Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અંગ્રેજીમાં અનુવાદ કર્યો. તેમાં ઉત્તરાધ્યયન પણ એક છે. તે અનુવાદ સન્ ૧૮૯૫ માં ઑક્સફોર્ડથી પ્રકાશિત થયો. અંગ્રેજી પ્રસ્તાવનાની સાથે ઉત્તરાધ્યયન જાર્લ ચારપેન્ટિયર ઉષ્ણસાલાએ સન્ ૧૯૨૨ માં પ્રકાશિત કર્યું. સન્ ૧૯૫૪ માં આર. ડી વાડેકર અને વૈદ્ય પૂના દ્વારા મૂળગ્રંથ પ્રકાશિત થયો. સન્ ૧૯૩૮માં ગોપાળદાસ જીવાભાઈ પટેલે ગુજરાતી છાયાનુવાદ કર્યો અને સન્ ૧૯૩૪ હીરાલાલ હંસરાજ જામનગરવાળાએ ગુજરાતી અનુવાદ પ્રકાશિત કર્યો. સન્ ૧૯૫ર માં ગુજરાત વિદ્યાસભા અમદાવાદથી ગુજરાતી અનુવાદ ટિપ્પણોની સાથે ૧ થી ૧૮ અધ્યયન પ્રકાશિત થયાં. સન્ ૧૯૫૪માં જૈન પ્રાચ્યવિદ્યાભવન, અમદાવાદથી ગુજરાતી અર્થ તેમજ ધર્મકથાઓની સાથે ૧ થી ૧૫ અધ્યયન પ્રકાશિત થયાં. સંવત ૧૯૯રમાં મુનિ સંતબાલજીએ પણ ગુજરાતી અનુવાદ પ્રકાશિત કર્યો. વીર સંવત ૨૪૪૬માં આચાર્ય અમોલખઋષિજીએ હિંદી અનુવાદ સહિત ઉત્તરાધ્યયનનું સંસ્કરણ પ્રકાશિત કર્યું. વી.સં. ૨૦૧૦માં પંધિવરચંદજી બાંઠિયાએ, બીકાનેરથી તેમજ વિ. સં. ૧૯૯૨માં જે. સ્થા. જૈન કોન્ફરન્સ–મુંબઈ દ્વારા મુનિ સૌભાગ્યચંદ્ર સંતબાલજીએ હિંદી અનુવાદ પ્રકાશિત કરાવ્યો.
સન્ ૧૯૩૯ થી ૧૯૪૨ સુધી ઉપાધ્યાય શ્રી આત્મારામજી મહારાજે જૈનશાસ્ત્રમાળા કાર્યાલય લાહોરથી ઉત્તરાધ્યયન ઉપર હિંદીમાં વિસ્તૃત વિવેચન પ્રકાશિત કર્યું ઉપાધ્યાય આત્મારામજીનું આ વિવેચન ભાવપૂર્ણ, સરળ અને આગમના રહસ્યને સ્પષ્ટ કરવામાં સક્ષમ છે. સન્ ૧૯૬૭માં મુનિ નથમલજીએ મૂળ, છાયા, અનુવાદ ટિપ્પણયુક્ત અભિનવ સંસ્કરણ શ્વેતાંબર તેરાપંથી મહાસભા કલકત્તાથી પ્રકાશિત કર્યું છે. આ સંસ્કરણનાં ટિપ્પણો ભાવપૂર્ણ છે.
સન્ ૧૯૫૯ થી ૧૯૬૧ સુધી પૂજ્ય ઘાસીલાલજી મ.સા.એ ઉત્તરાધ્યયન ઉપર સંસ્કૃત ટીકાનું નિર્માણ કર્યું હતું. તે ટીકા હિંદી, ગુજરાતી અનુવાદ સાથે જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ રાજકોટથી પ્રકાશિત થયેલ છે. સન્મતિ જ્ઞાનપીઠ, આગ્રાથી સાધ્વી ચંદનાજીએ મૂળ તેમજ ભાવાનુવાદ તથા સંક્ષિપ્ત ટિપણોની સાથે ઉત્તરાધ્યયન સંસ્કરણ પ્રકાશિત કર્યું છે. તેનો દુર્લભજી કેશવજી ખેતાણી દ્વારા ગુજરાતીમાં અનુવાદ પણ શ્રમણી વિદ્યાપિઠ– મુંબઈથી પ્રકાશિત થયેલ છે.
આગમ પ્રભાવક પુણ્યવિજ્યજી મહારાજે પ્રાચીનતમ પ્રતિઓના આધાર ઉપર