Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 33
________________ 204 ઉત્તરઝયણ-૧૧ 348 બધા પશુઓમાં શ્રેષ્ઠ છે. તેવી રીતે બહુશ્રુત સાધુ અન્ય તીર્થિઓમાં શ્રેષ્ઠ ગણાય છે. 3i48) શંખ, ચક્ર અને ગદાધારી વાસુદેવ જેમ અપરાજિત બળવાન યોદ્ધો હોય છે. તેવો જ બહુશ્રુત પણ અપરાજિત હોય છે. [34] જેમ મહા વૈભવશાળી ચાતુરન્ત અને ચક્રવર્તી ચૌદ રત્નોનો ધણી હોય છે તેવી જ રીતે બહઋત પણ ચૌદ પૂર્વેની વિદ્યાનો સ્વામી હોય છે. [35] જેમ સહસ્ત્ર ચક્ષ, વજપાણિ, પુરજૂર, ઈન્દ્ર, દેવોના અધિપતિ હોય છે તેવીજ રીતે બહુશ્રુત પણ હોય છે. [૩પ૧] જેમ અંધકાર નાશ કરનાર ઊગતો સૂર્ય તેજથી પ્રજ્વલિત લાગે છે તેવી જ રીતે બહુશ્રુત પણ તેજસ્વી હોય છે. [352] જેમ નક્ષત્ર પરિવારથી ઘેરાયેલો નક્ષત્રાધિપતિ ચન્દ્ર પૂર્ણિમાએ પરિપૂર્ણ હોય છે તેવીજ રીતે બહુશ્રુત પણ જ્ઞાનાદિ કળાઓથી પરિપૂર્ણ હોય છે. [354] જેમ સામાનિક વેપારીનાભંડાર સુરક્ષિત અને અનેક જાતના અનાજથી પરિપૂર્ણ હોય છે તેવી જ રીતે બહુશ્રુત પણ અનેક પ્રકારના મૃતથી પરિપૂર્ણ હોય છે. ૩િપ૪] “અનાદત' દેવનું “સુદર્શન' નામનું જંબુ વૃક્ષ જેવી રીતે બધાં વૃક્ષોમાં શ્રેષ્ઠ હોય છે તેવી જ રીતે બહુશ્રુત બધા સાધુઓમાં શ્રેષ્ઠ હોય છે. ૩પપ જેમ નીલવંત પર્વતમાંથી નીકળેલી, જળથી ભરેલી, સમુદ્ર તરફ જતી સીતા નદી બધી નદીઓમાં શ્રેષ્ઠ છે તેવી જ રીતે બહુશ્રુત પણ સર્વશ્રેષ્ઠ હોય છે. [35] જેમ અનેક પ્રકારની ઔષધીથી દીપ્ત મહાન મેરુ પર્વત બધા પર્વતોમાં શ્રેષ્ઠ છે તેવી જ રીતે બહુશ્રુત પણ બધા સાધુઓમાં શ્રેષ્ઠ છે. [૩પ૭] જેમ સદા અક્ષય જલપૂર્ણ સ્વયંભૂરમણસમુદ્ર અનેક રત્નોથી પરિપૂર્ણ છે તેમ જ બહુશ્રુત પણ અક્ષય જ્ઞાનથી પરિપૂર્ણ હોય છે. [358] સમુદ્ર જેવો ગંભીર, કષ્ટરહિત, અવિચલિત, અપરાજેય, વિપુલ શ્રુતજ્ઞાન પૂર્ણ ત્રાતા એવા બહુશ્રુત મુનિ કર્મોનો ક્ષય કરીને ઉત્તમ ગતિ પામ્યા છે. [35] મોક્ષનો શોધક મુનિ શ્રતનો આશ્રય લે થી તે પોતાને અને બીજાને પણ સિદ્ધિ પ્રાપ્ત કરાવી શકે. - એમ હું તમને કહું છું. | અધ્યયન-૧૧-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન 12 હરિકેશીય) [360-361] હરિકેશબલ ચંડાલ કુલમાં જન્મ્યા હતા. છતાં જ્ઞાનાદિ ઉત્તમ ગુણોવાળા જિતેન્દ્રિય ભિક્ષ હતા. ઇય, એષણા, ભાષા, ઉચ્ચાર, આદાનનિક્ષેપ આ. પાંચ સમિતિઓ માટે યત્નશીલ સમાધિસ્થ સંયમી હતા. [362-363] મન, વાણી, કાયાથી ગુપ્ત, જિતેન્દ્રિય મુનિ ભિક્ષા માટે યજ્ઞમંડપમાં ગયા ત્યાં બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા. તપથી તેમનું શરીર કૃશ થયું હતું. તેમના સાધનો પણ જીર્ણ શીર્ણ- મલિન હતાં. આ સ્થિતિમાં મુનિને આવતા જોઈ અનાર્યોએ તેમની હાંસી કરી. | [364-369] જાતિના મદવાળા, હિંસક, અજિતેન્દ્રિય, અબ્રહ્મચારી અને અજ્ઞાની લોકોએ આમ કહ્યું. ભયંકર રૂપવાળો, કાળો, વિકરાળ, બેડોળ ચપટી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103