Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રદ્ધા સાથે ઉલ્લેખ થયો છે. સ્વયં ભગવાન મહાવીર પોતાના મુખારવિન્દથી પોતાની પ્રશંસા કેમ કરી શકે? ઓગણત્રીસમા અધ્યયનમાં પ્રશ્નોત્તર શૈલી છે, જે નિર્વાણના સમયે સંભવિત નથી, કેમ કે કલ્પસૂત્રમાં ઉત્તરાધ્યયનને અપૃષ્ઠવ્યાકરણ અર્થાત્ પૂછ્યા વગર કરેલા કથનનું શાસ્ત્ર કહ્યું છે.
કેટલાક આધુનિક ચિંતકોનો એવો પણ મત છે કે ઉત્તરાધ્યયનનાં પહેલા અઢાર અધ્યયન પ્રાચીન છે અને ત્યાર બાદનાં અઢાર અધ્યયન અર્વાચીન છે. પરંતુ પોતાનાં મંતવ્યને સિદ્ધ કરવા માટે તેઓએ પ્રમાણ આપ્યાં નથી.
કેટલાક વિદ્વાનો એમ પણ માને છે કે અઢાર અધ્યયન અર્વાચીન નથી, પરંતુ તેમાંથી અમુક અર્વાચીન હોઈ શકે છે. જેમ કે એકત્રીસમા અધ્યયનમાં આચારાંગ, સૂત્રકૃતાંગ વગેરે પ્રાચીન નામોની સાથે દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ, વ્યવહાર અને નિશીથ જેવા અર્વાચીન આગમોનાં નામ પણ મળે છે. જે શ્રુત કેવળી ભદ્રબાહુ દ્વારા નિર્મૂઢ અથવા કૃત છે. ભદ્રબાહુનો સમય વીરનિર્વાણની બીજી સદી છે, માટે પ્રસ્તુત અધ્યયનની રચના ભદ્રબાહુ પછી જ થઈ હોવી જોઈએ.
અન્તકૃતદશા વગેરે પ્રાચીન આગમ સાહિત્યમાં શ્રમણ શ્રમણીઓના ચૌદપૂર્વ અગિયાર અંગ કે બાર અંગોનાં અધ્યયનનું વર્ણન મળે છે. અંગબાહ્ય અથવા પ્રકીર્ણકસૂત્રનાં અધ્યયનનું વર્ણન ઉપલબ્ધ થતું નથી. પરંતુ ઉત્તરાધ્યયનના અઠયાવીસમા અધ્યયનમા અંગ અને અંગ બાહ્ય એ બે પ્રાચીન વિભાગો સિવાય અગિયાર અંગ પ્રકીર્ણક અને દષ્ટિવાદનો ઉલ્લેખ ઉપલબ્ધ થાય છે. તેથી પ્રસ્તુત અધ્યયન પણ ઉત્તરકાલીન આગમ વ્યવસ્થાની રચના હોવી જોઈએ, અર્થાત્ ઉપાંગ તેમજ પ્રકીર્ણકોની રચના પછી ઉત્તરાધ્યયનનું સંકલન દેવર્કિંગણી ક્ષમાશ્રમણના લેખન સંપાદનના સમયમાં થયું છે.
અઠયાવીસમા અધ્યયનમાં દ્રવ્ય, ણ, પર્યાયની જ સંક્ષિપ્ત પરિભાષાઓ આપવામાં આવી છે, તેવી વ્યાખ્યાઓ પ્રાચીન આગમ સાહિત્યમાં ઉપલબ્ધ નથી. ત્યાં પણ વિવરણાત્મક અર્થની પ્રધાનતા છે આમ આ અધ્યયન અર્વાચીન પ્રતીત થાય
44