Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 23
________________ 194 ઉત્તરાયણ-૫૧૫૧ હો ય કે ગૃહસ્થી પણ જો તે સુશીલાચારી હોય તો સ્વર્ગે સીધાવી શકે છે. [૧૫૧-૧પ૨] શ્રદ્ધાવાન ગૃહસ્થ મન, વચન, કાયા વડે સમભાવ રાખે. સામાયિક કરે અને બંને પક્ષમાં એક રાત્રિ પણ પોષધ વ્રતને ન છોડે. આ પ્રમાણે શિક્ષા પામેલ વ્રતધારી શ્રાવક ગૃહવાસમાં રહેતાં છતાં પણ શરીરને છોડીને દેવલોકમાં જાય છે. [૧પ૩] સંયમી-શીલાચારી સાધુની બે અવસ્થા થાય છે. સર્વ દુઃખોથી મુક્તિ, અને દ્વિસિદ્ધિવાળી દેવગતિ. [૧૫૪-૧પપ] દેવલોકના આવાસો ઉત્તમ, મોહરહિત અને દિવ્ય જીવોની વસતિવાળા હોય છે. તેમાં જ યશસ્વી દેવો રહે છે. આ યશસ્વી દેવો દીઘાયુ, તેજસ્વી, અદ્ધિશાળી હોય છે તથા પોતાની ઈચ્છાનુસાર રૂપ ધારણ કરે છે. વળી તરતના જન્મેલાની જેવી ભવ્ય કાન્તિ તેમજ સૂર્ય સમાન તેજસ્વી હોય છે. [15] હિંસાથી નિવૃત્ત અને તપ તેમજ સંયમના અભ્યાસી જીવો સાધુ હોય કે ગૃહસ્થ હોય છતાં ઉત્તમ દેવલોકને વિશે જાય છે. [57] સત્પરુષો જેની પૂજા કરે છે એવા જિતેન્દ્રિય અને સંયમી આત્માઓનું આ વર્ણન સાંભળીને શીલવાન, બહુશ્રુત જીવ, મરણ સમયે દુઃખને અનુભવે . [158] બાલમરણ અને પંડિતમરણની તુલના કરીને બુદ્ધિમાન મનુષ્ય ઉત્તમ પ્રકારના સકામ મરણ ઈચ્છે, તથા મરણ સમયે, દયા તથા ક્ષમા ધર્મ અંગીકાર કરી. પ્રસન્ન રહે. [159-160] જ્યારે મરણ કાળ આવી જાય ત્યારે સાધુ, જે શ્રદ્ધાથી દક્ષા લીધી હતી તે જ પ્રકારે ગુરુની સમીપે પીડાજન્ય લોમ હર્ષને ત્યજીને શાન્તપણે શરીર છૂટી જવાની રાહ જુએ. મૃત્યુ સમય આવી પહોંચતાં મુનિ સમાધિપૂર્વક ભક્ત પરિજ્ઞા, ઈગિની મરણને અને પાદપોમનમાંથી કોઈ એકને સ્વીકારી સકામ મરણથી દેહને છોડે -એમ હું તમને કહું છું. અધ્યનન-૫ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ | (અધ્યયન-ક-મુલ્લકનિગ્રન્થપણું) [161-162] જેટલા અણસમજુ જીવો છે તે બધા ઉપદ્રવ કરનારા છે. તેઓ વિવેકરહિત છે. અનન્ત સંસારમાં રખડ્યા જ કરે છે. તેથી પંડિત પુરષો અનેક બન્ધનોની સમીક્ષા કરતા સ્વયં સત્ય શોધે છે. તથા પ્રાણી માત્ર સાથે મૈત્રીભાવ રાખે છે. [163-14] પોતાના જ અપકૃત્યોથી પીડિત જનોને તેના માતા-પિતા, બધુ પત્ની, પુત્રવધુ કે સગો પુત્ર પણ મદદગાર થતા નથી. સાધક, સાચી દ્રષ્ટિ વડે તથા સ્વતંત્ર બુદ્ધિથી આ ખરી હકીકત જાણીને આસક્તિ તથા સ્નેહના બંધનનું છેદન કરે. તેમજ પોતાના પૂર્વ પરિચિતોની પણ કશી અભિલાષા ન રાખે. [15] મણી-મોતી, કુંડલ, ગાય, બળદ, અશ્વ, પશુ, નોકર, ચાકર આદિ સહયોગી, એ બધાનો પરિત્યાગી સાધક પરલોકમાં કામરૂપી દેવ થાય છે.. [16] ધનધાન્ય, કે ઘરવખરી આદિ, સ્થાવર-જંગમ સંપત્તિ, દુષ્કર્મોથી પીડાતા જીવને મુક્તિ અપાવવા સમર્થ નથી. [ 17] જીવમાત્રને અધ્યાત્મ-સુખ પ્રિય છે અને પોતાના પ્રાણ તેમજ જીવન - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103