Book Title: Agam Deep 43 Uttarazzayanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ [184 नमो नमो निम्मल देसणस्स પંચગણધર શ્રી સુધમ સ્વામિને નમઃ unusuri 43 | ઉત્તરઝયણું ચોથું મૂળસૂત્રગુર્જરછાયા Daa છે (અધ્યયન-નવિનયકૃત) [1] જે સાંસારિક સંયોગો અથાત્ બંધનોથી મુક્ત છે. અસાર ભિક્ષુ છે. તેના વિનયધર્મનું અનુક્રમથી નિરૂપણ કરું છું. તેને ધ્યાનપૂર્વક મારી પાસે સાંભળો. [2-3] જે ગુરુની આજ્ઞાનું પાલન કરે છે. ગુરુના સાનિધ્યમાં રહે છે. ગુરૂના ઈગિતઆકાર અથાત્ સંકેત અને મનોભાવી જાણે છે, તે વિનીત કહેવાય છે. જે ગુરુની આજ્ઞાનું પાલન નથી કરતા, ગુરુના સાનિધ્યમાં નથી રહેતા, ગુરુને પ્રતિકૂળ આચરણ કરે છે, તે અસંબુદ્ધ અણસમજુ અવિનીત કહેવાય છે. [4-6) જેવી રીતે સડેલા કાનવાળી કૂતરીને ધૃણાની સાથે સર્વ સ્થાનોમાંથી કાઢી મૂકવામાં આવે છે. તેવી રીતે દુરશીલ અને અયોગ્ય આચરણ કરવાવાળા, વાચાળ શિષ્યને પણ સર્વ જગ્યાએથી કાઢી મૂકવામાં આવે છે. જેવી રીતે ડુક્કર ભાત આદિ સાર ખોરાક છોડીને વિષ્ઠા ખાય છે તેવી રીતે પશુબુદ્ધિ મૃગની જેમ અજ્ઞાની શિષ્ય, શીલ-સદાચારને છોડીને દુશીલ-દુરાચારમાં રમણ કરે છે. પોતાનું હિત ઈચ્છવાવાળા ભિક્ષને, સડેલા કાનવાળી કૂતરી અને વિષ્ઠા ખાનાર સુવરની સમાન, દુશીલથી મનુષ્યને ન શોભે તેવી હીનસ્થિતિ થાય છે, એમ સમજીને વિનયધર્મને અંગીકાર કરવો. [7] જેનાથી શીલની પ્રાપ્તિ થાય છે એવા વિનયનું આચરણ મનુષ્ય કરવું જોઈએ. એ બુદ્ધપુત્ર છે- મોક્ષાર્થી શિષ્ય છે, તેને ક્યાંથી પણ કાઢી મૂકવામાં નહીં આવે. [8] શિષ્ય પ્રજ્ઞાવંત ગુરજનોની પાસે હંમેશા પ્રશાંત ભાવે રહેવાચાળ ન બને, અર્થપૂર્ણ પદોને શીખે અને નિરર્થક વાતો છોડી દે. [] ગુર દ્વારા અનુશાસિત હોવાથી સમજદાર શિષ્ય ક્રોધ ન કરે, ક્ષમાની. આરાધના કરે, શાંત રહે. ક્ષુદ્ર વ્યક્તિઓના સંપર્કથી દૂર રહે, તેની સાથે હંસી મજાક અને અન્ય કોઈ ક્રીડા પણ ન કરે. [10-11] શિષ્ય આવેશમાં આવી કોઈ ચાંડાલિક આવેશમલક અપકર્મ ન કરે. ખોટી ચર્ચા ન કરે. અધ્યયનકાલમાં અધ્યયન કરે અને ત્યારબાદ એકાન્તમાં રહી ધ્યાન ધરે. આવેશવશ જે શિષ્ય કોઈ ચાંડલિક-ખોટો વ્યવહાર પણ કરી બેસે તો તેને કદી પણ છુપાવે નહીં. કરેલું હોય તો કરેલું કહે અને ન કરેલું હોય તો ન કરેલું કહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103