________________
[ ૩૬s ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
એક દિવસ રાજા ઉદાયનને પૌષધ કરી ધર્મ જાગરણ કરતાં એક એવો શુભ અધ્યવસાય ઉત્પન્ન થયો કે 'જો ભગવાન મહાવીર અહીં પધારે તો હુંદીક્ષા લઈને મારું જીવન સફળ બનાવું. ઉદાયનના આ વિચારોને ભગવાને જ્ઞાનથી જાણી ચંપાપુરીથી વિહાર કરી વીતભયપતનના ઉધાનમાં પધાર્યા. ઉદાયને જ્યારે પ્રભુની સમક્ષ દીક્ષાની ભાવના દર્શાવી, ત્યારે ભગવાને કહ્યું 'શુભ કાર્યમાં વિલંબ ન કરો' ઉદાયને પોતાના પુત્ર અભિજિતકુમારને બદલે પોતાના ભાણેજ કેશીને રાજ્ય સોંપી વીરપ્રભુ પાસે દીક્ષા લીધી. ઉદાયન મુનિ નિરંતર માસખમણ તપ દ્વારા પોતાનાં કર્મનો ક્ષય કરી શરીરને ક્રશ કરવા લાગ્યા. પારણાના દિવસે પણ વધ્યો ઘટયો આહાર ગ્રહણ કરતા હતા, તેથી તેનું શરીર રોગગ્રસ્ત બની ગયું. જ્યારે મુનિરાજ વીતભયપતન નગરમાં પધાર્યા, ત્યારે દુષ્ટમંત્રીઓએ કેશીરાજાને વિરૂદ્ધ વાત કરી ભરમાવી દીધા. કેશીરાજા મંત્રીની વાતમાં ફસાઈ ગયા અને ઘોષણા કરાવી દીધી કે જો કોઈ પણ ઉદાયન મુનિને ઉતરવા માટે સ્થાન આપશે, તો રાજ્યનો અપરાધી ગણાશે અને દંડનો ભાગી બનશે.' એક કુંભારે જગ્યા આપી, પરંતુ દુષ્ટ મંત્રીઓની સાથે કેશીરાજાએ ત્યાં જઈ પ્રાર્થના કરી કે, 'હે ભગવાન! આપ રોગી છો, અતઃ આ સ્થાન આપને માટે યોગ્ય નથી. આપ ઉદ્યાનમાં પધારો. ત્યાં રાજવૈદ્યો દ્વારા આપનો ઉપચાર થશે.' મુનિરાજ ઉદાયન ઉદ્યાનમાં પધાર્યા ત્યાં કેશી રાજાએ જયંત્ર રચી વૈદ્યો દ્વારા વિષમિશ્રિત ઔષધ પીવડાવી દીધું. મુનિરાજને તુરત જ ખ્યાલ આવી ગયો પરંતુ નિમિત્ત આધીન ન બનતાં આત્મભવમાં ઝૂલવા લાગ્યા. પવિત્ર અધ્યવસાયના પ્રભાવે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ પ્રાપ્ત કર્યો.
દેવી રૂપે ઉત્પન્ન થયેલા પ્રભાવતી દેવીએ જ્યારે અવધિજ્ઞાનથી આ વૃતાંત જાણ્યો, ત્યારે કુંભારને સિનપલ્લી ગ્રામમાં પહોંચાડી ધૂળની વર્ષા દ્વારા વીતભયનગરનો નાશ કરી નાંખ્યો.
કાશીરાજ :४९ तहेव कासीराया वि, सेओ सच्चपरक्कमे ।
कामभोगे परिच्चज्ज, पहणे कम्ममहावणं ॥४९॥ શબ્દાર્થ :- તહેવ - આ પ્રકારે, વાલીરાયા વિ - કાશીરાજાએ અર્થાત્ નંદન' નામના સાતમા બલદેવે પણ, મનોજ - કામભોગોનો, દવઝ -ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી, તેનો સન્ન - શ્રેષ્ઠ સત્યમાં અર્થાત્ સંયમમાં, પરને પરાક્રમ કરી, મહાનાં કર્મરૂપી મહાવન, અને = જલાવી ભસ્મ કર્યું હતું. ભાવાર્થ :- જ પ્રકારે શ્રેય અને સત્ય અર્થાતુ કલ્યાણકારી સંયમમાં પરાક્રમી કાશીદેશના સાતમા નંદન નામના બળદેવ રાજાએ પણ રાજ્ય તથા કામભોગોનો ત્યાગ કરી કર્મરૂપી મહાવનને બાળી નાખ્યું અને અંતે મુક્ત થયા. વિવેચન :કાશીરાજ નંદન – વારાણસીમાં અઢારમા તીર્થંકર શ્રી અરનાથ ભગવાનના શાસનમાં અગ્નિશિખ રાજા