Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 16
________________ અધ્યયન-૧ 187 શિષ્ય ગુરુ દ્વારા પ્રેરિત ન થવા પર પણ કાર્ય કરવા માટે સદા તત્પર રહે છે. પ્રેરણા થવાથી તો તત્કાળ યથોપદિષ્ટ કાર્ય સારી રીતે સંપન્ન કરે છે. 45] વિનયના સ્વરૂપને જાણીને જે મેધાવી શિષ્ય વિનમ્ર બની જાય છે. તેની લોકમાં કીર્તિ થાય છે. જેમ પૃથ્વી પ્રાણીઓ માટે આધારરૂપ હોય છે તેવી રીતે યોગ્ય શિષ્ય સમય પર ધમચરણ કરવાવાળા માટે આધારરૂપ બને છે. [46-47 પહેલાં જ શિષ્યના વિનયભાવથી પરિચિત, સંબુદ્ધ પૂજ્ય આચાર્ય તેના પર પ્રસન્ન થઈ તેને તેના અર્થગંભીર વિપુલ શ્રુતજ્ઞાનને લાભ કરાવે છે. તે શિષ્ય પૂજ્યશાસ્ત્ર હોય છે (અથતું તેનું શાસ્ત્રીય જ્ઞાન જનતામાં સમ્માનિત થાય છે.) તેના બધા સંશય ઓછા થઈ જાય છે. તે ગુરુના મનને પ્રિય થાય છે. તે કર્મસંપદાથી અથવા સાધુ સમાચારોથી યુક્ત હોય છે. તે તપ સમાચારી અને સમાધિથી સંપન્ન હોય છે. એ રીતે પાંચ મહાવ્રતોનું પાલન કરી તે મહાન તેજસ્વી થાય છે. [48] તે દેવ, ગંધર્વ અને મનુષ્યથી પૂજીત વિનયી શિષ્ય મલપંકથી અશુચિ નિર્મિત આ દેહનો ત્યાગ કરી શાશ્વત સિદ્ધ થાય છે અથવા અલ્પ કર્મવાળા મહાન ઋદ્ધિસંપન્ન દેવ થાય છે. એમ હું તમને કહું છું. અધ્યયનઃ ૧ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂરી (અધ્યયન-ર પરીષહપ્રવિભક્તિ) [49] આયુષ્યમાનું ! ભગવાને આ પ્રકારે કહ્યું છે તેમ મેં સાંભળેલ છે. શ્રમણના જીવનમાં બાવીશ પરિષહ હોય છે. જે કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવાન મહાવીર દ્વારા પ્રવેદિત છે. જેને સાંભળીને, જાણીને, અભ્યાસ દ્વારા પરિચિત કરીને પરાજીત કરીને, ભિક્ષાચય માટે વિચરતા થકા મુનિઓએ પરીષહોથી પૃષ્ટ-આક્રાન્ત થઈને વિચલિત. થવાનું નથી. કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવાન મહાવીરે કયા બાવીશ પરિષહ કહ્યા છે જે પરીષહોને સાંભળીને, જાણીને, અભ્યાસ દ્વારા પરિચય કરીને પરાજીત કરીને, ભિક્ષા માટે વિચરતા થકા મુનિ તેનાથી પૃષ્ટ-આક્રાન્ત થવાથી પણ વિચલિત થતા નથી ? શ્રી કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવાન મહાવીરે ફરમાવેલા બાવીસ પરીષહોને સાંભળીને, જાણીને અભ્યાસ દ્વારા પરિચિત કરીને, પરાજીત કરીને, ભિક્ષા માટે વિચરતા થકા મુનિ તેનાથી સૃષ્ટ-આક્રાન્ત થઈને વિચલિત થતા નથી. તે પરીષહ આપ્રકારે. સુધા, પિપાસા, શીત, ઉષ્ણતા, ડાંસ-મચ્છર, અચેલ, અરતિ, સ્ત્રી, ચય નિષદ્યા, શવ્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણ-સ્પર્શ, મેલ, સત્કારપુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને દર્શન. [50] કાશ્યપ ગોત્રીય ભગવાન મહાવીરે પરીષહોના જે ભેદો બતાવ્યા છે તે હું તમને અનુક્રમથી કહું છું તે સાંભળો! [પ૧-૫૨] ભૂખથી પીડિત થાય તો પણ મનોબળથી યુક્ત તપસ્વી ભિક્ષુ ફળઆદિનું સ્વયે છેદન ન કરે, બીજા પાસે છેદન ન કરાવે, તે ન પોતે પકાવે અને ન અન્ય દ્વારા પકાવે, લાંબી ભૂખ સહન કરવાને કારણે કાગડાની જાંઘ સમાન શરીર દુબળ થઈ જાય, કૃશ થઈ જાય, ધમણિયો સ્પષ્ટ નજર આવવા લાગે તો પણ અશન અને પાનરૂપ આહારની માત્રાને જાણવાવાળા સાધક અન્યભાવથી વિચરણ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103