________________
२०
રાગ કરતાં ત્યાગ ઊંચા છે. ત્યાગ વિના જીવનના સાચેા ઉત્કર્ષ સાધી શકાતા નથી. અક્ષય, અનંત અને અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરી શકાતું નથી. ત્યાગ.... સત્યાગ વિના શાશ્વત અને અપ્રતિમ સુખ મેળવી શકાતું નથી. આ પવિત્ર ભાવનાથી પિતાએ પુત્રવાત્સલ્યના, માતાએ મમતાને ત્યાગ કર્યો અને પેાતાના પુત્રને શ્રી જૈનશાસનના ચરણે સમર્પણ કર્યાં. દીક્ષા અર્થે હર્ષોલ્લાસપૂર્વક અંતઃકરણના ભાવભીના આશીર્વાદપૂર્વક અનુમતિ આપી. તેમની વિ. સ. ૨૦૨૪ ના વૈશાખ સુદ-ત્ ને શનિવાર તા. ૪-૫-૬૮ ના મ ́ગલ દિવસે ૫. પૂ. આ શ્રી વિજયન'દનસૂરીશ્વરજી મ. સા. તથા પૂ. આ. શ્રી વિજયમેરુપ્રભસૂરીશ્વરજી મ. સા. આદિ વિપુલ મુનિમંડળની શુભ નિશ્રામાં દીક્ષા થયેલ. તેઓએ પારમેશ્વરી પ્રત્રજ્યાના પુનિત પથે પ્રયાણ કર્યુ. સસારી શશિકાન્ત પૂ. આ. શ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મ. સા. ના શિષ્ય મુનિ સિંહસેનવિજય તરીકે જાહેર થયા. તે વ્યકિત મટી સમષ્ટિ અન્યા.
ધમ એ છે જે જીવનના દરેક ક્ષેત્રને પવિત્ર મનાવે છે, ધર્મ એ સુગધી છે, તે જ્યાં હોય ત્યાં મીઠી સૌરભથી વાતાવરણ મહેકી ઊઠે છે.
જીવનમાં ધમ પ્રેરનાર ને ઉજ્જવળ કરનાર સાધક પૂર્વ શ્રમણ ભગવડતાને કાર્ટિશઃ વ′દના હૈ। ....! !!....!!!
શા, વાડીલાલ કેશવલાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org