Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ૨૭૦ |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
જાણતાં, વયં = અમે, પુર = પહેલાં, પર્વ - પાપ, વ = કર્મ, અતિ = કરતા હતા અને, સોમનાથ - તમારા રોકાયેલા, પરવતા - સર્વ પ્રકારે સુરક્ષિત કરાયેલા, તે પાપકર્મનું, મુખનો વિ. પુનઃ, વેવ સમાયરાનો - સેવન નહીં કરીએ. ભાવાર્થ :- જ્યાં સુધી અમે ધર્મથી અજાણ હતા, ત્યાં સુધી આપના દ્વારા રોકાયેલા અને સુરક્ષિત કરાયેલા એવા અમે મોહને વશ થઈ પાપકર્મનું આચરણ કરતા હતા, પરંતુ હવે ધર્મને જાણ્યા પછી અમો તથાપ્રકારનું આચરણ કરશું નહીં. २१ अब्भाहयंमि लोगंमि, सव्वओ परिवारिए ।
अमोहाहिं पडतीहिं, गिहसि ण रइ लभे ॥२१॥ શબ્દાર્થ :- નોમિ- આ લોક, મામાદમિ - બધી રીતે પીડિત થઈ રહ્યો છે અને, સબ્બો = ચારે બાજુથી, પરિવાર - ઘેરાયેલો છે અને, મનોહાર્દ - અમોઘશસ્ત્ર ધારાઓ, પડતહિં પડી રહી છે, હિલિ - ઘરમાં, ગૃહસ્થ જીવનમાં, ડું - આનંદ, તમે - મળતો નથી, અમોને સંસારમાં રહેવામાં આનંદ નથી, રુચિ નથી.
ભાવાર્થ :- આ આખો સંસાર પીડિત થઈ રહ્યો છે, ચારે તરફથી ઘેરાઈ રહ્યો છે, અમોઘ શસ્ત્રધારાઓ પડી રહી છે, આવી વિષમ સ્થિતિમાં અમને ઘરમાં રહેવામાં જરા પણ રુચિ –આનંદ નથી. |२२ केण अब्भाहओ लोगो, केण वा परिवारिओ ।
का वा अमोहा वुत्ता, जाया चितावरो हु मे ॥२२॥ શબ્દાર્થ :- ગાથા - હે પુત્રો, છે - કોનાથી, છે - કઈ, કુત્તા - કહી છે, તે જાણવા માટે, મે - હું, વિતાવો - ચિંતિત, થઈ રહ્યો છું. ભાવાર્થ :- પિતા હે પુત્રો ! આ લોક કોનાથી પીડિત થઈરહ્યો છે? કોનાથી ઘેરાયેલો છે? અમોઘ શસ્ત્રધારા કઈ છે? આ જાણવા માટે હું ચિંતિત થઈ રહ્યો છું અર્થાત્ તમે આવી ગૂઢ વાતો શું કરો છો? २३ मच्चुणाऽब्भाहओ लोगो, जराए परिवारिओ।
अमोहा रयणी वुत्ता, एवं ताय वियाणह ॥२३॥ શબ્દાર્થ :- તાવ - હે પિતાજી, તો આ લોક, નવુ મૃત્યુથી, મોતથી, અભાદપીડિત થઈ રહ્યો છે, નર = વૃદ્ધાવસ્થાથી, પરિવારો = ઘેરાયેલો છે, જેથી = રાત દિવસ રૂપી, મનોહા - અમોઘ શસ્ત્રધારા, વત્તા - કહી છે, જેનાથી પ્રતિક્ષણ આયુષ્ય ઘટી રહ્યું છે, પર્વ - આ રીતે, વિયાપદ - તમે સમજો, જાણો. ભાવાર્થ :- પુત્રો – હે પિતાજી ! આ લોક મૃત્યુથી પીડિત થઈ રહ્યો છે, આ લોક જરાથી ઘેરાયેલો છે