Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ 188 ઉત્તરજઝ - 253 [પ૩-૫૪] અસંયમથી અરુચિ રાખવાવાળા લજ્જાવાનું સંયમી ભિક્ષુ પ્યાસથી પીડિત થાય તો પણ શીતોદક-સચિત્ત પાણીનું સેવન ન કરે. પરંતુ અચિત્ત પાણીની શોધ કરે. આવાગમનથી શૂન્ય એકાંત નિર્જન માર્ગોમાં પણ તીવ્ર પ્યાસથી વ્યાકુળ થાય. અત્યંત ગળું સુકાતું હોય તો પણ મુનિ અદિનિભાવથી તરસના કષ્ટને સહન કરે. [પપ-પ૬] વિરક્ત અને અનાસક્ત થઈ વિચરતા થકા મુનિને શીતકાળમાં શીતનું કષ્ટ થાય જ છે. તો પણ આત્મજયી જિન-શાસનને સમજીને પોતાની યથોચિત મર્યાદાઓનું અથવા સ્વાધ્યાયાદિના પ્રાપ્ત કાળનું ઉલ્લંઘન ન કરે. ઠંડી લાગવાથી મુનિ એવું ન વિચારે કે મારી પાસે ટાઢ-નિવારણ માટે યોગ્ય મકાન કે શરીરને ઠંડીથી બચવા કંબલ આદિ વસ્ત્ર પણ નથી. તો હું શા માટે અગ્નિનું સેવન ન કરું? [5758] ગરમભૂમિ, શિલા અને લૂ આદિના પરિતાપથી, તરસની બ્રહથી, ગ્રીષ્મકાલીન સૂર્યના પરિતાપથીઅત્યંત પીડિત થવાથી પણ મુનિ શાતા માટે પરિદેવના-આકુળતા ન કરે. ગરમીથી પરેશાન થાય તો પણ મેધાવી મુનિ જ્ઞાનની ઇચ્છા ન કરે. પાણીથી શરીરને સિંચિત ન કરે. પંખા આદીથી હવા ન કરે. પ૯-૬ મહામુનિ ડાંસ તથા મચ્છરનો ઉપદ્રવ થવાથી પણ સમભાવ રાખે. જેવી રીતે હાથી યુદ્ધના મોરચા પર બાણોની પરવાહ કર્યા વગર શત્રુઓને હણે છે. તેવી રીતે મુનિ પણ પરીષહોની પરવાહ બિલકુલ ન કરતાં રાગદ્વેષરૂપી અંતરંગ શત્રુઓને હણે. ડાંસમચ્છર પરીષહનો વિજેતા સાધક ડાંસમચ્છરોથી ઉદ્વિગ્ન ન થાય, તેને હટાવે નહીં, તેના પ્રતિ મનમાં દ્વેષ પણ ન લાવે. માંસ અને લોહી પીનાર ડાંસ મચ્છરોની ઉપેક્ષા કરે, તેને મારે નહીં. [61-62) “વસ્ત્રો અતિ જીર્ણ થઈ જવાથી હવે હું અચેલક નિગ્ન થઈ જઈશ અથવા નવા વસ્ત્ર ફરી મળશે તો હું પાછો ચેલક થઈ જઈશ” એવું મુનિ ન વિચારે. વિભિન્ન અને વિશિષ્ટ પરિસ્થિતિઓના કારણે મુનિ ક્યારે અચેલક થાય છે અને ક્યારે સલક થાય છે. એ બંને સ્થિતિઓ યથાપ્રસંગ સંયમધર્મ માટે હિતકારી છે”- એમ સમજીને મુનિ ખેદ ન કરે. [63-64 એક ગામથી બીજે ગામ વિચરતાં અકિંચન-લોભરહિત અણગારના મનમાં સંયમના પ્રતિ ક્યારેય અરતિ કે અરચિ ઉત્પન્ન થાય તો તે પરીષહને સહન કરે. વિષયાસક્તિથી વિરક્ત રહેવાવાળા, આત્મભાવની રક્ષા કરવાવાળા, ધર્મમાં રમણ કરવાવાળા, આરંભ-પ્રવૃત્તિથી દૂર રહેવાવાળા નિરારંભી મુનિ અરતિનો પરિત્યાગ કરી ઉપશાંત ભાવથી વિચરે. [-6] લોકમાં જે સ્ત્રીઓ છે, તે પુરુષો માટે આસક્તિ છે.' એમ જે જાણે છે તેનું શ્રમણપણું-સાધુત્વ સુકત અર્થાત્ સફળ થાય છે. બ્રહ્મચારી માટે સ્ત્રીઓ પંકકીચડ સમાન છે.' મેધાવી મુનિ આ વાતને સમજીને કોઈપણ પ્રકારે સંયમી જીવનનો વિનિપાત ન થવા દે. પરંતુ આત્મસ્વરૂપની શોધમાં વિચરે. [7-68] શુદ્ધ ચયથી પ્રશંસિત મુનિ એકાકી જ પરીષહોને પરાજીત કરી ગામ, નગર, નિગમ અથવા રાજધાનીમાં વિચરણ કરે. ભિક્ષુ ગૃહસ્થનો પરિચય રાખ્યા વગર વિચરે અને પરિગ્રહ ન રાખે. ગૃહસ્થોથી અનાસક્તપણે અને ગૃહબબંધનથી રહિત થઈને વિચરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103