Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્યયન-૧૪ઃ ઈષકારીય
| ૨૭૭ |
શબ્દાર્થ :- ૧ - જે રીતે, વાંધા - ક્રૌંચ પક્ષી, સહમંત - અનેક પ્રદેશોને ઉલ્લંઘીને, પારે - આકાશમાં ઊડી જાય છે, તથાપિ - વિસ્તીર્ણ (ફેલાયેલી), નાતાપ - જાળોને, - ભેદીને, પત્નતિ- સ્વેચ્છાથી આકાશમાં ઊડી જાય છે, અને મારા પુત્તા - બંને પુત્રો, પ - પતિ (ન્યાગમાર્ગ અંગીકાર કરી રહ્યા છે), અહં હું પણ, તે તેમની સાથે, કેમ, .ન, મજુનિસ - જાઉં (અનુસ), RT - હું એકલી પાછળ રહીને શું કરું? ભાવાર્થ :- પુરોહિત પત્ની યશા વિચારવા લાગી કે જેમ ક્રૌંચ પક્ષી અને હંસ, શિકારીએ પાથરેલી જાળ કાપીને આકાશમાં સ્વતંત્ર રીતે ઊડી જાય છે, તેમ મારા પુત્રો અને પતિ મને છોડીને જાય છે; તો હું એકલી રહીને શું કરું? હું પણ ત્યાગ માર્ગને શા માટે ન અનુસરું? અર્થાતુ પણ સંયમ સ્વીકારીશ.
વિવેચન :
પહાપુરસ- જેમ શાખાઓ વૃક્ષની શોભા અને સુરક્ષા કરવામાં કારણભૂત છે. તેવી જ રીતે મારા આ બંને પુત્રો મારી શોભા છે, મારી સુરક્ષામાં સહાયક છે. પુત્રો રહિત એકલો હું સૂકા વૃક્ષના ટૂંઠા સમાન છું. પાંખોથી રહિત પક્ષી ઊડવામાં અસમર્થ બની જાય છે તથા રણક્ષેત્રમાં તેના વિનાનો રાજા શત્રુઓથી પરાજિત બની જાય છે, ધન તેમજ સામગ્રીથી રહિત વણિક જહાજ યાત્રા કરવા છતાં વ્યાપાર કરી શકતો નથી. તેમ પુત્રો વગરની મારી દશા છે અર્થાતુ કયાંય શોભા કે સફળતા નથી. વાાિ :- પુરોહિત દ્વારા પોતાની પત્નીને કરાયેલું આ સંબોધન છે. તેનો અર્થ છે – વશિષ્ઠ ગોત્રોત્પન્ન. ગોત્રથી સંબોધન કરવાનું આ ઉદાહરણ છે. પ્રાચીનકાળમાં આ પરંપરા પ્રચલિત હતી. નહિં તરફ – શાખાઓથી વૃક્ષ સમાધિ કે સ્વાસ્થ પ્રાપ્ત કરે છે, શાખાઓ, પલ્લવો વૃક્ષની શોભા અને સુરક્ષાના કારણભૂત હોવાથી સમાધિનો હેતુ છે. પહાણમાં :- મહાપુરુષો દ્વારા સેવિત પ્રવ્રજ્યારૂપ મુક્તિપથ, મુક્તિમાર્ગ, સંયમ. મો:- આ સંબોધન વચન છે. જેનો ભાવાર્થ છે હે બ્રાહ્મણી ! હે ભોજિકે! હે ભાગ્યશાલિની !, હે ભદ્ર!, હે ભગવતિ!, હે પ્રિયે! નાખો હો ડિત્તાની :- જેમ વૃદ્ધ કે અશક્ત હંસ નદીના સામા પ્રવાહમાં તરવા જાય, તો અશક્ત હોવાથી પુનઃપુનઃ અનુકૂળ પ્રવાહ તરફ વહેવા લાગે છે, તેમ તમો પણ દુષ્કર સંયમભાર વહન કરવામાં અસમર્થ બની, એવું ન બને કે પુનઃ પોતાના બંધુ, બાંધવો કે પૂર્વમુક્ત ભોગોનું સ્મરણ કરો. ધોરચલીલા - ધુરાને જે વહન કરે, તે ધોરય અર્થાત્ ધોરી બળદ, તેની જેમ મહાવ્રતો કે સંયમને અંત સુધી નિભાવી રાખનાર.
૩૪ મી ગાથાનો ભાવ એ છે કે જ્યારે આપણા બંને પુત્રો, સાપ કાંચળી ઉતારે તેમ ત્યાગમાર્ગને સ્વીકારે છે ત્યારે ભક્તભોગી હું આ ભોગોનો ત્યાગ શા માટે ન કરું? પુત્રો વિના અસહાય બની ગૃહાવાસમાં