાવાળી અને કપટથી ભરેલી અનેકચિત્તાસ્ત્રીઓ, પુરુષોને દાસની જેમ લલચાવે છે અને નચાવે છે તેવી રાક્ષસી સમાન સ્ત્રીઓમાં આસક્તિ ન રાખવી. સ્ત્રીનો ત્યાગી તેઓમાં આસક્ત ન થતાં ભિક્ષુ ધર્મને એકાન્ત કલ્યાણકારી માનીને તેમાં જ પોતાના આત્માને સ્થિર કરે. [28] વિશુદ્ધ પ્રજ્ઞાવાન કપિલમુનિએ આ પ્રમાણે સાધક ધર્મ વર્ણવ્યો છે. તેની સમ્યફ આરાધના કરનાર ઉભય લોકની આરાધના કરશે. સંસાર તરીને ઉચ્ચ . ગતિને પ્રાપ્ત કરશે. - એમ હું તમને કહું છું. અધ્યયન-૮ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૯-નમિપ્રવજ્યા) [229-232 દેવલોકમાંથી Aવીને મિરાજના જીવે મનુષ્ય લોકમાં જન્મ લીધો. તેમના મોહની ઉપશાન્તિ થઈ તેથી તેમને પૂર્વ જન્મનું સ્મરણ થયું નમિએ પૂર્વજન્મનું સ્મરણ કરીને, ઉત્તમ એવા ધર્મમાં સ્વયં પ્રજ્ઞાવંત થયા તથા રાજ્યકારભાર પુત્રને સોંપીને તેમણે અભિનિષ્ક્રમણ કર્યું. શ્રેષ્ઠ રાજવાસ ભોગવ્યા. દેવલોક સમાન ભોગો ભોગવીને એકદિવસ તેનો પરિત્યાગ કરીને કેવળી થયા. મિથિલાનગરીનું રાજપાટ, પુર, સેના, તથા સમગ્ર રાજધાનીને છોડીને સંયમ સ્વીકારી એકાન્તવાસી બન્યા. [૨૩૩-૨૩પ જે સમયે નમિ-રાજર્ષિ પ્રવજ્યા-દીક્ષા લઈ રહ્યા હતા તે વખતે મિથિલાની જનતામાં કોલાહલ મચ્યો હતો. સંયમ લેવા તૈયાર થયેલા નમિરાજર્ષિને બ્રાહ્મણના રૂપમાં આવેલા ઈન્દ્રરાજાએ કહ્યું- “હે રાજર્ષિ ! આજે મિથિલા નગરીના રસ્તા પરની હવેલીઓ અને રાજમહેલમાં દયદ્રાવક કકળાટ કેમ મચી રહ્યો છે?” [૨૩૬-ર૩૮] ઈન્દ્રરાજાના આ પ્રશ્નના ઉત્તરમાં એમનો આશય સમજીને નમિરાજ રષિએ આ પ્રમાણે કહ્યું. મિથિલાનગરીમાં એક સુંદર વૃક્ષ હતું. જે અતિરમ્ય, પત્ર, પુષ્પ તથા સુગંધી ફૂલોથી ભરેલું, સહુને શીતળ છાયા આપનારું તથા અનેક પક્ષીઓને આશ્રય દેનારું હતું. પ્રચંડ તોફાનને કારણે એ સુંદર વૃક્ષ તૂટી પડવાને કારણે આશ્રય વિનાના દુઃખી પક્ષીઓ કકળાટ કરે છે. [239-242] નમિરાજર્ષિના આ ભાવવાહી ઉત્તરને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા ઇન્દ્રરાજે કહ્યું કે- “અહીં આગના ભડકા છે, વાયુનું તોફાન ચાલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103