Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text ________________
૩૬૮
ભાવાર્થ :- તે જ પ્રકારે એકાગ્ર ચિત્તપૂર્વક મહાબલ રાજર્ષિએ ઉગ્ર તપનું આચરણ કરીને અહંકારનું વિસર્જન કરી સર્વોચ્ચ લક્ષ્મીરૂપ મોક્ષ પ્રાપ્ત કર્યો હતો.
વિવેચન :
આવાય (મદ્દાય) સિરસા સિÎિ :– આ વાક્યના બે અર્થ છે (૧) સિરસા — સિર દઇને અર્થાત્ જીવનથી નિરપેક્ષ બની, નિર ંકારી બનીને. સિલિઁ– સમસ્ત જગતનું સર્વોપરી મોક્ષપદ પ્રાપ્ત કર્યું, (૨) શીર્ષસ્થ સર્વોતમ એવી કેવળજ્ઞાન રૂપ લક્ષ્મી ગ્રહણ કરીને નિર્વાણ ને પ્રાપ્ત કર્યું.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
મહાબલ રાજર્ષિ :– હસ્તિનાપુરના અતુલ બળવાન બળરાજાના પુત્ર મહાબલ હતા. યૌવનમાં પ્રવેશતાં જ માતા પ્રભાવતી રાણી અને પિતા બળ રાજાએ આઠ રાજકન્યાઓ સાથે મહાબલનાં લગ્ન કર્યાં.
એકવાર નગરની બહારના ઉદ્યાનમાં વિમલનાથ તીર્થંકરના શાસનમાં ધર્મઘોષ આચાર્ય પધાર્યા. મહાબલકુમારે તેના દર્શન કર્યા. પ્રવચન સાંભળતાં સંસારથી વિરક્ત થયા, મુનિધર્મ પાલનમાં તીવ્ર રુચિ થઈ, માતા–પિતા પાસે દીક્ષાની આજ્ઞા લેવા ગયા, તેમણે મોહવશ તેને ગૃહસ્થાશ્રમમાં રહીને સાંસારિક સુખ ભોગવવા અને પાછળની વયમાં દીક્ષા લેવાનું કહ્યું. અનેક યુક્તિઓ દ્વારા સમજાવ્યું પરંતુ પુત્રના વૈરાગ્યની તીવ્રતાથી નિરુપાય બની માતાપિતાએ દીક્ષાની આજ્ઞા આપી.
મહાબલકુમાર વસ્ત્રાભૂષણોથી સજજ બની સહસ્રવાહિની શિબિકા પર આરૂઢ થઈ સૈન્યસહિત, નૃત્ય, ગીત, વાધ વગેરેથી ગગન ગુંજાવતાં નગરની બહારનાં ઉદ્યાનમાં ગયા. માતાપિતાએ ગુરુદેવને દીક્ષા આપવાની સ્વીકૃતિ આપી. મહાબલકુમારે સર્વ વસ્ત્રાભૂષણ વગેરે ઉતારી, પોતાના કેશનું લંચન કર્યું. દીક્ષા અંગીકાર કરી. દીક્ષા પછી મહાબલ મુનિએ ૧૨ વર્ષ સુધી તીવ્ર તપ કર્યું. ૧૪ પૂર્વનું અધ્યયન કર્યું અને અંતિમ સમયમાં એક માસનું અનશન કરી, આયુ પૂર્ણ કરી, પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંનું ૧૦ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી તે વાણિજ્યગામમાં સુદર્શન શ્રેષ્ઠી રૂપે ઉત્પન્ન થયા, દીર્ઘકાળ સુધી શ્રાવકધર્મનું પાલન કર્યું. એકવાર ભગવાન મહાવીરની ધર્મદેશના સાંભળી સુદર્શન શ્રેષ્ઠી બોધ પામ્યા.
યાચકોને દાન દઈ પ્રભુનાં ચરણોમાં દીક્ષા ગ્રહણ કરી. સુદર્શનમુનિએ ૧૪ પૂર્વનું અધ્યયન કરીને ઉગ્રતપ વડે સર્વકર્મોનો ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કર્યો.
બુદ્ધિમાન સાધકનો વિવેક :
५२
कहं धीरो अहेऊहिं, उम्मत्तो व्व महिं चरे । ૫૫ વિષેસમાવાય, સૂરા ૧૯પરમાં ॥૨॥
=
શબ્દાર્થ :- ધીરો - ધીર પુરુષ, બુદ્ધિમાન પુરુષ, અહેäિ = કુતર્કોથી, કુતર્કોમાં ફસાઈ, કમ્મત્તો વ્વ – ઉન્મત્તની જેમ, મહિં - પૃથ્વી પર, હૈં = કેમ, પરે = વિચરી શકે ? અર્થાત્ એવું ન જ
Loading... Page Navigation 1 ... 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520