________________
૧૯,
હતો. પરિણામે કેલેજના ત્રીજા વર્ષની પરીક્ષા બાદ વ્યાવહારિક અભ્યાસને તિલાંજલિ આપી, ધાર્મિક અભ્યાસમાં આગેકૂચ કરી.
તેમના જીવન ગ્રંથનું એક બીજું ઉજજવળ પ્રકરણ પણ ભૂલી શકાય તેમ નથી અને તે છે સત્સંગ. સરિતાનું સુમધુર જળ સાગરમાં જઈ ખારું કેમ થઈ જાય છે ? અમૃત જેવું મીઠું દૂધ ખટાશને સ્પર્શ થતાં ફાટી કેમ જાય છે? તેને ઉત્તર “સંતના રાષ-મુળ મવનિત્ત!” એ સંગતિનું પરિણામ છે. વિ. સં. ૨૦૧૨માં પૂ. પં. શ્રી મેરુવિજયજી ગણિ. (હાલ પૂ. આ. શ્રીવિજય મેરુપ્રભસૂરીશ્વરજી મ. સા.) તથા પં. શ્રી દેવવિજયજી ગણિ. તથા તેમના શિષ્યરત્ન મુનિ શ્રી હેમચંદ્રવિજયજી મ. સા. આદિ ઠાણું ચાતુર્માસ બિરાજમાન હતા. તે સમયે તેઓશ્રીજીના અહર્નિશ સમાગમમાં આવ્યા. પારસમણિના સ્પર્શ ભાઈ શશિકાન્તના જીવનને કંડારવામાં ઘણે અને વધુ મહત્વને ફાળો આપે. તેઓશ્રીજીની અમૃતમય વાણીએ ઉપદેશ અને પત્રો દ્વારા ખૂબ ખૂબ સિચન કરેલ. સંસારની અનિત્યતા સમજાવી ત્યાગધર્મની પુષ્ટિ કરી.
બહારથી માનવી ભલે દીન-હીન અને દુર્બળ દેખાય પરંતુ ઘણી વખત તેનું અંતશ્કરણ આમિક ઋદ્ધિ-સિદ્ધિથી સમૃદ્ધ, ઉન્નત અને સબળ હોય છે. તેમના જીવનમાં પણ એકાગ્રતા, ભકિત, શ્રદ્ધા, સાહસ, ક્ષમા, ધેય, સહિષ્ણુતા, વિનય–વિવેક અને અનાસક્તિ વગેરે ગુણે વણાયેલા હતા. પરિણામે સાધકજીવનના માર્ગે પ્રસ્થાન કરતાં તેમને કોણ રોકી શકે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org