SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ ભાવાર્થ :- તે જ પ્રકારે એકાગ્ર ચિત્તપૂર્વક મહાબલ રાજર્ષિએ ઉગ્ર તપનું આચરણ કરીને અહંકારનું વિસર્જન કરી સર્વોચ્ચ લક્ષ્મીરૂપ મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. વિવેચન : આવાય (મદ્દાય) સિરસા સિÎિ :– આ વાક્યના બે અર્થ છે (૧) સિરસા — સિર દઇને અર્થાત્ જીવનથી નિરપેક્ષ બની, નિર ંકારી બનીને. સિલિઁ– સમસ્ત જગતનું સર્વોપરી મોક્ષપદ પ્રાપ્ત કર્યું, (૨) શીર્ષસ્થ સર્વોતમ એવી કેવળજ્ઞાન રૂપ લક્ષ્મી ગ્રહણ કરીને નિર્વાણ ને પ્રાપ્ત કર્યું. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧ મહાબલ રાજર્ષિ :– હસ્તિનાપુરના અતુલ બળવાન બળરાજાના પુત્ર મહાબલ હતા. યૌવનમાં પ્રવેશતાં જ માતા પ્રભાવતી રાણી અને પિતા બળ રાજાએ આઠ રાજકન્યાઓ સાથે મહાબલનાં લગ્ન કર્યાં. એકવાર નગરની બહારના ઉદ્યાનમાં વિમલનાથ તીર્થંકરના શાસનમાં ધર્મઘોષ આચાર્ય પધાર્યા. મહાબલકુમારે તેના દર્શન કર્યા. પ્રવચન સાંભળતાં સંસારથી વિરક્ત થયા, મુનિધર્મ પાલનમાં તીવ્ર રુચિ થઈ, માતા–પિતા પાસે દીક્ષાની આજ્ઞા લેવા ગયા, તેમણે મોહવશ તેને ગૃહસ્થાશ્રમમાં રહીને સાંસારિક સુખ ભોગવવા અને પાછળની વયમાં દીક્ષા લેવાનું કહ્યું. અનેક યુક્તિઓ દ્વારા સમજાવ્યું પરંતુ પુત્રના વૈરાગ્યની તીવ્રતાથી નિરુપાય બની માતાપિતાએ દીક્ષાની આજ્ઞા આપી. મહાબલકુમાર વસ્ત્રાભૂષણોથી સજજ બની સહસ્રવાહિની શિબિકા પર આરૂઢ થઈ સૈન્યસહિત, નૃત્ય, ગીત, વાધ વગેરેથી ગગન ગુંજાવતાં નગરની બહારનાં ઉદ્યાનમાં ગયા. માતાપિતાએ ગુરુદેવને દીક્ષા આપવાની સ્વીકૃતિ આપી. મહાબલકુમારે સર્વ વસ્ત્રાભૂષણ વગેરે ઉતારી, પોતાના કેશનું લંચન કર્યું. દીક્ષા અંગીકાર કરી. દીક્ષા પછી મહાબલ મુનિએ ૧૨ વર્ષ સુધી તીવ્ર તપ કર્યું. ૧૪ પૂર્વનું અધ્યયન કર્યું અને અંતિમ સમયમાં એક માસનું અનશન કરી, આયુ પૂર્ણ કરી, પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંનું ૧૦ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી તે વાણિજ્યગામમાં સુદર્શન શ્રેષ્ઠી રૂપે ઉત્પન્ન થયા, દીર્ઘકાળ સુધી શ્રાવકધર્મનું પાલન કર્યું. એકવાર ભગવાન મહાવીરની ધર્મદેશના સાંભળી સુદર્શન શ્રેષ્ઠી બોધ પામ્યા. યાચકોને દાન દઈ પ્રભુનાં ચરણોમાં દીક્ષા ગ્રહણ કરી. સુદર્શનમુનિએ ૧૪ પૂર્વનું અધ્યયન કરીને ઉગ્રતપ વડે સર્વકર્મોનો ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કર્યો. બુદ્ધિમાન સાધકનો વિવેક : ५२ कहं धीरो अहेऊहिं, उम्मत्तो व्व महिं चरे । ૫૫ વિષેસમાવાય, સૂરા ૧૯પરમાં ॥૨॥ = શબ્દાર્થ :- ધીરો - ધીર પુરુષ, બુદ્ધિમાન પુરુષ, અહેäિ = કુતર્કોથી, કુતર્કોમાં ફસાઈ, કમ્મત્તો વ્વ – ઉન્મત્તની જેમ, મહિં - પૃથ્વી પર, હૈં = કેમ, પરે = વિચરી શકે ? અર્થાત્ એવું ન જ
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy