Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 18
________________ અધ્યયન-૨ 189 [69-70] સ્મશાનમાં, સૂના ઘરમાં અને વૃક્ષના મૂળમાં એકાકી મુનિ અચપળ ભાવથી બેસે. આસપાસના અન્ય કોઈ પ્રાણીને કષ્ટ ન આપો. ઉક્ત સ્થાનોમાં બેસતાં જો ક્યારે પણ કોઈ ઉપસર્ગ આવી જાય તો તેને સમભાવથી ધારણ કરે કે આ મારા અજર-અમર આત્માને કંઈ પણ ક્ષતિ થવાની નથી. અનિષ્ટની શંકાથી ભયભીત થઈ ત્યાંથી ઊઠી અન્યસ્થાન પર ન જાય. [71-72] ઊંચી-નીચી શવ્યાના કારણે તપસ્વી અને સક્ષમ ભિક્ષ, સંયમમર્યાદાનો ભંગ ન કરે પાપ દ્રષ્ટિવાળા સાધુ જ હર્ષ-શોકથી અભિભૂત થઈ મર્યાદાને તોડે છે. પ્રતિરિક્ત બાધાથી રહિત એકાન્ત ઉપાશ્રય મેળવી ભલે સારું હોય કે ખરાબ, તેમાં મુનિએ સમભાવથી વિચાર કરી રહેવું જોઈએ કે આ એક રાત શું કરશે? અથવા એટલેથી મને શું સુખદુઃખ થઈ જવાનું છે? 73-74] જે કોઈ, ભિક્ષુને ગાળ આપે તો તેના પ્રતિ ક્રિોધ ન કરે. ક્રોધ કરવાવાળા અજ્ઞાનીઓ જેવા હોય છે. એટલે ભિક્ષુ આક્રોશ-કાળમાં સંજવલત ન થાય, ક્રોધિત ન થાય. ઘરુણ (અસહ્ય) ગ્રામકંટક-કાંટાની જેમ ભોંકવાવાળી કઠોર ભાષાને સાંભળીને મૌન રહે, ઉપેક્ષા કરે, તેને મનમાં પણ ન લાવે.. [75-76] મારવાથી, પીટવાથી ભિક્ષ ક્રોધ ન કરે અને બીજી દુભાવનાઓથી મનને પણ દૂષિત ન કરે. તિતિક્ષા-ક્ષમાને સાધનાનું શ્રેષ્ઠ અંગ જાણી. મુનિધર્મનું ચિંતન કરે. સંયમ અને દાન્ત-ઈન્દ્રિયજય શ્રમણને જો કોઈ ક્યાંય મારે તો તેણે એમ ચિંતન કરવું જોઈએ કે આત્માનો નાશ થવાનો નથી. [77-78] વાસ્તવમાં અણગાર ભિક્ષુની આ ચય હમેશાં દુષ્કર જ હોય છે. કારણ કે તેને વસ્ત્ર, પાત્ર, આહારાદિ બધું યાચનાથી મળે છે, તેની પાસે કંઈ પણ અયાચિત હોતું નથી. ગોચરી માટે ઘરમાં પ્રવિષ્ટ સાધુને ગૃહસ્થની સામે હાથ લાંબો કરવો તે સરલ નથી માટે ગૃહવાસ જ શ્રેષ્ઠ છે એવું મુનિ ચિંતન ન કરે. [૭૯-૮૦ને ગૃહસ્થોના ઘરોમાં ભોજન તૈયાર થઈ જવાથી આહારની એષણા કરે. આહાર થોડો મળે અથવા ક્યારેક ન પણ મળે પણ સંયમી મુનિ તેના માટે અનુતાપ ન કરે. આજે મને કંઈ મળ્યું નહીં, સંભવ છે કે કાલ મળી જાય' - જે એમ વિચાર કરે તેને અલાભ કષ્ટ દેતો નથી. 681-82] કર્મોના ઉદયથી રોગ ઉત્પન્ન થાય છે એવું જાણી વેદનાથી પીડિત થવાથી પણ દીન ન બને. વ્યાધિથી વિચલિત પ્રજ્ઞાને સ્થિર રાખે અને પ્રાપ્ત પીડાને સમભાવથી સહન કરે. આત્મગવેષક મુનિ ઔષધિનું અભિનંદન ન કરે, સમાધિપૂર્વક રહે એ જ એનું સાધુપણું છે કે તેને રોગ ઉત્પન્ન થવાથી ચિકિત્સા ન કરે, ન કરાવે. [83-84] અચલક અને રૂક્ષશરીરી સંયત તપસ્વી સાધુને ઘાસ પર સૂવાથી. શરીરને કષ્ટ થાય છે. ગરમીમાં, ઘાસ પર સૂવાથી બહુ વેદના થાય છે એમ જાણીને તૃણ-સ્પર્શથી પીડિત મુનિ વસ્ત્ર ધારણ કરતા નથી. [85-86 ગ્રીષ્મ ઋતુમાં મેલથી, રજથી અથવા પરિતાપથી શરીર લિપ્ત થઈ જવાથી મેધાવી મૂનિ શાતા માટે પરિદેવનાવિલાપ ન કરે. નિર્જરાર્થી મુનિ અનુત્તર ધર્મ ને મેળવીને શરીર-વિનાશની અંતિમ ક્ષણો સુધી શરીર પર મેલને રહેવા દે અને તેને સમભાવથી સહન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103