Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૯:નમિપ્રવજ્યા
.
| ૧૭૫ |
મોર = ભોગોને, વસિ = છોડી રહ્યા છો અને, તે = અવિદ્યમાન, અપ્રાપ્ત, વા- કામભોગોની, સુખોની, પત્થતિ અભિલાષા કરો છે, સંખેડ- સંકલ્પ વિકલ્પોથી તમે,
વિસ- દુઃખી થઈ જશો.
ભાવાર્થ :- હે પૃથ્વીપતિ! આશ્ચર્ય છે કે તમો પ્રત્યક્ષ મળેલાં સુખોનો ત્યાગ કરવા તૈયાર થયા છો અને નહીં મળેલા એવા કામભોગોના સુખોની ઈચ્છા કરી રહ્યા છો પરંતુ અભિલાષાઓ પૂર્ણ નહીં થાય ત્યારે તમે વ્યર્થ સંકલ્પ વિકલ્પોથી દુઃખી થઈ જશો. ५२ एयमटुं निसामित्ता, हेउ कारण चोइओ ।
તઓ ની રીયરિલી, વેવ ખમવી ૧૨ ભાવાર્થ :- દેવેન્દ્રના આ પ્રશ્નને સાંભળીને તેના પ્રશ્ન પૂછવાની પાછળ રહેલા આશયથી પ્રેરિત થયેલા નમિરાજર્ષિએ આ પ્રમાણે કહ્યું५३ सल्लं कामा विसं कामा, कामा आसीविसोवमा ।
कामे य पत्थेमाणा वि, अकामा जंति दुग्गइं ॥५३॥ શબ્દાર્થ :- સત્ત - શલ્યરૂપ છે,વિ-વિષરૂપ છે, આસવિલોવન - આશીવિષ સર્પ સમાન છે, પત્થના = અભિલાષા કરનાર પુરુષ, અામ = કામભોગનું સેવન ન કરતાં હોવા છતાં, ડુગડું - દુર્ગતિ, નંતિ. પ્રાપ્ત કરે છે. ભાવાર્થ :- આ સંસારના કામભોગો કાંટારૂપ છે. વિષય વાસના વિષ તુલ્ય છે અને આ કામભોગો આશીવિષ સર્પ જેવા છે. એવા કામભોગોની ઈચ્છા રાખનાર તેને પામ્યા વિના જ અર્થાત્ કામભોગોનું સેવન કર્યા વિના જ દુર્ગતિમાં ચાલ્યા જાય છે. ५४ अहे वयइ कोहेणं, माणेणं अहमा गई।
माया गइपडिग्घाओ, लोहाओ दुहओ भयं ॥५४॥ શબ્દાર્થ - જો - ક્રોધ કરવાથી જીવ, ૩ . નરક ગતિમાં, વય- જાય છે, મને - માનથી, અદમ = નીચ, અધર્મ, અરું = ગતિ પ્રાપ્ત થાય છે, માથા = માયાથી, દિવો = શુભગતિનો નાશ થાય છે, તોહો - લોભથી, જુઓ આ લોક અને પરલોકનો, યં - ભય પ્રાપ્ત થાય છે, દુઃખ પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ :- ક્રોધથી જીવની અધોગતિ થાય છે, માનથી પણ અધમગતિ થાય છે, માયા સદ્ગતિમાં બાધક છે અને લોભ વડે આ લોક અને પરલોક ભયરૂપ બને છે અર્થાતુ બંને લોક દુઃખદાયી બને છે.