Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૯૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
તે ઉપરાંત બહુશ્રુત બનવાની મૌલિક ભૂમિકારૂપ ગુરુકુલવાસની પ્રેરણા ગાથા ૧૪ માં છે. આટલી ભૂમિકા રજૂ કર્યા પછી શાસ્ત્રકારે શંખ, અશ્વ, ગજરાજ, ઉત્તમ વૃષભ આદિ અનેક ઉપમાઓથી ઉપમિત કરી બહુશ્રુતનો મહિમા, તેજસ્વિતા, આંતરિક શક્તિ, કાર્યક્ષમતા અને શ્રેષ્ઠતાને પ્રગટ કરી છે.
આ ઉપમાઓ દ્વારા બહુશ્રુતની બલિષ્ટતા, અજેયતા, નીડરતા, ગંભીરતા વગેરે ગુણો પણ પ્રગટ થાય છે. શાસ્ત્રકારે અંતે બહુશ્રુતતાની ફલશ્રુતિ મોક્ષગામિતા દર્શાવી બહુશ્રુત બનવાની પ્રેરણા આપી છે.
૦૦૦