Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન–૧૨ઃ હરિકેશીય
૨૧૫
એક દિવસ વસંતોત્સવના સમયે ઘણા લોકો એકત્રિત થયાં હતાં. ઘણા બાળકો ત્યાં રમતા હતા. ઉપદ્રવી તોફાની હરિકેશબલ જ્યાં બાળકો રમતા હતા ત્યાં રમવા ગયો, તો વડીલોએ તેને રોકી દીધો. આથી ગુસ્સામાં તે બધાને ગાળો દેવા લાગ્યો. બધાએ તેને ત્યાંથી ઉઠાડી દૂર બેસાડી દીધો. અપમાનિત હિરકેશબલ એકલો લાચાર અને દુઃખિત બની બેસી ગયો. એટલામાં જ ત્યાં એક ભયંકર કાળો વિષધર સર્પ નીકળ્યો. ચાંડાલોએ તે 'દુષ્ટસર્પ' છે એમ કહી તેને મારી નાંખ્યો. થોડીવાર પછી એક અલશિક (બે મુખી) જાતિનો નિર્વિષ સર્પ (અળસિયું) નીકળ્યો. લોકોએ તેને વિષરહિત છે, એમ માનીને છોડી દીધો. આ બંને ઘટનાને દૂર બેઠેલા હરિકેશબલે જોઈ. તેણે ચિંતન કર્યું કે પ્રાણીઓ પોતાના જ કારણે દુઃખ પામે છે, પોતાના જ ગુણો વડે પ્રીતિપાત્ર બને છે. મારી જ સામે મારા બંધુજનોએ વિષધર સર્પને મારી નાંખ્યો અને નિર્વિષ સર્પની રક્ષા કરી, તેને માર્યો નહીં. મારા બંધુજનો મારા દોષયુક્ત વ્યવહારને લીધે જ મને ધુત્કારે છે. હું સર્વનો અપ્રિય બન્યો છું. જો હું પણ દોષરહિત બની જાઉં તો સૌને પ્રિય બની જાઉં.
એમવિચારતાં વિચારતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેની સામે મનુષ્યભવમાં કરેલ જાતિમદ અને રૂપમદનું ચિત્ર તરવરવા લાગ્યું. તે જ સમયે તેને વિરક્તભાવ આવી ગયો અને કોઈ મુનિ પાસે જઈ ભાગવતી દીક્ષા અંગીકાર કરી. તેની ધર્મસાધનામાં જાતિ અવરોધ ન કરી શકી. મુનિ હ૨કેશબલે કર્મક્ષય કરવા અર્થે તીવ્ર તપશ્ચર્યા કરી. એકવાર વિહાર કરતાં તેઓ વારાણસી પહોંચ્યા. ત્યાં હિંદુકવનમાં એક વિશિષ્ટ હિંદુકવૃક્ષની નીચે તેઓ રહ્યા અને ત્યાં જ માસખમણની તપશ્ચર્યા કરવા લાગ્યા. તેમના ઉત્કૃષ્ટ ગુણોથી પ્રભાવિત બની ગંડીતિંદુક નામનો એક યક્ષરાજ તેની વૈયાવચ્ચ કરવા લાગ્યો.
એકવાર નગરીના રાજા કૌશિલિકની ભદ્રા નામની રાજપુત્રી પૂજાની સામગ્રી લઈને પોતાની સખીઓની સાથે તે હિંદુકયક્ષની પૂજા કરવા આવી. તેણે યક્ષની પ્રદક્ષિણા કરતાં મલિન વસ્ત્ર અને ગંદા શરીરવાળા કુરૂપ મુનિને જોયા. તે મોઢું બગાડીને ઘૃણાભાવથી તેના ઉપર થૂંકી. રાજપુત્રીનું આ અસભ્યવર્તન જોઈ યક્ષ ક્રોધિત બની તુરંત જ તેના શરીરમાં પ્રવેશ કરી ગયો. યક્ષાવિષ્ટ રાજપુત્રી પાગલની જેમ અસંબદ્ઘ પ્રલાપ તેમજ વિકૃત ચેષ્ટાઓ કરવા લાગી. સખીઓ ઘણી મહેનતે તેને રાજમહેલમાં લાવી. રાજા તેની આવી સ્થિતિ જોઈને અત્યંત ચિંતિત બની ગયા. અનેક ઉપચાર કર્યા પરંતુ નિષ્ફળ ગયા.
–
રાજા અને મંત્રી વિચારશૂન્ય બની ગયા કે હવે શું કરવું ? એટલામાં જ યક્ષ કોઈ બીજાના શરીરમાં પ્રવેશ કરી બોલ્યો – 'આ કન્યાએ તપસ્વીમુનિનું ઘોર અપમાન કર્યું છે, એટલે મેં તેનું ફળ ચખાડવા માટે જ આ કન્યાને પાગલ કરી દીધી છે. જો આપ તેને જીવિત જોવા ઈચ્છતા હો, તો આ અપરાધના પ્રાયશ્ચિતરૂપે મુનિ સાથે તેના લગ્ન કરી આપો. રાજા આ વાતનો જો સ્વીકાર કરે નહીં, તો હું રાજપુત્રીને જીવતી નહીં રહેવા દઉં.' રાજાએ વિચાર્યું કે જો મુનિ સાથે લગ્ન કરી દેવાથી આ જીવિત રહેતી હોય, તો આપણને શી આપત્તિ છે ? રાજાએ આ વાત સ્વીકારી લીધી અને મુનિની સેવામાં જઈ પોતાના અપરાધની ક્ષમા માગી. હાથ જોડી ભદ્રાને સામે ઊભી રાખી પ્રાર્થના કરી હે 'ભગવાન ! આ કન્યાએ આપનો મહાન અપરાધ કર્યો છે. આથી હું આપની સેવામાં તેને સેવિકાના રૂપમાં અર્પણ કરું છું, આપ તેનું પાણિગ્રહણ કરો.' આ સાંભળીને મુનિએ શાંતભાવે કહ્યું – હે 'રાજન્ ! મારું કંઈ જ અપમાન થયું નથી. હું ધન, ધાન્ય,