Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 19
________________ 190 ઉત્તરઝય- 287 [87-88] રાજ આદિ શાસકવર્ગીય લોકો દ્વારા કરેલા અભિવાદન, સત્કાર અને નિમંત્રણને જે કોઈ અન્ય ભિક્ષુ સ્વીકાર કરે છે, તેની મુનિ સ્પૃહા ન રાખે. અનુત્કર્ષનિરહંકારની વૃત્તિવાળા, અલ્યઈચ્છાવાળા, અજ્ઞાતકુળોથી ભિક્ષા લેનારા, અલોલુપ ભિક્ષુ રસોમાં આસક્ત ન બને. પ્રજ્ઞાવાન સાધુ બીજાનું સમ્માન જોઈ અનુતાપ ન કરે. [890 મેં ખરેખર પૂર્વકાળમાં અજ્ઞાનરૂપ ફળ દેવાવાળા અપકર્મ કર્યા છે, જેનાથી હું કોઈ દ્વારા કોઈ પણ વિષયમાં પૂછવથી કંઈ પણ ઉત્તર દેવાને સમર્થ નથી. અજ્ઞાનરૂપ ફળ દેવાવાળા પૂર્વક કર્મ પરિપક્વ થવાથી ઉદયમાં આવે છે. આ પ્રકારે કર્મના વિપાકને જાણી મુનિ પોતાને આશ્વાસન આપે 9i1-92] “હું વ્યર્થમાં જ મૈથુનાદિ સાંસ્પરિક સુખોથી વિરક્ત થયો, ઈન્દ્રિય અને મનના સંવરણ ક્ય, કારણ કે ધર્મ કલ્યાણકારી છે કે પાપકારી છે, આ હું પ્રત્યક્ષ તો કંઈ જોઈ શકતો નથી.”-એવું મુનિ ન વિચારે. “તપ અને ઉપધાનનો સ્વીકાર કરું છું, પ્રતિમાઓનું પણ પાલન કરી રહ્યો છું. આ પ્રકારે વિશિષ્ટ સાધનાપથ પર વિચરવા છતાં મારા જ્ઞાનાવરણાદિ કર્મોના આવરણો દૂર થતાં નથી.” એવું ચિંતન ન કરે. 9i3] નિશ્ચયથી જ પરલોક નથી, તપસ્વીની દ્ધિ પણ નથી અથવા હું તો ધર્મના નામ પર ઠગાઈ ગયો છું.”- એવું ભિક્ષુ ચિંતન ન કરે. 9i4] પૂર્વકાળમાં જીન થયા હતા. વર્તમાનમાં જીન છે અને ભવિષ્યમાં જીન થશે એવું જે કહે છે તે ખોટું બોલે છે"- ભિક્ષુ એવું ચિન્તન ન કરે. [85] કાશ્યપ-ગોત્રીય ભગવાન મહાવીરે આ બધા પરીષહોનું પ્રરૂપણ કર્યું છે. તેને જાણી ક્યાંય કોઈ પણ પરીષહથી આક્રાન્ત થવાથી ભિક્ષુ તેથી પરાજીત ન થાય. એમ હું (તમને) કહું છું. અધ્યયન ર ની મુને દીપરતસાગરે કહેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૩) [9] આ સંસારમાં પ્રાણીઓ માટે ચાર પરમ અંગ દુર્લભ છે. મનુષ્યત્વ, સમનું શ્રવણ, શ્રદ્ધા અને સંયમમાં પુરૂષાર્થ. [7-101] નાના પ્રકારના કર્મો કરી, નાનાવિધ જાતિઓમાં ઉત્પન્ન થઈ, પૃથફપૃથક રૂપથી પ્રત્યેક સંસારી જીવ સમસ્ત વિશ્વને સ્પર્શ કરી લે છે અથવા સમગ્ર વિશ્વમાં સર્વત્ર જન્મ લે છે. પોતાના કરેલા કર્મોના અનુસાર જીવ ક્યારેક દેવલોકમાં ક્યારેક નરકમાં અને ક્યારેક અસુર નિકાયમાં જાય છે જન્મ લે છે. આ જીવ ક્યારેક ક્ષત્રિય, ક્યારેક ચાંડાલ, ક્યારેક બોક્કસ-વર્ણસંકર તો કોઈ વખતે કંથવો અને કીડી થાય છે. જેવી રીતે ક્ષત્રિય લોકો ચિરકાળ સુધી સમગ્ર ઐશ્વર્ય અને સુખસાધનો ઉપભોગ કરવા છતાં પણ નિર્વેદ-વિરક્તિને પ્રાપ્ત થતાં નથી, તેવી રીતે કમોથી મલિન જીવ અનાદિ કાળથી આવર્ત સ્વરૂપ યોનિચક્રમાં ભ્રમણ કરવા છતાં પણ સંસાર દશાથી નિર્વેદ પામતા નથી, જન્મ-મરણના ચક્રથી મુક્ત થવાની ઇચ્છા કરતા નથી. કમના સંગથી અતિ મૂઢ, દુઃખિત અને અત્યંત વેદનાથી યુક્ત પ્રાણી મનુષ્યતર યોનિમાં જન્મ લઈ ફરી-ફરી વિનિઘાત-ત્રાસ પામે છે. [102-105 કાલક્રમના અનુસાર કદાચ મનુષ્યગતિનિરોધક કમોંના ક્ષય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103