Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ 192 ઉત્તરજઝય-૩ 119 ભોગવે છે. તે ભોગવ્યા વિના છૂટકો જ નથી. [11] સંસારી જીવ અન્યને મદદરૂપ બનવા કર્મ કરે છે પણ તેનું ફળ ભોગવતી વખતે કોઈ ભાઈભાંડુ ભાગ પડાવવા કે સંબંધ જાળવવા આવતા નથી. [120-121] પ્રમાદી જીવ આ લોકમાં કે પરલોકમાં ધન વડે રક્ષણ નથી પામતો. અંધારામાં દીવો બુઝાઈ ગયા પછી અજવાળામાં જોયેલો માર્ગ પણ નજરમાં આવતો નથી તેવીજ રીતે પ્રમાદી વ્યક્તિ અનંત મોહને કારણે મોક્ષમાર્ગને જાણતો થકો પણ દેખતો નથી. પ્રમાદરૂપી ઘોર નિદ્રામાં સૂતેલા લોકોની વચ્ચે રહેતા થકા આ સુપ્રજ્ઞાવાળા જ્ઞાની સાધક, સદા જાગ્રત રહે છે. પ્રમાદનો એક ક્ષણ પણ વિશ્વાસ કરતા. નથી. કારણ કે કાળ ભયંકર છે, શરીર સંપત્તિ ઘણી દૂર્બળ છે તેથી ભારણ્ય પક્ષીને દ્રષ્ટાંતે અપ્રમાદપણે ગતિ કરતાં રહેવું જોઈએ. [122] સાધક ડગલે ડગલે દોષિત થવાની ભીતી રાખીને નાનામાં નાના દોષની જાળમાંથી બચીને, નિશદિન નવા ગુણો પ્રકટાવતો થકો સુરક્ષિત રહીને જ્યારે લાભનો અંતરાય દેખાય ત્યારે ધર્મસાધના કરતો થકો દેહને છોડી દે. [123ii પૂરી રીતે કેળવાયેલ અને કવચધારી ઘોડો જેમ યુદ્ધમાં વિજય પામીને પાર ઊતરી જાય છે તેમ, સ્વછન્દનો આગ્રહ છોડીને સાધક, સંસાર સાગરને પાર કરી જાય છે. જે મુનિએ પહેલાં અપ્રમાદપણે સંયમને સેવ્યો છે તે મોક્ષ પામે છે. [124-125] અનુભવી જનોનો અભિપ્રાય છે કે “સાધક જીવ પોતાના. શરૂઆતના જ સંયમી જીવનમાં જાગૃત ન રહે અને હમણાં કંઈ ચિત્તા નથી, પાછલા જીવનમાં અપ્રમત્ત દશામાં રહીશું એવી મિથ્યા ભ્રમણમાં રહે છે તે મૃત્યુ સમયે અતિ દુઃખી થઈને દેહ છોડે છે. અલ્પકાળમાં વિવેક પ્રાપ્ત થતો નથી. તેથી ક્રમે ક્રમે વાસનાઓનો ત્યાગ કરતાં કરતાં સન્માર્ગમાં સ્થિર થવાય છે માટે આત્મરક્ષક મહર્ષિ લોકને જાણી સમત્વ દૃષ્ટિથી અપ્રમાદપણે વીચરે. * [126-127] સંયમી જીવને રાગદ્વેષની વૃત્તિઓ પર વિજય મેળવવાનો છે. તે વિજય પ્રાપ્ત કરવામાં અનેક પ્રકારના સ્પર્શ અને શબ્દોની પ્રતિકુળતાઓથી પીડિત થવું પડે છે પરન્તુ સંયમી સાધક મનને વિશે લેશમાત્ર ષબુદ્ધિ કરતો નથી. એમ કરતાં, અનુકૂળતા સાંપડે તેવા અતિલોભામણા પ્રસંગોમાં સાધક તેવી લાલચોમાં ન લપટાતાં લોભને ત્યાગે છે, માયાનું સેવન કરતો નથી, માનથી દૂર છે અને ક્રોધથી પોતાને બચાવી લે છે. [128] જે વ્યક્તિ સંસ્કારહીન અને તુચ્છ છે, પવાદી અને રાગ-દ્વેષમાં રચ્યો પચ્યો રહે છે તથા વાસનાઓનો ધસ છે તેને “ધર્મ રહિત” જાણીને સાધક તેનો સંગ ન કરે જીવનની અન્તિમ પળ સુધી સદ્દગુણોની આરાધના કરતો રહે એમ હું કહું છું. | અધ્યનન-૪ની પુનિ દીપરત્નસાગરે હેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-અકામ મરજિજી) [129-130] સંસાર સાગર રૂપે છે. તેનો પ્રવાહ વિશાળ છે. તેને તરીને બીજે પાર પહોંચવું અતિ કઠિન છે. તે છતાં કોઈ વીરલ પુરુષ પાર પહોંચી ગયા છે. તેમાંના એક મહાજ્ઞાની પ્રભુ મહાવીર) છે. તેમણે કહ્યું છે કે મૃત્યુના બે ભેદ છે. એક અકામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103