Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૮૪ |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
જાતેજ - સમયમાં,
ટુ લ્સ - સમસ્ત દુઃખોના, અંત - અંતને, ૩વાયા - પ્રાપ્ત થયા અર્થાત્ સિદ્ધ–બુદ્ધ મુક્ત થઈ ગયાં, ગળુડે - મોક્ષને પામ્યા. ભાવાર્થ :- પૂર્વજન્મની ધર્મ ભાવનાથી પ્રભાવિત તે છ યે જીવો નિર્મોહી તીર્થંકર ભગવાનના ધર્મ શાસનમાં દીક્ષિત થઈને તપ સંયમમાં પુરુષાર્થ કરી થોડા જ સમયમાં સંપૂર્ણ દુઃખોથી રહિત અર્થાત્ મુક્તિને પ્રાપ્ત થયાં. આમ તે બધાં ઈક્ષકાર રાજા, કમલાવતી રાણી, ભૃગુ પુરોહિત, તેની પત્ની યશા અને બંને પુત્રો; વીતરાગ શાસનમાં દીક્ષિત થઈ પરમ નિર્વાણને પ્રાપ્ત થયાં, મુક્ત થયાં.
– એમ ભગવાને કહ્યું છે. વિવેચન :fouTખરિવાર:- નિઃસ્નેહ– કોઈ પણ પ્રકારના પ્રતિબંધ કે પ્રતિબદ્ધતાથી રહિત.નિષ્પરિગ્રહ - સચિત્ત કે અચિત્ત, વિદ્યમાન કે અવિધમાન, દ્રવ્ય અને ભાવ દરેક પ્રકારના પરિગ્રહોથી રહિત બનેલા. થોર વોરારમ્ભ :- (૧) અત્યંત દુષ્કર તપ સ્વીકારીને, કર્મશત્રુઓનો ક્ષય કરવા ધર્માચરણ વિષયક વિશેષ પરાક્રમ કરનાર થયા. (૨) તત્ત્વાર્થ રાજવાર્તિક અનુસાર જ્વર, સન્નિપાત વગેરે અત્યંત ભયંકર રોગોમાં અનશન કે કાયકલેશ વગેરે તપશ્ચર્યામાં શિથિલ થતાં નથી અને જે ભયાનક સ્મશાન, પર્વત ગુફા વગેરેમાં નિવાસ કરવાના અનુભવી હોય છે, તે ઘોર તપસ્વી' છે. આવા ઘોર તપસ્વી જ્યારે પોતાનાં તપ અને સંયમમાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરે છે, ત્યારે તેઓ 'ઘોર પરાક્રમી' કહેવાય છે. ધમપરાયા - ધર્મપરાયણ, ધર્મનિષ્ઠ, ધર્મશીલ, થપરંપરા પાઠાન્તર છે, તેનો અર્થ છે જેને પરંપરાથી એટલે સાધુદર્શનથી બંને કુમારોને, કુમારોના નિમિત્તથી પુરોહિત અને પુરોહિતની પત્નીને, આ બંનેના નિમિત્તથી રાણી કમળાવતી અને રાણી દ્વારા રાજાને ધર્મનો બોધ પ્રાપ્ત થયો. ઉપસંહાર:- પૂર્વજન્મના સંસ્કાર, વર્તમાનનાં આવરણોને તોડી નાંખે છે. સત્સંગની અસર જીવનપર સચોટ થાય છે. ઋણના અનુબંધો ગાઢ પરિચયથી જાગે છે. સત્સંગથી જીવન અમૃતમય બને છે અને સાધકો પરસ્પર પ્રેમભાવથી સાથે રહીને જીવનના ધ્યેય સુધી પહોંચી શકે છે. સંસારની વાસનાથી દૂર રહી આત્મજાગૃત્તિ દ્વારા સંયમનો સન્માર્ગ સ્વીકારવા તત્પર બનવું જોઈએ. ભોગોની વિરક્તિ જ ત્યાગમાર્ગની સંપ્રાપ્તિ કરાવે છે અને તેના દ્વારા જ જીવાત્મા શાશ્વત શાંતિના પરમપંથે પ્રયાણ કરી શકે છે. આ રીતે આ અધ્યયનમાં રાજા, પુરોહિત અને પુત્રોના આત્મકલ્યાણના વર્ણનથી માલિક, નોકર અને બાળકોને તથા સ્ત્રી જાતિને પણ સંયમ ગ્રહણ કરી આત્મકલ્યાણ સાધવાની પ્રેરણા મળે છે. સંયમ કે આત્મકલ્યાણ સાધવામાં કોઈ પણ વય કે અવસ્થા બાધક બનતી નથી. જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થતાં કલ્યાણનો માર્ગ ખુલ્લો થઈ જાય છે.
II અધ્યયન-૧૪ સંપૂર્ણ II