Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ૨૪૪ |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
નિષ્કાસિત થયા હતા. દીક્ષિત થયા બાદ જ્યારે તેઓ વિચરણ કરતાં હસ્તિનાપુર ગયા, ત્યારે પણ ત્યાં નમુચિ નામના બ્રાહ્મણ મંત્રીએ આ ચાંડાલ છે એમ કહીને તેમનો તિરસ્કાર કર્યો અને નગરમાંથી બહાર કાઢી મૂકયા. આમ તેઓ શૂદ્રજાતિના કારણે પરાજિત કે અપમાનિત હતા. શિયાળ :- વિષયસુખોની અભિલાષાથી પ્રેરિત બની કરવામાં આવતો સંકલ્પ. આ આર્તધ્યાનના ચાર ભેદોમાંથી એક ભેદ છે. સંભૂતમુનિએ ચિત્તમુનિ દ્વારા રોકવા છતાં નિદાન કરી લીધું હતું કે 'મારી તપસ્યાનું જો કોઈ ફળ હોય, તો હવે પછીના જન્મમાં મને ચક્રવર્તીપદ મળે. જેની તપસ્યાનું ફળ વધારે હોય અને નિદાન સંકલ્પનું મૂલ્ય ઓછું હોય, તો એ સફળ થઈ જાય છે અર્થાતુ મળી જાય છે.
પત્તે સંબૂઓ :- પૂર્વજન્મમાં જે સંભૂત નામના મુનિ હતા, તે નિદાનના પ્રભાવે પાંચાલમંડળના કાંડિલ્યનગરમાં બ્રહ્મરાજ અને ચૂલનીને ત્યાં બ્રહ્મદત્તપુત્રરૂપે ઉત્પન્ન થયા. ક્િલુઝિ :- પૂર્વજન્મમાં ચિત્ત નામના જે મુનિ હતા તે પ્રચુર ધન અને શ્રેષ્ઠ પરિવારથી સંપન્ન એવા વિશાળ ધનસાર શ્રેષ્ઠિના કુળમાં ગુણસાર નામના પુત્રરૂપે ઉત્પન્ન થયા અને જૈનાચાર્ય શુભચંદ્રની પાસે તેણે ચારિત્રરૂપ ધર્મનો ઉપદેશ સાંભળી મુનિધર્મની દીક્ષા ગ્રહણ કરી. કપિલ્યનગરમાં બંનેનું મિલન :
कंपिल्लम्मि य णयरे, समागया दो वि चित्तसंभूया ।
सुहदुक्खफलविवाग, कहेति ते इक्कमिक्कस्स ॥३॥ શબ્દાર્થ – પિરામિ - કપિલપુર, પાયરે -નગરમાં, વો વિ. બંને, સમય -એકત્રિત થયા, ફ નવર્સ - પરસ્પર એકબીજાને, તે - તે, સુદ દુદ પાન-વિવા- સારા અને ખરાબ કર્મોનાં સુખદુઃખ ફળ, વિપાક, વતિ - કહેવા લાગ્યા. ભાવાર્થ - કપિલ્યનગરમાં ચિત્ત અને સંભૂત બંનેનું મિલન થયું. ત્યાં તેઓએ પરસ્પર એકબીજાને પોતપોતાનાં સુખદુઃખ અને કર્મફળનાં પરિણામને કહેવા લાગ્યા.
चक्कवट्टी महिड्डिओ, बंभदत्तो महायसो ।
भायरं बहुमाणेणं, इमं वयणमब्बवी ॥४॥ શબ્દાર્થ - મgિો - મહાઋદ્ધિશાળી, મહાવો- મહાયશસ્વી, વહુમાળખ- ઘણા માનપૂર્વક, ભાયાં - પોતાના પૂર્વભવના ભાઈ ચિત્તને, રૂ - આ રીતે, વય - વચન, નવી • કહ્યું. ભાવાર્થ :- મહાન ઋદ્ધિસંપન્ન તેમજ મહાયશસ્વી ચક્રવર્તી બ્રહ્મદત્ત ખૂબ સત્કારપૂર્વક પોતાના પૂર્વભવના ભાઈ ચિત્તને આ પ્રમાણે કહ્યું –