Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩.
૪.
ર. વાયુપ્રેરિત આગથી રાજભવન તેમજ અંતઃપુર બળી રહ્યું છે, તેની ઉપેક્ષા કેમ કરો છો ?
પહેલાં કિલ્લો, ગઢના દરવાજો, ખાઈઓ અને શસ્ત્રાસ્ત્ર વગેરેથી નગરને સુરક્ષિત કરીને પછી દીક્ષા ગ્રહણ કરો.
પોતાના માટે અને વંશોના આશ્રય માટે પહેલાં પ્રાસાદ આદિ બનાવી પછી દીક્ષા લેજો.
ચોરો, ડાકુઓ વગેરેનો નિગ્રહ કરી નગરમાં શાંતિ સ્થાપિત કરી પછી દીક્ષા લેજો.
૬.
વિરોધી રાજાઓને પરાજિત કરી તેમજ વશીભૂત કરી પછી દીક્ષા લેજો.
૭. વિપુલ યજ્ઞ કરી, શ્રમણો, બ્રાહ્મણોને ભોજન કરાવી તથા દાન અને ભોગ વગેરે પ્રીતિકારક કાર્યો કર્યા પછી દીક્ષા લે
૫.
૮.
૯.
૨.
૧૫૪
૩.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
૧૦. આશ્ચર્ય છે કે તમે બુદ્ધિમાન છતાં મળેલા અદ્ભુત ભોગોને છોડી અને ભવિષ્યનાં સુખોની પ્રાપ્તિ માટે પ્રવ્રજ્યા ગ્રહણ કરી રહ્યા છો, એ પશ્ચાત્તાપનો હેતુ ન બની જાય, તેનો વિચાર કરો.
રાજર્ષિ નમિએ દરેક પ્રશ્નોનો ઉત્તર આધ્યાત્મિક સ્તરે શ્રમણ સંસ્કૃતિને અનુલક્ષીને આપ્યા છે.
૪.
૧. સંપૂર્ણ જગતને આત્મવત્ સમજનારા નમિ રાજર્ષિનો પ્રથમ પ્રશ્નનો માર્મિક ઉત્તર વૃક્ષાશ્રયી પક્ષીઓના રૂપક દ્વારા આપ્યો છે. સૌ પોતાના સ્વાર્થવશ આક્રંદ કરી રહ્યા છે, હું તો વિશ્વનાં દરેક પ્રાણીઓનાં આક્રંદ શાંત કરવા દીક્ષિત થઈ રહ્યો છું અર્થાત્ વિશ્વમૈત્રી સાધવા જઈ રહ્યો છું.
૫.
ઘોરાશ્રમરૂપ ગૃહસ્થાશ્રમ છોડી સંન્યાસ ગ્રહણ કરવાની અપેક્ષાએ અહીં રહીને પૌષધવ્રતાદિનું પાલન કરવું, એ ક્ષત્રિયોચિત ધર્મ છે.
સોનું, રૂપ, મણિ, મોતીઓ, કાંસુ, વસ્ત્રો, વાહનો અને ભંડાર વગેરે વધારીને ત્યાર પછી નિરપેક્ષ અને નિરાકાંક્ષ બની પ્રવ્રુજિત થજો.
બીજા પ્રશ્નનો ઉત્તર તેઓએ આત્મકત્વભાવની દૃષ્ટિએ આપ્યો છે કે મિથિલા કે કોઈ પણ વસ્તુ બળી રહી છે, તેનાથી મારા આત્માનું કંઈ જ બળતું નથી. હું એ સર્વ આસક્તિથી વિરક્ત બન્યો છું.
મારે હવે બાહ્ય સુરક્ષાથી શું સંબંધ ? પોતાની આત્મરક્ષા અર્થે આધ્યાત્મિક શસ્ત્રાસ્ત્ર લઈ વિકારોના યુદ્ધનો સામનો કરી રહ્યો છે.
જ્યાં અસ્થાયી નિવાસ છે, ત્યાં ઘર બનાવવાથી શું? ઘર તો ત્યાં બનાવી શકાય જ્યાં સ્થાયી રહેવાનું હોય. હું તે જ કરી રહ્યો છું અર્થાત્ આ સંસારમાં અશાશ્વત ઘર બનાવવાની અપેક્ષાએ શાશ્વત સિદ્ધિ સ્થાનને જ ઘર બનાવવું મહત્વપૂર્ણ છે.
સંસારમાં અપરાધીને ઓળખવા મુશ્કેલ છે, તેથી હું તો મારા આત્માના અપરાધીને જ દૂર કરવા પ્રયત્નશીલ છું.