Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ૨૪૨ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
રાજ્ય આપીશ.' પણ કોણ તેના રહસ્યને જાણતું હોય કે શ્લોકના ઉત્તરાર્ધની પૂર્તિ કરે?
ચિત્તનો જન્મ પુરિમતાલનગરમાં ધનસાર શેઠને ત્યાં પુત્રરૂપે થયો હતો. તે યુવાન થયા. તેમને પણ એકવાર જાતિસ્મરણ જ્ઞાન થતાં તે મુનિ બની ગયા. એકવાર વિહાર કરતાં કરતાં તે કાંડિલ્ય નગરના ઉદ્યાનમાં આવીને ધ્યાનસ્થ થઈને ઊભા રહી ગયા. ત્યાં કોઈ રેટ ચલાવનાર ઉક્ત શ્લોકનો પૂર્વાર્ધ જોર જોરથી બોલી રહ્યો હતો. મુનિએ તે સાંભળ્યો અને તેની
• તુલસ ત સાભળ્યા અને તેની પુતિ કરી દીધી. 'एषा नौ षष्ठिका जातिः, अन्योन्याभ्यां वियुक्तयोः ।'
રંટ ચલાવનારે બંને પદોને એક પત્ર પર લખ્યાં અને અર્થે રાજ્ય મેળવવાની તાલાવેલીમાં તત્ક્ષણ ચક્રવર્તીની પાસે પહોંચ્યો અને એક શ્વાસમાં પૂરો શ્લોક તેને સંભળાવી દીધો. સાંભળતાં જ ચક્રવર્તી સ્નેહવશ મૂચ્છિત થઈ ગયા. આ જોતાં રાજ્યસભા ચિંતાતુર બની ગઈ અને ઘણા લોકો સમ્રાટને મૂચ્છિત કરનારને મારવા તૈયાર થઈ ગયા. એ જોતાં રેંટ ચલાવનાર માળી બોલ્યો. "મેં આ શ્લોકની પૂર્તિ કરી નથી. રેટ પાસે ઊભેલા એક મુનિએ કરી છે." અનુકૂળ ઉપચારથી રાજાની મૂચ્છ દૂર થઈ. હોશમાં આવતાં જ સમ્રાટે સંપૂર્ણ માહિતિ મેળવી. શ્લોકપૂર્તિનો ભેદ ખુલ્લો પડ્યો. રાજા પોતે પ્રસન્નતાપૂર્વક પોતાના રાજ પરિવાર સહિત મુનિના દર્શનાર્થે ઉધાનમાં પહોંચ્યા. મુનિને જોતાં જ બ્રહ્મદત વંદના કરી સવિનય તેની પાસે બેઠા. તે બંને પૂર્વજન્મોના ભાઈઓ સુખ–દુઃખ ફળ વિપાકની ચર્ચા કરવા લાગ્યા.
આ છઠ્ઠા જન્મમાં બંનેને એકબીજાથી અલગ થવાનું કારણ મુનિએ બ્રહ્મદત્ત ચક્રવર્તીને સમજાવ્યું તેની સાથે એ પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે પૂર્વજન્મનાં શુભ કર્મોથી આપણે અહીં આવ્યા છીએ, જો આ તમારા વિયોગનો સદાને માટે અંત લાવવો હોય, તો તમારી જીવનયાત્રાને સન્માર્ગે વાળવી જોઈએ. જો તમે કામભોગોને છોડી શકતા નથી, તો આર્ય કર્મ કરો, ધર્મમાં સ્થિર બની સર્વ પ્રાણી પર અનુકંપા રાખો, જેથી તમારી દુર્ગતિ અટકી જાય.
પરંતુ બ્રહ્મદત્ત ચક્રવર્તીએ મુનિનું એક પણ વચન સ્વીકાર્યું નહીં. તેણે તો મુનિને સાંસારિક સુખ ભોગો માટે વારંવાર આમંત્રિત કર્યા પરંતુ મુનિએ ભોગોની અસારતા, દુઃખકારકતા, સુખાભાસતા, અશરણતા તથા નશ્વરતા સમજાવી. બ્રહ્મદત્ત ચક્રવર્તીએ પોતાની અસમર્થતા દર્શાવી અને કહ્યું કે જેમ કીચડમાં ફસાયેલો હાથી કિનારો જોઈને પણ કાંઠે જઈ શકતો નથી, એક ડગલું પણ આગળ વધી શકતો નથી, તેમ હું પણ શ્રમણધર્મને જાણતો હોવા છતાં કામભોગોમાં ફસાયેલો હોવાથી ધર્મનું પાલન કરી શકતો નથી.
મુનિ ત્યાંથી ચાલ્યા ગયા, સંયમ સાધના કરતાં કરતાં સિદ્ધગતિ (મુક્તિ)ને પામ્યા. બ્રહ્મદત્ત અશુભ કર્મોનાં કારણે સર્વથી વધુ અશુભ એવી સાતમી નરકમાં ગયા.
ooo