Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 25
________________ 196 ઉત્તરાયણ- 7186 વ્યસની, બળવાન હોઈને બીજાને દુખ દેનારો- બકરાની જેમ કર કર શબ્દ કરી માંસાદિ અભક્ષ્યનો ખાનારો, ઘણું લોહી તથા મોટા પેટવાળો મનુષ્ય રહે છે તે ઉપરોક્ત ઘેટાની જેમ જ નરક ગતિની આકાંક્ષા સેવતો હોય છે, [18-188] વળી એ મનુષ્ય મેડી-મહેલાતો, ધનસંપત્તિ, ગાડીઘોડા તથા કામભોગનો ભોગવટો કરીને દુઃખનો સંચય કરીને, બધું છોડીને કમરજની ઢગ ભેગો કરે છે. માત્ર વર્તમાનમાં જ મસ્ત બનીને, ભારે કમ બાંધીને જીવ, મૃત્યુ સમયે જેમ મસ્ત થયેલા ઘેટાને મહેમાન આવતાં કાપી નાખવામાં આવે છે તેની જેમ તે શોક કરે છે. અજ્ઞાની જીવ, વિવિધ પ્રકારની હિંસા કરીને, આયુષ્યને અને શરીર છોડીને કરેલા કર્મો પ્રમાણે ઘોર અંધકારમય નરકને વિશે જાય છે. [189-191] એક ક્ષુદ્ર કાકિણી માટે જેમ મુખ મનુષ્ય હજારોનું ધન ખોઈ બેસે છે, જેમ રાજાએ એક અપથ્ય આંબાને ખાઈને વળતરમાં રાજ્ય તથા જીવન ખોયું. એ જ રીતે દેવતાઓના કામભોગોની ગણતરીએ મનુષ્યનો ભોગ વિલાસ તો નહીં જેવો છેકારણ કે દેવતાઓને આયુષ્ય અને કામભોગ મનુષ્ય કરતાં હજાર ગણા વધારે હોય છે. પ્રજ્ઞાવાન સાધક મૃત્યુ બાદ દેવલોકનું અસંખ્યવર્ષનું આયુષ્ય ભોગવે. એમ જાણવા છતાં સો વર્ષથી પણ ઓછા આયુષ્યવાળો મનુષ્ય એવા દિવ્ય સુખોને ખોઈ નાખે છે. [192-194] ત્રણ વણિકપુત્રનું દાંત છે એક ધન લઈને વેપાર કરવા તો ઘણું ધન લઈને આવ્યો, બીજો માત્ર મૂળ મૂડી લઈને આવ્યો અને ત્રીજો પુત્ર તોમૂળ મૂડીને પણ ખોઈને આવ્યો. આ તો વ્યાવાહિરક ઉદાહરણ છે. છતાં ધર્મ કરણીને પણ એ જ દ્રશ્ચંતે સમજવી જોઇએ. ઉપરના દ્રષ્ટાંતમાં મનુષ્યત્વ મૂળ ધન છે. દેવગતિ નફાનો વેપાર છે અને મૂળ પૂજીને ખોઈ નાખવાથી જીવ તીર્થંચ તથા નરક ગતિનો અધિકારી બને છે. [૧૯પ-૧૯૭] લોલુપતા અને વંચતાને કારણે દેવગતિને તથા મનુષ્ય ગતિને ખોઈ નાખી હોય છે પછી તેને માટે તીર્થંચ અને નારકી એ બે ગતિ જ પ્રાપ્ત થવાની બાકી રહે છે. આમ અજ્ઞાન જીવને બે નીચલી ગતિમાં દીર્ઘ કાળ સુધીનું આયુષ્ય મળ્યા પછી, દેવ તથા મનુષ્ય ગતિ તો તે લાંબા કાળ માટે હારી ગયા હોય છે. એ રીતે ઉત્તમ ગતિને હારી બેઠેલા જીવોને જોઈને તેમ જ બાળ તથા પંડિત જીવોની ગતિની તુલના કરીને જે મનુષ્ય યોનિ પ્રાપ્ત કરે છે તે મૂળ ધન કમાઈ આવ્યા બરોબર છે. [198-200] ઊંચા સદ્ગુણો તથા ઉત્તમ વ્રતો ધારણ કરી જે ગૃહસ્થાશ્રમમાં રહે છે તે મનુષ્ય જન્મ મેળવે છે કારણ કે તેના ઉત્તમ કત્યોના ઉમદા ફળ તેને મળે છે. અને વિવિધવ્રતો સહિત જે ઘરમાં રહેતા પણ શીલસંપન્ન હોય છે, તેવા દીનતારહિત પુરુષો મનુષ્ય જન્મરૂપી મૂળ ધનમાં પણ વધારો કરી દેવગતિને મેળવે છે. આમ દીનતારહિત સાધુ કે ગૃહસ્થને લાભ લેતા જોઈને કયો વિવેકી પુરુષ એવો ઉત્તમ લાભ ખોશે? અથવા ખોવાઈ જતો જોઈને પશ્ચાત્તાપ કર્યા વગર રહી શકશે? [201-201ii દેવતાઓના કામભોગના પ્રમાણમાં મનુષ્યના કામભોગ કંઈ તુલનામાં નથી. જેમ સોયની અણિ પરનું જળબિન્દુ સમુદ્ર આગળ કંઈ હિસાબમાં નથી. મનુષ્યોના અલ્પ આયુષ્યના કામભોગ આમ સોયની અણિ પર રહેલા જળબિન્દુ સમાન છે. તેમ છતાં અજ્ઞાની જીવ કયા કારણે પોતાના અમૂલ્ય લાભને નથી સમજી શકતોન? મનુષ્યભવમાં કામભોગથી નિવૃત્ત નથી થતા તેનો આત્માર્થ નષ્ટ થઈ જાય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103