Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 481
________________ અધ્યયન–૨૦ઃ મહાનિબીય ૪૧૧ કોઈ સનાથ થતું નથી. હું મારા જીવનનું વૃત્તાંત કહું છું, તે સાંભળી આપ સ્વયં સમજી શકશો કે આપ અનાય છો કે સનાય ? મારા પિતા કૌશાંબીના ધનાઢય શિરોમણી હતા. મારું કુળ સમૃદ્ધ હતું. પરિવારમાં માતા, ભાઈ, બહેન, પરિજન વગેરે હતા. મારું લગ્ન ઉચ્ચકુળમાં થયું હતું. એકવાર મને અસહ્ય નેત્ર પીડા ઉત્પન્ન થઈ. મારા પિતાજીએ મોટા વૈદ્યો—હકીમો, મંત્રવાદી, તંત્રવાદી વગેરેને બોલાવ્યા પરંતુ તે બધાના પ્રયત્નો નિષ્ફળ ગયા. અપાર વૈભવ, મા, ભાઈ, બહેન કે રાત દિવસ મારી સેવા શુશ્રુષા કરનાર પત્ની પણ મને સ્વસ્થ ન કરી શકી. ધન, વૈભવ, પરિવાર, વૈધ, હકીમો કોઈ મારું દર્દ દૂર ન કરી શકયા. હું અસહ્ય વેદનાથી ખૂબ જ દુ:ખી હતો. મને કોઈ બચાવી ન શકયું, સુખી કરી ન શકયું, એ જ મારી અનાથતા હતી. — એક રાત્રે પથારીમાં સૂતાં સૂતાં મેં નિશ્ચય કર્યો કે આ ધન, પરિવારાદિ, ભૌતિક પદાર્થોનો ભરોસો ખોટો છે. કદાચ શરીરની વેદના દૂર કરવાનું ઔષધ હશે પરંતુ આત્મવેદનાને દૂર કરવાનાં ઔષધ બહાર કયાંય નથી. તેથી શ્રમણભાવ કેળવી દુઃખ અને પીડાના મૂળને દૂર કરવું જોઈએ. જો આ પીડાથી મુકત થઈશ તો સવાર થતાં જ હું સર્વસંગને છોડી મુનિ બનીશ. રાજન્ ! મારો આ સંકલ્પ વધુ દૃઢ થયો, દઢ સંકલ્પ સાથે હું સૂઈ ગયો. ઘીરે ધીરે મારી વેદના સ્વતઃ શાંત થઈ ગઈ. સવાર થતાં પૂર્ણ સ્વસ્થ બની ગયો. સર્વ પરિવાર સમક્ષ મેં મારો સંકલ્પ રજુ કર્યો અને તેમની આજ્ઞા લઈને હું નિગ્રંથ મુનિ બન્યો. રાજન્ ! આ રીતે હું અનાથમાંથી સનાથ બની ગયો. આજે હું સ્વયં મારો નાથ છું. મારી ઈન્દ્રિયો, મન, આત્મા વગેરે પર મારું નિયંત્રણ છે, હું સ્વેચ્છાએ વિધિપૂર્વક શ્રમણધર્મનું પાલન કરું છું. હવે હું ત્રસ—સ્થાવર બધાં પ્રાણીઓનો નાથ (રક્ષક) બની ગયો છું. હું મારી આત્માની દુર્ગતિથી રક્ષા કરવા પણ પૂર્ણ સમર્થ થઈ ગયો છું અને બીજા મુમુક્ષુ આત્માઓને પણ ધર્મમાં જોડી, તેઓને પણ દુર્ગતિથી ઉગારું છું. આમ હવે શું પૂર્ણ રૂપે સનાથ છું. ત્યાર પછી મુનિએ અનાથતાનું બીજું રૂપ પ્રદર્શિત કર્યું, જેમ કે– મુનિ બનીને પણ તે પ્રમાણે આચરણ ન કરવું, પંચમહાવ્રતોને સ્વીકારીને તેનું સમ્યક્ પાલન ન કરવું, ઈન્દ્રિય નિગ્રહ ન કરવો, રસલોલુપતા રાખવી, રાગદ્વેષાદિ બંધનોનો ઉચ્છેદ ન કરવો, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું ઉપયોગપૂર્વક પાલન ન કરવું, અહિંસાદિ વ્રતો, નિયમો તેમજ તપશ્ચર્યાથી ભ્રષ્ટ થઈ જવું, મસ્તક મુંડાવીને પણ સાધુધર્મ ન પાળવો, માત્ર વેશ અને ચિહ્નના આધારે જીવન વ્યતીત કરવું, લક્ષણ, સ્વપ્ન, નિમિત્ત, કૌતુક વગેરેનો પ્રયોગ કરી જીવન ચલાવવું, અનેપણીય, અપ્રાસુક આહારાદિનો ઉપયોગ કરવો, સંયમી તેમજ બ્રહ્મચારી ન હોવા છતાં સંયમી હોવાનો દેખાવ કરવો, વગેરે પણ અનાથના છે. અંતમાં આવી અનાયતાના દુષ્પરિણામો દર્શાવતાં કહ્યું છે કે સંયમ સાધના પ્રત્યે જેમનું લક્ષ્ય બરાબર નથી તેમની ક્રિયાઓ નિષ્ફળ થાય છે. મુનિની આ સ્વાનુભવયુક્ત વાળીથી રાજા અત્યંત સંતુષ્ટ તેમજ પ્રભાવિત થયા. તે અનાથસનાથનાં રહસ્યને પામી ગયા અને તેમણે સ્વીકાર્યું કે "વાસ્તવમાં હું જ અનાથ છું, મુનિ તો સનાથ જ છે." મુનિ પાસેથી મહત્ત્વપૂર્ણ તથ્ય મળ્યું, તેથી તેઓ પ્રસન્ન થયા. તેમ શ્રદ્ધાપૂર્વક મુનિને વંદન કર્યા, તેમનો સઘળો પરિવાર ધર્મનો અનુરાગી બન્યો, ધ્યાનભંગ કરવા બદલ મુનિની ક્ષમા માગી, પ્રદક્ષિણા (આવર્તન)

Loading...

Page Navigation
1 ... 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520