Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્યયન-૫: અકામમરણીય
|
[ ૯૯ ]
ભાવાર્થ :- ત્યાર પછી તે અજ્ઞાની પ્રાણીઓ ત્રસ અને સ્થાવર જીવોની હિંસાકારી પ્રવૃત્તિઓ કર્યા કરે છે. તેઓ કયારેક સ્વપરના પ્રયોજનથી હિંસા કરે અને કયારેક નિરર્થક પણ પ્રાણીઓની હિંસા કરે છે. | ९ हिंसे बाले मुसावाई, माइल्ले पिसुणे सढे ।
भुंजमाणे सुरं मंसं, सेयमेयं ति मण्णइ ॥९॥ શબ્દાર્થ - હિંસ- હિંસા કરનાર, મુસીવા - ખોટું બોલનાર, મફત્તે - માયાચારનું સેવન કરનાર, કપટ કરનાર, જિસુણે - બીજાના દોષ પ્રગટ કરનાર, ચાડીચુગલી કરનાર, ૮- ધૂર્ત, વારેઅજ્ઞાની જીવ, સુર-મદિરા, દારૂ, માં - માંસનું, મુંનમાળે - સેવન કરતો, પર્યા. આ કાર્યો, સેવસારાં છે કલ્યાણકારી જ છે, આ રીતે, આમ, મણ માને છે, સમજે છે. ભાવાર્થ :- આવા બાલ અજ્ઞાની જીવો હિંસા, અસત્ય, માયાચાર, નિંદા, કુથલી અને દગાબાજી કરતાં કરતાં છેવટે માંસ મદિરાનું સેવન કરતા થઈ જાય છે અને પોતાનાં તે આચારણોને શ્રેષ્ઠ માનતા થઈ જાય છે. १० । कायसा वयसा मत्ते, वित्ते गिद्धे य इत्थिसु ।
दुहओ मल सचिणइ, सिसुणागुव्व मट्टियं ॥१०॥ શબ્દાર્થ :- વાયલી = કાયાથી, વય = વચનથી અને મનથી, મત્તે – મોહાંધ બની ગયેલા, વિ7 = ધન, ય = અને સ્થિ| = સ્ત્રીઓમાં, fધે = આસક્ત, વૃદ્ધ, કુદકોરાગ અને દ્વેષ બંનેથી, મi = કર્મ મળનો, સંવિધ = સંગ્રહ કરે છે, સિનુગાનુષ્ય = જેમ અળસિયું, મક્રિ = માટીને, (ખાય છે અને તેને શરીર ઉપર પણ લગાવે છે.)
ભાવાર્થ :- કાયાથી અને વચનથી ઉન્મત થયેલા તે અજ્ઞાની પ્રાણી, ધન તથા સ્ત્રીઓમાં આસક્ત રહે છે તઓ રાગ અને દ્વેષ બંનેથી અષ્ટવિધ કર્મમળનો સંગ્રહ કરે છે. જેમ અળસિયું મુખ અને શરીર બંનેથી માટીને ગ્રહણ કરે છે અર્થાત્ તે પોતાના મુખથી માટી ખાઈને અને શરીર પર માટી લગાડીને બન્ને રીતે માટીનો સંગ્રહ કરે છે. ११ तओ पुट्ठो आयंकेणं, गिलाणो परितप्पइ
पभीओ परलोगस्स, कम्माणुप्पेही अप्पणो ॥११॥ શબ્દાર્થ :- તો ત્યાર પછી, આર્યનું મારણાંતિક શૂળાદિ રોગથી, પુદ્દો- પીડિત થયેલો, ઉનાળો = મનમાં ગ્લાન કે દુઃખી થતો, પરત્નોનસ = પરલોકના દુઃખોથી, પળો = ભય પામતો, અણખો- પોતાનાં, મમ્મીપુખેથી- દુષ્ટ કર્મોને યાદ કરીને, પરિત પશ્ચાત્તાપ કરે છે.
ભાવાર્થ :- ત્યાર પછી અજ્ઞાની જીવ પ્રાણઘાતક રોગથી ઘેરાઈને ખિન્ન થાય છે, દુઃખી થાય છે. દુઃખથી ગ્લાનિ પામેલો તે પોતાનાં કરેલાં અશુભ કર્મોનું સ્મરણ કરતાં પશ્ચાત્તાપ કરે છે અને પરલોકના