Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૧૫:સભિક્ષુક
૨૮૫ |
પંદરમું અધ્યયન
પરિચય :
આ અધ્યયનનું નામ સભિક્ષુક છે. તેમાં ભિક્ષુનાં લક્ષણનું સાંગોપાંગનિરૂપણ છે. દશવૈકાલિકસૂત્રનું દશમું અધ્યયન સભિક્ષુ છે, તેમાં ૨૧ ગાથાઓ છે. જ્યારે આ અધ્યયનમાં સોળ ગાથાઓ છે. દશવૈકાલિકસુત્રના સભિક્ષુ અધ્યયનનું ઉક્ત અધ્યયનનાં પદો સાથે કયાંક કયાંક સમાનતા હોવા છતાં પણ ભિક્ષુના અધિકાંશ લક્ષણો તથા વિશેષણો નવાં છે.
ભિક્ષુ એટલે ભિક્ષા દ્વારા જીવન નિર્વાહ કરવો, એટલો જ માત્ર તેનો અર્થ નથી. જે ભિક્ષુ મોક્ષલક્ષી જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ પ્રતિ જાગૃત હોય અને તેની સાધનામાં કાર્યરત હોય, તે ભિક્ષુ છે.માત્ર સુખસુવિધા, પદ, પ્રતિષ્ઠા, પ્રખ્યાતિના ચક્રમાં પોતાના સંયમી જીવનને ગુમાવે છે, તે માત્ર દ્રવ્યભિક્ષુ છે. તે વેશ અને નામ માત્રથી જ ભિક્ષુ છે, વાસ્તવિક ભાવભિક્ષુ નથી.
પ્રથમ બે ગાથાઓમાં મોક્ષ પ્રાપ્તિની સાધનામાં બાધક નિમ્નોક્ત વાતોથી ભિક્ષને દૂર રહેવાનો ઉપદેશ છે. (૧) રાગદ્વેષ (૨) કપટપૂર્વક દંભાચરણ (૩) નિદાન (૪) કામભોગોની અભિલાષા (૫) પોતાનો પરિચય આપી ભિક્ષા ગ્રહણ કરવી (૬) કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે સ્થાનમાં પ્રતિબદ્ધ વિહાર (૭) રાત્રિભોજન તેમજ રાત્રિવિહાર (૮) સદોષ આહાર, (૯) પાપાશ્રયમાં રતિ (૧૦) સિદ્ધાંતનું અજ્ઞાન (૧૧) આત્મરક્ષા તરફ બેદરકારી (૧૨) અપ્રાજ્ઞતા (૧૩) પરીષહોથી પરાજિત થવું (૧૪) આત્મૌપજ્યની ભાવનાથી રહિત (૧૫) સજીવ, નિર્જીવ પદાર્થો પ્રતિ મુચ્છ અથવા આસક્તિ.
જે ભિક્ષુ આક્રોશ, વધ, શીત, ઉષ્ણ, દશમશક, નિષધા, શય્યા, સત્કાર–પુરસ્કાર વગેરે અનુકૂળ પ્રતિકૂળ પરીષહોમાં હર્ષશોકથી દૂર રહી, તેને સમભાવપૂર્વક સહન કરે છે, જે સંયમી, સુવતી, સુતપસ્વી અને જ્ઞાન, દર્શન યુકત આત્મગવેષક છે, જેના સંગથી અસંયમ થાય અને મોહના બંધનથી બંધાઈ જાય, એવાં સ્ત્રી, પુરુષોથી દૂર રહે છે, કુતૂહલવૃત્તિ તથા અનાવશ્યક લોકવ્યવહાર કે જનસંપર્કથી દૂર રહી સીમિત, સંયમિત અને જાગૃતિપૂર્ણ જીવન જીવે છે, તે જ સાચો ભિક્ષુ છે.
જે ભિક્ષ પોતાના નિર્વાહ માટે નિમિત્તકથન આદિ વિદ્યાઓ, મંત્ર, મૂળ, વિરેચન, ઔષધિ તેમજ અન્ય ચિકિત્સા વગેરે પ્રયોગથી દૂર રહે છે, તેને ભિક્ષુ કહે છે. આગમયુગમાં આજીવક મતવાળા શ્રમણો આ વિદ્યાઓ તથા મંત્ર, ચિકિત્સા વગેરેનો પ્રયોગ કરતા હતા. ભગવાન મહાવીરે આ મંત્રપ્રયોગ કે વિધાપ્રયોગને દોષયુક્ત માની તેના પ્રયોગનો નિષેધ કર્યો છે.
પોતાની આવશ્યકતાની પૂર્તિ માટે ધનવાન, સત્તાધીશો કે ઉચ્ચ અધિકારીઓની પ્રશંસા કે લાચારી