________________
અધ્યયન-૧૮: સંજયીય
૩૬૭ |
હતો. તેને બે પરાણીઓ હતી, જયંતી અને શેષવતી. જયંતી દ્વારા નંદન નામના સાતમા બળદેવ અને શેષવતી દ્વારા દત્ત નામના સાતમા વાસુદેવનો જન્મ થયો. રાજાએ દત્તને રાજ્ય સોંપ્યું. તેણે ભાઈ નંદનની સહાયતાથી ભરતક્ષેત્રના ત્રણ ખંડો પર વિજય મેળવ્યો. દત્ત વાસુદેવ પોતાનું છપ્પન હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, અંતે મરીને પાંચમી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાર પછી બલદેવ નંદને વિરક્ત બની દીક્ષા લીધી. સંયમનું પાલન કરી અંતમાં કેવળજ્ઞાન મેળવ્યું અને પ000 વર્ષનું આયુ પૂર્ણ કરી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા.
વિજય રાજા :५० तहेव विजओ राया, अणट्ठाकित्ति पव्वए ।
रज्जं तु गुणसमिद्धं, पयहित्तु महाजसो ॥५०॥ શબ્દાર્થ :- તહેવ - તેમજ, અપવિત્તિ- અક્ષય કીર્તિવાળા, અમર કીર્તિવાળા,વિન રાયા - વિજય નામના રાજા, ગુખ સન - ગુણોથી સમૃદ્ધ, - રાજ્યને, પહg - છોડીને, પળ, - દીક્ષિત થયા. ભાવાર્થ :- એ જ રીતે અમર કીર્તિવાળા મહાયશસ્વી એવા વિજય રાજાએ ગુણસમૃદ્ધ એવા રાજ્યનો ત્યાગ કરીને દીક્ષા લીધી હતી. વિવેચન :રન્ન પુછામિ – (૧) રાજ્યના ગુણો અર્થાત્ સ્વામી, મંત્રી, કોશ, રાષ્ટ્ર, દુર્ગ અને સૈન્ય, આ સપ્તાંગ રાજ્યગુણોથી સમૃદ્ધ. (૨) ગુણો– શબ્દાદિ વિષયોથી સમૃદ્ધ, સંપન્ન રાજ્ય. વિજયરાજા:- દ્વારકાનગરીના બ્રહ્મરાજા અને તેની પટરાણી સુભદ્રાના અંગજાત વિજય નામના બીજા બળદેવ હતા. તેના નાનાભાઈ દ્વિપૃષ્ઠ વાસુદેવ હતા. જે ૭૨ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી નરકમાં ગયા. જ્યારે વિજયે વૈરાગ્યપૂર્વક પ્રવ્રજિત બની કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને ૭૫ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષ પ્રાપ્ત કર્યો.
મહાબલ રાજર્ષિ :६ तहेवुग्गं तवं किच्चा, अव्वक्खित्तेण चेयसा ।
महब्बलो रायरिसी, आदाय सिरसा सिरिं ॥५१॥ શબ્દાર્થ :- તવ-આ રીતે, મહ9તો-મહાબલ નામે, ૨સ્વિીરાજર્ષિએ, અધ્વનિ - એકાગ્ર, રેયસ - ચિત્તથી, ૩ni - ઉગ્ર, સિરસા સિરિ - મસ્તક વડે મોક્ષરૂપી લક્ષ્મીને, અહંકારને વિસર્જિત કરી, સર્વોચ્ચ લક્ષ્મીરૂપ મોક્ષને, આવક - પામ્યા. (ગાય - દઈને.)