Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૭૦ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
= સ્વયં યજ્ઞ કરીને.
ભાવાર્થ :- હે ક્ષત્રિય! તમે પહેલાં બ્રાહ્મણો દ્વારા મોટા યજ્ઞો કરાવીને, શ્રમણો અને બ્રાહ્મણોને ભોજન કરાવીને, બ્રાહ્મણદિને ગાયો, ભૂમિ, સુવર્ણ વગેરે પદાર્થોનું દાન આપીને, મનોજ્ઞ શબ્દાદિ વિષય સુખોને ભોગવીને તથા સ્વયં યજ્ઞ કરીને પછી દીક્ષા અંગીકાર કરજો. ३९ एयमटुं णिसामित्ता हेउ कारण चोइओ ।
तओ णमी रायरिसी, देविंद इणमब्बवी ॥३९॥ ભાવાર્થ :- દેવેન્દ્રના આ પ્રશ્નને સાંભળીને તેના પ્રશ્ન પૂછવાની પાછળ રહેલા આશયથી પ્રેરિત થઈને નમિરાજર્ષિએ આ પ્રમાણે કહ્યું४० जो सहस्सं सहस्साणं, मासे मासे गवं दए ।
तस्सावि संजमो सेओ, अदितस्स वि किंचणं ॥४०॥ શબ્દાર્થ :- નો જે પુરુષ, મારે મારે પ્રતિમાસ, વગાયોનું, - દાન કરે છે, તત્સવ - તેની અપેક્ષાએ, વિઇ કાઈ, જિ- પણ, લિંતH = દાન ન કરનારનો, સંગમો - સંયમ, તેઓ = અધિક શ્રેષ્ઠ છે. ભાવાર્થ :- જે વ્યક્તિ એક એક મહિનામાં દશ લાખ ગાયોનું દાન આપે, તેના કરતાં કંઈ પણ દાન ન કરનારનો સંયમ અધિક શ્રેષ્ઠ છે, શ્રેયસ્કર છે, કલ્યાણકારક છે.
વિવેચન :
સાતમા પ્રશ્નોત્તરનો સાર - દેવેન્દ્ર નમિરાજર્ષિને કહ્યું – આપ જ્યાં સુધી યજ્ઞ કરો કે કરાવો નહીં, ગાય વગેરેનું દાન સ્વયં આપો નહીં તથા શ્રમણ, બ્રાહ્મણોને ભોજન કરાવો નહીં અને સ્વયં શબ્દાદિ વિષયોનો ઉપભોગ કરો નહીં, ત્યાં સુધી તમારે દીક્ષા લેવી જોઈએ નહીં અર્થાતુ આ બધાં કર્તવ્યો પૂર્ણ કરીને પછી દીક્ષા અંગીકાર કરો. રાજર્ષિ દ્વારા ઉત્તર :- બ્રાહ્મણવેષી ઈન્દ્ર રાજર્ષિ સમક્ષ બ્રાહ્મણ પરંપરામાં પ્રચલિત યજ્ઞ, બ્રાહ્મભોજન, દાન અને ભોગસેવન, આ ચારની પ્રેરણા આપી, જ્યારે રાજર્ષિએ માત્ર દાનનો જ ઉત્તર આપ્યો છે, બાકીના પ્રશ્નોના ઉત્તરો તેમાં જ સમાવિષ્ટ છે. પ્રતિમાસ દશ લાખ ગાયોનું દાન આપનારની અપેક્ષાએ કંઈ પણ દાન ન આપનાર વ્યક્તિનું સંયમપાલન શ્રેયસ્કર છે. આ શાસ્ત્રવાકયનો ભાવ એ છે કે યોગ્ય પાત્રને દાન દેવું, તે પુણ્યજનક છે, તો પણ તે દાન સંયમ સમાન શ્રેષ્ઠ નથી. તેની અપેક્ષાએ સંયમ શ્રેષ્ઠ છે. કેમ કે દાનથી તો મર્યાદિત પ્રાણીઓનું જ રક્ષણ થાય છે પરંતુ સંયમપાલનમાં સર્વસાવદ્ય વિરતિ હોવાથી સમસ્ત પ્રાણીઓની રક્ષા થાય છે. આ કથનથી દાનની પુણ્યજનકતા સિદ્ધ થાય છે, તીર્થંકર પણ દીક્ષા લેતાં પહેલાં એક વર્ષ સુધી લગાતાર દાન આપે છે. તીર્થંકરો દ્વારા અપાયેલું દાન મહાપુણ્યવર્ધક છે.