Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૧૮: સંજયીય
૩૬૫ |
તે વ્યંતરદેવ (કનકમાળાના પિતા) વિદાય લઈ તે પર્વત ઉપરથી ચાલ્યા ગયા, ત્યારે સિંહ રથ રાજાએ કનકમાળાને પોતાના પિતાના વિયોગનું દુઃખ ન થાય એ વિચારે ત્યાં જ એક નવું નગર વસાવ્યું. એકવાર રાજા કાર્તિકી પૂર્ણિમાના દિવસે નગરની બહાર ચતુરંગી સેના સહિત ગયા. ત્યાં જ વનમાં એક સ્થાને પડાવ નાખ્યો. રાજાએ ત્યાં એક આમ્રવૃક્ષ જોયું જે લીલાછમ પાંદડાં અને મંજરીઓથી સુશોભિત લાગતું હતું. રાજાએ મંગલાર્થે તે વૃક્ષની મંજરી તોડી, સર્વ સૈનિકોએ પણ તેનું અનુકરણ કર્યું અને વૃક્ષને ઠંડું બનાવી દીધું. રાજા પાછો ફર્યો ત્યારે પૂછયું – 'મંત્રીવર ! એ આમ્રવૃક્ષ કયાં ગયું? મંત્રીએ કહ્યું – રાજનું! આ ઠુંઠું જ આમ્રવૃક્ષ છે; રાજાએ ઠુંઠું થવાનો સર્વ વૃત્તાંત સાંભળ્યો, શ્રીસંપન્ન તે આમ્રવૃક્ષને હવે શ્રીરહિત જાઈને સંસારના પ્રત્યેક પદાર્થો પર વિચાર કરતાં કરતાં નગ્નતિ રાજાને વૈરાગ્ય થયો. તેણે પ્રત્યેકબુદ્ધ રૂપે દીક્ષા લઈ લીધી. મુનિ બની, તપ સંયમનું પાલન કરતાં સમાધિપૂર્વક શરીરનો ત્યાગ કરી અંતે સિદ્ધિગતિ પ્રાપ્ત કરી.
નમિરાજર્ષિ પણ પ્રત્યેક બુદ્ધ હતા, જેની કથા નવમાં અધ્યયનમાં આપવામાં આવી છે. આમ આ ચારે પ્રત્યેક બુદ્ધ પૂર્વભવમાં મહાશુક્ર નામના સાતમાં દેવલોકમાં ૧૭ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ હતા. ત્યાંથી નીકળી જુદા જુદા નિમિત્તથી જ્ઞાન પ્રાપ્ત કરી મુનિદીક્ષા લીધી અને મોક્ષમાં ગયા.
ઉદાયન રાજ :४८ सोवीर राय वसभो, चिच्चा रज्जं मुणी चरे ।
उदायणो पव्वइओ, पत्तो गइमणुत्तरं ॥४८॥ શબ્દાર્થ :- વીર રાય વસમો - સૌવીર દેશના રાજાઓમાં શ્રેષ્ઠ, ૩થાયો- ઉદાયન રાજાએ, વિક્વા ર = રાજ્ય–વૈભવ છોડીને, પુષ્ય = દીક્ષા ગ્રહણ કરી, મુળ = મુનિ થઈને, વરે - સંયમનું સમ્યફ પાલન કર્યું. ભાવાર્થ :- સિંધુ સૌવીર દેશના ધોરી વૃષભ સમાન શ્રેષ્ઠ રાજા ઉદાયને રાજ્ય છોડીને સંયમનો સ્વીકાર કર્યો અને સંયમનું સમ્યગું પાલન કરીને અનુત્તર એવી મોક્ષગતિને પામ્યા. વિવેચન :ઉદાયન રાજા :- સિંધુ સૌવીર વગેરે સોળ દેશોના તથા વીતભયપતન વગેરે ૩૩ નગરોના પાલક ઉદાયન રાજા ધેર્ય, ગાંભીર્ય અને ઔદાર્ય વગેરે ગુણોથી અલંકૃત હતા. તેની પટરાણીનું નામ પ્રભાવતી હતું. જે ચેટકરાજાની પુત્રી અને જૈનધર્મની અનુરાગિણી હતી. પ્રભાવતીએ અભિજિત નામના એક પુત્રને જન્મ આપ્યો.
આ તે જ ઉદાયન રાજા હતો. જેણે સ્વર્ણગુટિકા દાસીનું અપહરણ કરનાર ચંડપ્રદ્યોતનની સાથે સાંવત્સરિક ક્ષમાપના કરી તેને બંધનમુક્ત કરી દેવાની ઉદારતા દાખવી હતી.