Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
થાય છે કે આ શબ્દ પ્રયોગ તપનો મહિમા પ્રદર્શિત કરવા માટે નથી, કારણ કે તપના ભેદ-પ્રભેદનું વર્ણન પછીની ગાથામાં પણ ચાલુ જ છે. ખરેખર મખચ્છિથશબ્દ ઈન્ગરિક તપના છઠ્ઠા ભેદરૂપ પ્રકીર્ણકતપનું સ્વરૂપદર્શક વિશેષણ છે. શ્રેણીતા વગેરે પાંચ તપની એક ચોક્કસ પદ્ધતિ છે પરંતુ છઠ્ઠ પ્રકીર્ણક તપ પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તે રીતે થઈ શકે છે.
છત્રીસમાં અધ્યયનની અગિયારમી-બારમી ગાથાના અનુસંધાનમાં વિશેષ અધ્યયન અને વિચારણાપૂર્વક નિર્ણય લેવામાં આવ્યો છે. તે ગાથાઓમાં સ્કંધ અને પરમાણુનું ક્ષેત્રથી કથન કરવાનો પ્રસંગ છે. ગાથા-૧૧ના અંતિમ બેચરણમાં સૂત્રકારે કહ્યું છે કે પુદ્ગલ દ્રવ્ય લોકના એક દેશમાં અને સમગ્ર લોકમાં ભજનાથી હોય છે. ગાથા-૧રના પ્રથમ બે ચરણમાં તે જ વિષયનું સ્પષ્ટીકરણ છે કે તેમાં સૂક્ષ્મ સ્કંધો સમગ્ર લોકમાં છે અને બાદર સ્કંધ લોકના દેશ વિભાગમાં હોય છે. કેટલીક પ્રતોમાં સદુમાં સળંદ ગાથા–૧રના પ્રથમ બે ચરણ પ્રાપ્ત થતા નથી. પરંતુ સ્વાધ્યાયમાળા'માં આ ગાથા પૂર્ણપણે પ્રાપ્ત થાય છે. આ ગાથાના બંને ચરણનો વિષય પ્રસંગના અનુસંધાનમાં યથાર્થ હોવાથી તે મૂળપાઠને અનુસરીને પ્રસ્તુત સંસ્કરણમાં તે ગાથા પૂર્ણપણે સ્વીકારી છે.
સો મઢઢઢ:- અધ્યયન-૩૬, ગાથા ૩૭માં એક સ્પર્શમાં અન્ય વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનનું કથન છે. પરંતુ એક સ્પર્શમાં તેના પ્રતિપક્ષી સ્પર્શને છોડીને અન્ય
છ સ્પર્શનું કથન નથી. શ્રી પ્રજ્ઞાપનાસૂત્ર પદ-૧માં રૂપી અજીવ દ્રવ્યના પ૩૦ ભેદોનું વિસ્તૃત વર્ણન છે. તે પ્રમાણે અહીં પણ એક સ્પર્શમાં અન્ય છ સ્પર્શ ભજનાથી હોઈ શકે છે, તે વિષયને સ્પષ્ટ કર્યો છે.
અંતર સંબંધી વર્ણનમાં સંક્ષિપ્તતાનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. તેને જિજ્ઞાસુ અન્ય શાસ્ત્રના જ્ઞાનથી સમજી શકે છે. વિશેષમાં ત્યાં સમુચ્ચય અનુત્તર વિમાનના દેવોનું અંતર કહ્યું છે પરંતુ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો એકાવતારી હોવાથી તે દેવોનું અંતર હોતું નથી. આ વિષયને પણ પ્રસ્તુત પ્રસંગમાં અન્ય આગમોના આધારે સ્પષ્ટ કર્યો છે.
સિદ્ધશિલાના આકારની સ્પષ્ટતા આકૃતિ દ્વારા કરી છે. સિદ્ધશિલાનો આકાર ઉપરથી સપાટ અને નીચેથી ઊંધા ખોલેલા છત્ર જેવો ગોળાઈવાળો છે. સિદ્ધશિલાની ઉપરી સતહને સીધી-સપાટ સમજવાથી જ ત્યાંથી સિદ્ધક્ષેત્રનું અંતર સર્વત્ર એક