Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ 185 અધ્યયન-૧ [12] જેમ દુર્બળ ઘોડાને વારંવાર ચાબુકની જરૂર પડે છે. તેમના શિષ્ય ગુરુના વારંવાર આદેશ વચનોની અપેક્ષા ન કરે. કારણકે ઉત્તમ શિક્ષિત ઘોડી ચાબુકને જોઈને જ ઉન્માર્ગને છોડી દે તેવી રીતે યોગ્ય શિષ્ય ગુરુના સંકેત માત્રથી પાપકર્મ છોડી દે. [13-14] આજ્ઞામાં ન રહેવાવાળા, વગર વિચાર્યું કંઈ ને કંઈ બોલવાવાળા, અવિનીત શિષ્ય મૃદુ સ્વભાવવાળા ગુરુને પણ ક્રોધી બનાવી દે છે અને ગુરુના મનોનુકૂલ ચાલવાવાળા તથા પટુતાથી કાર્ય સંપન્ન કરવાવાળા શિષ્ય જલદી જ કુપિત થવાવાળા ગુરુને પણ પ્રસન્ન કરી દે છે. (વળી વગર પૂછ્યું કંઈ પણ ન બોલે. પૂછવાથી પણ અસત્ય ન કહે, અને ક્યારેય પણ ક્રોધ આવી જાય તો ક્રોધને આગળ ન વધારી ત્યાં જ તેને શાંત કરે છે તથા આચાર્યની પ્રિય અને અપ્રિય બંને શિક્ષાઓને ધારણ કરે છે. [૧પ-૧૬] આત્મા પરની વિજયપ્રાપ્તિ કઠિન છે છતાં આત્મા પર વિજય પ્રાપ્તકરવો જ જોઈએ. આત્મવિજેતાજ આ લોક અને પરલોકમાં સુખી થાય છે. શિષ્ય એમ વિચાર કરે કે બંધન અને વધના દ્વારા બીજાથી દમાતો હોઉં તેના કરતાં હું પોતે જ સંયમ અને તપદ્વારા આત્મા પર વિજય પ્રાપ્ત કર્યું. એ વધારે સારું છે. [17] બધાની સમક્ષ અથવા એકાંતમાં વાણીથી અથવા કર્મથી ક્યારેય પણ આચાર્યને પ્રતિકૂળ આચરણ નહીં કરવું જોઈએ. [18-19] આચાર્યોની બરાબર ન બેસે. આગળ ન બેસે. પીઠની પાછળ ન બેસે, ગુરુની અતિ નજીક ગોઠણથી ગોઠણનો સ્પર્શ થાય એમ ન બેસે. સંથારામાં બેઠાં બેઠાં જ ગુરુના કથિત આદેશોનો સ્વીકૃતિરૂપ ઉત્તર ન આપે ગુરુની સમક્ષ પલાંઠી વાળી બેસવું નહીં, બંને હાથોથી શરીરને બાંધીને કે પગોને ફેલાવીને પણ બેસવું નહીં. [20-21 ગુરુના કૃપાભાવને ઈચ્છાવાળા મોક્ષાર્થી શિષ્ય, કોઈ પણ સ્થિતિમાં આચાર્યને બોલ સાંભળી મૌન રહીને નિરંતર તેની સેવામાં ઉપસ્થિત રહે. ગુરુ એકવાર અથવા અનેકવાર બોલાવે તો બુદ્ધિમાન શિષ્ય ક્યારેય પણ બેસી ન રહે, પરંતુ આસન છોડી તેમના આદેશનો યત્નાપૂર્વક સાવધાનતાથી અમલ કરે. [22-23 આસન અથવા શયામાં બેઠા બેઠા ક્યારે પણ ગુરુને કોઈ વાત ન પૂછે, પરંતુ તેમની સામે આવી ઉત્કટ આસને બેસી અને હાથ જોડીને જે પણ પૂછવું હોય તે પૂછે. વિનીત શિષ્ય આ પ્રકારે વિનીત સ્વભાવે પૂછે તો ગુરુ, સૂત્ર, અર્થ અને તદુભયબંનેનું યથાશ્રુત (કૃત અનુસાર) નિરૂપણ કરે. 24-25] ભિક્ષુ અસત્યનો પરિહાર કરે, નિશ્ચયાત્મક ભાષા ન બોલે, ભાષાના. અન્ય પરિહાસ તથા સંશય આદિ દોષોને પણ છોડે, માયાનો સદા પરિત્યાગ કરે. કોઇના પૂછવાથી પણ પોતાના માટે, બીજાના માટે અથવા બંનેને માટે પાપકારી ભાષા ન બોલે, નિરર્થક ન બોલે, મર્મભેદક વચન પણ ન કહે. [26] લુહારની શાળામાં, ઘરોમાં, ઘરોની વચ્ચેની ગલીમાં અને રાજમાર્ગમાં એકલા મુનિ એકલી સ્ત્રી સાથે ઊભા ન રહે, તથા વાત ન કરે. | [27-29] પ્રિય અથવા કઠોર શબ્દોથી આચાર્ય મારા પર જે અનુશાસન કરે છે, તે મારા લાભ માટે છે' - એવો વિચાર કરી યત્નપૂર્વક તેના અનુશાસનનો સ્વીકાર કરે. આચાર્યનું પ્રસંગોચિત કોમલ અથવા કઠોર અનુશાસન દુષ્કતનો નિવારક થાય છે. આ અનુશાસનને બુદ્ધિમાન શિષ્ય હિતકર માને છે. પરંતુ અયોગ્ય વ્યક્તિ માટે તે જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103