Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્યયન–૧૩:ચિત્ત-સંભૂતીય
૨૫૩ ]
२९ तस्स मे अपडिक्कंतस्स, इमं एयारिसं फलं ।
जाणमाणो वि जं धम्म, कामभोगेसु मुच्छिओ ॥२९॥ શબ્દાર્થ – તલ્સ - તે નિદાનનું, અહિલ્સ - પ્રતિક્રમણ ન કરવાથી, પરિ આવા પ્રકારનું, પિત્ત = ફળ પ્રાપ્ત થયું છે કે, નાણમાળો જાણવા,વિ = છતાં પણ, મુછોક આસક્ત છું. ભાવાર્થ :- નિદાનનું મેં પ્રતિક્રમણ કર્યું ન હતું અર્થાત્ પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ કરી ન હતી. તેનું જ આ ફળ છે કે ધર્મને જાણવા છતાં હું કામભોગમાં આસક્ત થઈ રહ્યો છું અર્થાત્ તેને છોડી શકતો નથી. 801 जागो जहा पंकजलावसण्णो, दट्टुं थलं णाभिसमेइ तीरं ।
एवं वयं कामगुणेसु गिद्धा, ण भिक्खुणो मग्गमणुव्वयामो ॥३०॥ શબ્દાર્થ - પંગતાવાળો - કીચડમાં ફસાયેલો, નાનો- હાથી, થરં - સ્થળને, હું = જોવા છતાં પણ, તીર = કાંઠે, મને = જઈ શકતો નથી, વય = હું, મા = માર્ગને જાણતો હોવા છતાં પણ, અણુવ્રયામો = તેનું અનુસરણ કરી શકતો નથી. ભાવાર્થ :- જેમ કાદવમાં ખેંચી ગયેલો હાથી સ્થળને જોવા છતાં પણ કાંઠે પહોંચી શકતો નથી, તેવી જ રીતે વિષયભોગોમાં આસક્ત બનેલો હું શ્રમણધર્મને જાણતો હોવા છતાં પણ સંયમ માર્ગને અનુસરી શકતો નથી અર્થાત્ સંયમધર્મ સ્વીકાર કરી શકતો નથી. ચિત્તમુનિ દ્વારા ધર્મ પ્રેરણા :३१ अच्चेइ कालो तूरंति राइओ, ण यावि भोगा पुरिसाण णिच्चा ।
उविच्च भोगा पुरिसं चयति, दुमं जहा खीणफलं व पक्खी ॥३१॥ શબ્દાર્થ - વાતો- સમય, અન્ને વીતી રહ્યો છે, રો - રાત્રિઓ, તૂતિ ત્વરિત ગતિથી જઈ રહી છે, પુરિસાઈ = પુરુષોના, મોmવિ = ભોગ પણ, fuષ્ય = નિત્ય નથી, વિશ્વ = સ્વતઃ જ આવીને, ૪- ફરી, વતિ - તેને છોડી દે છે, હીણપnei - ફળ રહિત થયેલા, તુ- વૃક્ષને, પરહી - પંખી છોડી દે છે.
ભાવાર્થ :- (નિ) રાજન ! સમય વ્યતીત થાય છે. દિનરાત ત્વરિત ગતિએ પસાર થઈ રહ્યા છે, મનુષ્યનાં સુખભોગ પણ સ્થિર રહેવાનાં નથી. જેમ પક્ષીઓ ફળ ખરી ગયા પછી વૃક્ષને છોડી દે છે, તેમ કામભોગો પણ પુરુષોની પાસે સ્વતઃ જ આવે છે અને પુણ્ય નષ્ટ થતાં તે પુરુષને છોડી દે છે. ३२
जइ तं सि भोगे चइठं असत्तो, अज्जाई कम्माई करेहि राय । धम्मे ठिओ सव्वपयाणुकंपी, तो होहिसि देवो इओ विउव्वी ॥३२॥