Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્યયન–૧૧: બહુશ્રુત પૂજા
૨૦૧ |
કરનાર ન હોય, (૬) અત્યંત રસલોલુપ ન હોય, (૭) ક્રોધનાં કારણો ઉપસ્થિત હોવાં છતાં ય જે ક્રોધ ન કરતો હોય, ક્ષમાશીલ હોય (૮) જે સત્યમાં અનુરક્ત હોય, સત્યનિષ્ઠ હોય, તે શિક્ષાશીલ અર્થાત્ શિક્ષાને પ્રાપ્ત કરનાર કે બહુશ્રુત બને છે. વિવેચન :
શિક્ષાના બે પ્રકાર : (૧) ગ્રહણશિક્ષા (૨) આસેવન શિક્ષા. ગુરુ પાસેથી પ્રાપ્ત કરાતાં શાસ્ત્રીય જ્ઞાનને ગ્રહણ શિક્ષા અને ગુરુના સાન્નિધ્યમાં રહીને તનુસાર કરાતા આચરણના અભ્યાસને આસેવન શિક્ષા કહે છે. આ બંને પ્રકારની શિક્ષા અભિમાન આદિ કારણોથી પ્રાપ્ત થતી નથી. અભિમાન આદિ પાંચે ય અવગુણોને છોડીને જે શિક્ષાશીલ થાય છે, તે જ બહુશ્રુત બને છે. અંબા (તંભ) – અભિમાનીને કોઈ શાસ્ત્ર ભણાવતા નથી કેમ કે તે વિનય કરતો નથી. આમ શિક્ષા પ્રાપ્તિમાં અભિમાન બાધક છે. પાપ - વ્યવહારમાં પ્રમાદના મુખ્ય પાંચ ભેદ પ્રચલિત છે. મધ, વિષય, કષાય, નિંદા અને વિકથા. આળસ, પ્રમાદની જ અંતર્ગત છે. આળસ શબ્દનો પ્રયોગ ઉપેક્ષાભાવ, ઉત્સાહહીનતા કે નિરુત્સાહીના અર્થમાં છે. પ્રમાદ શબ્દથી સૂમ દષ્ટિએ સાધક માટે શરીર શુશ્રુષા અને ઉપકરણ વિભૂષા આદિ પ્રવૃત્તિઓનું ગ્રહણ થાય છે. અબક્ષત બનવાનાં પાંચ કારણ:- ગાથા ૩ માં બતાવેલા પાંચ કારણોથી મનુષ્ય શિક્ષા પ્રાપ્તિને યોગ્ય બનતો નથી. આવી વ્યક્તિ તે તે ગુણોના અભાવમાં અબહુશ્રુત બને છે. સિપાહીને :- (૧) શિક્ષા પામવા યોગ્ય, શ્રુતજ્ઞાન પામવા યોગ્ય, (૨) શિક્ષાથી સંપન્ન, જ્ઞાનથી
સંપન્ન. ક રે :- અકારણ કે સકારણ જેનો સ્વભાવ હાંસી મજાક કરવાનો ન હોય. કાતે - સદાચારનો અભાવ. સેવા, વિનય, અધ્યયનરુચિ ત્યાગ, તપસ્યા વગેરે અનુષ્ઠાનોમાં રુચિ ન રાખે, ઉપેક્ષા કરે, તેને અશીલ કહેવામાં આવે છે. નિરીને , દોષયુક્ત આચરણ. ક્રોધ, ઘમંડ. કલેશ, કપટ. પ્રપંચ કરનાર. નિંદા વિકથાઓમાં સમય પસાર કરનાર, જિનાજ્ઞા અને ગુરુ આજ્ઞાથી વિપરીત પ્રવૃત્તિઓ કરનારને વિશીલ કહેવામાં આવે છે. અવિનીત અને વિનીતનાં લક્ષણ :___अह चोद्दसहिं ठाणेहिं, वट्टमाणे उ संजए ।
अविणीए वुच्चइ सो उ, णिव्वाणं च ण गच्छइ ॥६॥ શબ્દાર્થ – વોર્દિ-ચૌદ, હિંસ્થાનોમાં, વટ્ટનાને વર્તમાન, સંક-સંયત, ભિક્ષ,