Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૯૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
મૃત્યુના સ્વરૂપથી અજ્ઞાત વ્યક્તિને માટે મરણ એ દુઃખ અને ભયનું કારણ બને છે. મૃત્યુને બરાબર જાણી લેવાથી મૃત્યુનો ભય અને દુઃખ મટી જાય છે. આત્માની સત્તાને સમજવાથી તેમજ આત્મલક્ષી જીવન જીવવાથી મૃત્યુનો બોધ થાય છે. બોધ થવાથી જીવ સદૈવ અપ્રમત્ત રહી પાપકર્મોથી બચે છે, મન, વચન અને કાયાથી થતી પ્રવૃત્તિઓમાં સતત સાવધાન રહે છે. ધર્મપાલન કરવામાં જ્યારે શરીર અસમર્થ બની જાય કે મૃત્યુ સામે દેખાય, ત્યારે તે સંલેખના કરવા શૂરવીર બની જાય છે. તે સમયે તેને મૃત્યુનો ભય કે દુઃખ થતું નથી. આ મૃત્યુને સકામમરણ કહ્યું છે. તેનાથી વિપરીત જેને આત્મજ્ઞાન નથી, હિંસાદિથી વિરક્તિ નથી, તેવા અજ્ઞાની જીવોના મરણને અકામમરણ કહ્યું છે.
પ્રસ્તુત અધ્યયનનો સાર છે કે સાધકે અકામમરણથી દૂર રહી સકામમરણ માટે પુરુષાર્થ કરવો જોઈએ. ૪ થી ૧૬ ગાથામાં અકામમરણનું સ્વરૂપ, તેના અધિકારી, તેનો સ્વભાવ તથા તેના દુષ્પરિણામનો ઉલ્લેખ છે. તપશ્ચાત્ સકામ મરણનું સ્વરૂપ, તેના અધિકારી અને અનધિકારીની ચર્ચા છે. ૧૭ થી ૨૯ ગાથા સુધી સકામમરણને પ્રાપ્ત કરવાનો ઉપદેશ અને ઉપાયોનું નિરૂપણ છે.
ભગવતીસૂત્રમાં મરણના આ જ બે ભેદ કહ્યા છે પરંતુ સ્થાનાંગસૂત્રમાં મરણના ત્રણ પ્રકાર કહ્યા છે, બાલમરણ, પંડિતમરણ અને બાલપંડિતમરણ. વ્રતધારી શ્રાવક વિરતાવિરત કહેવાય છે, તે વિરતિની અપેક્ષાએ પડિત અને અવિરતિની અપેક્ષાએ બાળ કહેવાય છે, તેથી તેનું મરણ બાલડિત મરણ કહેવાય
બાલમરણના ૧૨ ભેદ છે. (૧) બાલ મરણ- ગળું મરડીને મરવું. (ર) વશાર્ક મરણ-ઇન્દ્રિયના વિષય કે મોહને વશીભૂત થઈ અથવા દુ:ખ અને ભૂખથી પીડિત થઈ રિબાઈ રિબાઈને મરવું. (૩) અન્તઃશલ્ય અથવા સશલ્ય મરણ– માયા, નિદાન અને મિધ્યાત્વદશામાં થનાર મરણને સશલ્ય મરણ કહે છે. અથવા ભાલા, તીર વગેરે નીષ્ણુ શસ્ત્રોના પ્રહારથી થતાં મરણને અન્તઃશલ્ય મરણ કહે છે. લજ્જા અભિમાનાદિને કારણે દોષોની આલોચના શુદ્ધિ વગેરે કર્યા વિના થતાં મરણને પણ અન્તઃશલ્ય મરણ કહે છે. (૪) તદ્ભવમરણ– વર્તમાન ભવમાં જે આયુને ભોગવી રહ્યા છે એ જ ભવના આયુને બાંધીને મરવું અથવા મનુષ્ય થવા માટે જ મરવું (૫) ગિરિપતન– પર્વત ઉપરથી પડીને મરવું (૬) તરુ વૃક્ષ ઉપરથી પડીને મરવું (૭) જલપ્રવેશ કરીને મરવું (૮) અગ્નિમાં બળીને મરવું (૯) ઝેર પી ને મરવું (૧૦) શસ્ત્રાવપાટન— તલવાર વગેરેથી શરીરના કટકા કરીને મરવું (૧૧) વૃક્ષની શાખા ઉપર લટકવું, ફાંસીએ લટકીને મરવું (૧૨) હાથી આદિના મૃત કલેવરમાં પ્રવિષ્ટ થઈ ગીધ આદિ પક્ષીઓ દ્વારા જીવિત શરીરને ઘેલીને ખવાતાં મરવું.
વ્રત રહિત બાલ જીવોના પાંચ ભેદ છે– (૧) અવ્યક્તબાલ – નાનું બાળક, જે ધર્મ કે મોક્ષને જાણતું નથી અને તેનું આચરણ કરવામાં અસમર્થ છે. (૨) વ્યવહારબાલ – જે લોક વ્યવહાર, શાસ્ત્રજ્ઞાન આદિને જાણતા નથી. (૩) જ્ઞાનબાલ – જે જીવાદિ પદાર્થોને સમ્યરૂપથી જાણતા નથી. (૪) દર્શનબાલ – જેને ધર્મનાં તત્ત્વો પ્રતિ શ્રદ્ધા નથી. (૫) ચારિત્રબાલ – ચારિત્રથી હીન વિષયાસક્ત,