Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 22
________________ અધ્યયન-૫ 193 મરણ અને બીજું સકામ મરણ. [131] બાળજીવોના અકામ મરણ વારંવાર થાય છે, પરંતુ પંડિતોનાં સકામ મરણ એક જ વાર થાય છે. [132-134] શ્રી મહાવીરે પ્રથમ ભેદને વિશે કહ્યું છે, કે કામભોગમાં આસક્ત બાળજીવ અથવા અજ્ઞાની આત્મા ક્રૂર કમ કરે છે. જે કામભોગમાં આસક્ત બને છે તે હિંસક અને અસત્ય બોલનારો બને છે. તે કહે છે: “મેં પરલોક જોયો નથી અને આ કામભોગનું સુખ જે હું પ્રત્યક્ષ ભોગવું છું તે ખરું અને ઇન્દ્રિયગમ્ય છે.” વર્તમાનનું સુખ હું પ્રત્યક્ષ ભોગવી રહ્યો છું અને હસ્તગત છે. કોણ જાણે છે કે પરલોક છે અથવા નથી. [૧૩પ-૧૪૦] હું તો બધાની સાથે રહીશ. તેમનું તે મારું થાશે એમ માનીને રહેનારો કામભોગમાં લપટાઈને કષ્ટ પામે છે. પછી તે ત્રસ તેમજ સ્થાવર જીવો પર હિંસાનો પ્રયોગ કરતો થકો, પ્રયોજનથી કે વગર પ્રયોજને પ્રાણીસમૂહનો હિંસક બની જાય છે. આવા બાળ-અજ્ઞાની જીવો, અસત્ય, માયા-કપટ, નિંદા-કુથલી અને દગાબાજી કરતો કરતો છેવટે માંસ મદિરાનું સેવન કરતો થઈ જાય છે અને પોતે યોગ્ય કરે છે એમ માનતા થઈ જાય છે. પછી તે શરીરે મસ્ત થાય છે. બોલાવવામાં પણ વગર વિચાર્યું બોલે છે, ધન અને સ્ત્રીઓમાં લંપટ બને છે. તથા અળશીયાની જેમ રાગ-દ્વેષ વડે કર્મોનો સંચય કર્યા કરે છે. પછી તે ભોગોમાં આસક્ત થઈને આતંક-રોગથી પીડાતો. પોતાના કર્મોને તથા પરલોકને યાદ કરતો ભયભીત બની વિચારે છે, કે શીલરહિત દૂરકર્મો કરનાર અજ્ઞાની જીવોને તીવ્ર વેદના ભોગવવા માટે નરકમાં જવું પડે છે. [141143o વળી મેં સાંભળ્યું છે કે- દુષ્ટ કમ કર્યો હોય તેનો જન્મ ઉપપાસ્થાને નરક કુંભીઓમાં થાય છે અને ત્યાં જીવને ત્યાં મહા પરિતાપ વેઠવા પડે છે. જેમ કોઈ ગાડી ચલાવનાર સીધો રસ્તો છોડીને વિકટ માર્ગે ગાડી ચલાવે છે. અને પછી ગાડીની ધુંસરી તુટી પડતાં શોક કરે છે. તેમ ધર્મનું ઉલ્લંઘન કરી અધર્મને પંથે જાય છે તે બાળજીવ જ્યારે મૃત્યુના મુખમાં ઝડપાઈ જાય છે ત્યારે દુલ્મી-થાય છે. આ 144-145 જુગારી રમતાં રમતાં એક દાવમાં જેમ બધું હારી જાય છે તેમ અજ્ઞાની જીવ પોતાના દુષ્કર્મના ફળને સાંભળીને પરલોકના ભયથી ત્રાસી જાય છે ને અકામ મરણે મરે છે. આ રીતે અકામ મરણનું વિવેચન કર્યું છે. હવે પછી સકામ મરણનું વર્ણન કરું છું તે સાંભળો. [14-147) ભગવાન પાસેથી મેં સાંભળ્યું છે કે સંયમી અને જિતેન્દ્રિય પુણ્યાત્માઓના મરણ આઘાતરહિત અને અતિપ્રસન્ન અવસ્થામાં થાય છે. આવું કામ મરણ બધા ગૃહસ્થોને કે બધા સાધુઓને પ્રાપ્ત થતું નથી. કારણ કે કેટલીક વખત ગૃહસ્થ સુશીલ અને વિવિધ પ્રકારના ગુણસંપન્ન હોય છે ત્યારે સાધુ વિષમ શીલવાળા હોય છે. [148] કેટલાક સાધુઓની અપેક્ષાએ ગૃહસ્થો સંયમમાં ચડિયાતા હોય છે પણ શુદ્ધાચારી સાધુઓ બધા ગૃહસ્થોથી સંયમમાં શ્રેષ્ઠ હોય છે. [149-150] ભગવાં વસ્ત્ર, મૃગચર્મ, નગ્ન અવસ્થા, જટાધારીપણું, ગોદડી કે શીરકુંડન જેવા બાહ્યાચારોથી દૂરાચારી સાધુ નરકગતિમાં જતાં બચી શકતા નથી. ભિક્ષા વૃત્તિવાળા સાધુ પણ કુશીલાચારી હોય તો નરકગતિથી નથી બચતા. સાધુ 13 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103