Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૫ર |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
રાજાએ બંધુ સહિત દીક્ષા ગ્રહણ કરી.
અજિત રાજાએ થોડા સમય સુધી રાજ્યનું પાલન કરી ધર્મતીર્થ પ્રવર્તનનો સમય થઈ ગયો, ત્યારે સગર કુમારને રાજ્ય સોંપી દીક્ષા ગ્રહણ કરી; તીર્થની સ્થાપના કરી, બીજા તીર્થકર થયા. સગર રાજાએ રાજ્ય કરતાં ભરતક્ષેત્રનાં છ ખંડ ઉપર વિજય મેળવી ચક્રવર્તીપદને પ્રાપ્ત કર્યું. સગર ચક્રવર્તીને જ હજાર પુત્ર થયા. સમય જતાં તેને સંસારથી વિરક્તિ થઈ. થોડા સમય પછી જહુ કુમારના પુત્ર ભગીરથને રાજ્ય સોપીને પોતે અજિતનાથ ભગવાન ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી, ઘણી જ તપશ્ચર્યા વડે કર્મક્ષય કરી સિદ્ધપદને પ્રાપ્ત કર્યું. મઘવા ચક્રવર્તી :३६ चइत्ता भारहं वासं, चक्कवट्टी महिड्डिओ ।
पव्वज्जमब्भुवगओ, मघवं णाम महाजसो ।।३६।। શબ્દાર્થ :- મહાકાતો - મહાયશસ્વી, મઓિ - મહા સમૃદ્ધિવાન, જયવં નામ - મઘવા નામના ચક્રવર્તી, પથ્થM - પ્રવ્રજ્યા, દીક્ષા, ભુવો - અંગીકાર કરી
ભાવાર્થ :- મહાન ઋદ્ધિમાન અને મહાકીર્તિમાન એવા મઘવા નામના ત્રીજા ચક્રવર્તીએ ભરતક્ષેત્રનું રાજ્ય છોડી પ્રવ્રજ્યા સ્વીકારી અને કર્મ ક્ષય કરીને મુક્તિ પામ્યા.
વિવેચન :
મઘવા ચક્રવર્તી – શ્રાવસ્તીનરીના સમુદ્રવિજય રાજાની રાણી ભદ્રાની કુક્ષિએ એક પુત્ર થયો. તેનું નામ 'મઘવા' રાખવામાં આવ્યું. યુવાવસ્થામાં સમુદ્રવિજયે મઘવાને રાજ્ય સોંપ્યું. તેણે ભરતક્ષેત્રના છ ખંડ ઉપર વિજય મેળવી ચક્રવર્તીપદ પ્રાપ્ત કર્યું. દીર્ઘકાળ સુધી ચક્રવર્તીપદના વૈભવનો ઉપભોગ કરતાં એક દિવસ તે ધર્મઘોષમુનિનો ઉપદેશ સાંભળી સંસારથી વિરક્ત બની ગયા. તેમણે વિચાર કર્યો કે 'સંસારના આ બધા પદાર્થો કર્મબંધના હેતુ છે, અસ્થિર છે, વીજળીના ચમકારા જેવા ક્ષણિક છે માટે તેનો ત્યાગ કરી મારે આત્મકલ્યાણની સાધના કરવી જોઈએ, આમ વિચારીને મઘવા ચક્રવર્તીએ પોતાના પુત્રને રાજ્ય સોંપી, સંયમ સ્વીકાર કર્યો અને ઉગ્ર તપશ્ચર્યા કરતાં, પાંચ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ થતાં સંપૂર્ણ કર્મક્ષય કરી મુક્ત થયા. સનકુમાર ચક્રવર્તી :३७ सणकुमारो मणुस्सिदो, चक्कवट्टी महिड्डिओ।
पुत्तं रज्जे ठवेऊण, सो वि राया तवं चरे ॥३७॥ શબ્દાર્થ :- નપુસ્તકો - મનુષ્યોમાં ઈન્દ્ર સમાન, સજુના - સનસ્કુમારે, પુરં - પુત્રને,