Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૧૮: સંજયીય
૩૫૧ |
મનોજ્ઞ ખાનપાન વગેરે, દરેક વસ્તુ આ શરીરના સંપર્કથી અપવિત્ર થઈ જાય છે. મોક્ષના સાધનભૂત ચિંતામણિરત્ન સમાન આ મનુષ્ય જન્મને આ તુચ્છ શરીર માટે હારી જવો, તે યોગ્ય નથી. આ પ્રકારની અંતરખી વિચારણા અને શુભધ્યાનના યોગે ચક્રવર્તી સંવેગને પ્રાપ્ત કરી ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થયા, ચાર ઘાતિકર્મોનો ક્ષય કરી ભાવચારિત્રથી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેણે પોતાનાં વસ્ત્રાભૂષણ ઉતાય, લોચ કર્યો અને ઈન્દ્ર પ્રદત્ત સંયમવેશ ધારણ કર્યો. આ રીતે ભરત રાજર્ષિ અરીસાભવનમાંથી નિર્લિપ્ત બની કેવળજ્ઞાનના પ્રકાશપુંજ સાથે બહાર નીકળ્યા. ભરત મહારાજને મુનિવેષમાં જોઈ ૧૦ હજાર અન્ય રાજાઓ પણ મુનિધર્મમાં દીક્ષિત બની તેમના અનુયાયી બની ગયા. તેઓશ્રીએ કંઈક ન્યૂન એક લાખ પૂર્વ વર્ષ સુધી કેવળીપર્યાયમાં વિચરણ કરીને વિશ્વના ભવ્યજીવોને ધર્મબોધ આપી અંતે સિદ્ધ, બુદ્ધ મુક્ત થયા. આ વિષયમાં કથા સંબંધી ભિન્નતા ગ્રંથોમાં મળે છે. આ કથાનક જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રના આધારે ગ્રહણ કર્યું છે.
સગર ચક્રવર્તી :३५ सगरो वि सागरंतं, भरहवासं णराहिवो ।
इस्सरिय केवल हिच्चा, दयाए परिणिव्वुडे ॥३५॥ શબ્દાર્થ :- સારો વિ - સગર નામના, દિવો- ચક્રવર્તી રાજા, સીઆરંત ત્રણે ય દિશામાં સમુદ્ર પર્યંત, અરહવાસં - ભારતવર્ષ તથા, વત્ત સંપૂર્ણ, -ઐશ્વર્યને, હિન્દ્રા - છોડી, વચાર - દયા વડે, સંયમ તપ વડે, પરિણવુડે - નિર્વાણ પામ્યા હતા. ભાવાર્થ :- સગર નામના બીજા ચક્રવર્તી સાગરની હદ સુધીના આખા ભારતના રાજ્યને તથા તેના સમસ્ત ઐશ્વર્યને, ઋદ્ધિસંપદાને છોડીને દયા (સંયમ) ની સાધના વડે નિર્વાણ, મુક્તિ પામ્યા હતા. વિવેચન :સાત-આ ભરતક્ષેત્ર ત્રણ દિશાઓમાં સમુદ્રથી અને ઉત્તર દિશામાં હેમવંત પર્વતથી ઘેરાયેલું છે. જેવ દિવા-ચક્રવર્તીની સમસ્ત ઋદ્ધિ, પ્રભાવ, પરિવાર અને રાજ્ય સત્તા વગેરે સંપૂર્ણ ઐશ્વર્યને છોડીને દીક્ષિત થયા. કથા શિબૂ :- દયાનો અર્થ અહીં સંયમ કર્યો છે કારણ કે સંયમની પ્રત્યેક પ્રવૃત્તિ દયા કે અનુકંપાથી પરિપૂર્ણ હોય છે. તે સંયમ સાધનાથી ચક્રવર્તી નિર્વાણને પામ્યા. સગર ચક્રવર્તી – અયોધ્યાનગરીના ઈશ્વાકુકુળના રાજા જિતશત્રુ અને વિજયારાણીને ત્યાં બીજા તીર્થકર શ્રી અજિતનાથ પ્રભુએ જન્મ ધારણ કર્યો. જિતશત્રુ રાજાના નાના ભાઈ સુમિત્ર યુવરાજ અને તેની રાણી યશોમતીને ત્યાં બીજા ચક્રવર્તી સગરે જન્મ ધારણ કર્યો. અજિત અને સગર, બંને કુમારો ઉંમરલાયક થતાં જિતશત્રુ રાજાએ અજિતકુમારને રાજગાદી ઉપર આરૂઢ કર્યા અને સગરને યુવરાજ પદ આપ્યું. જિતશત્રુ