Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્યયન–૩: ચતુરંગીય
પુળા વાસણ વદૂદ-૮૪ લાખ વર્ષને ૮૪ લાખ વર્ષથી ગુણવાથી જે સંખ્યા પ્રાપ્ત થાય તેને પૂર્વ કહે છે, ૭૦,૫૬,00,00,00,00,00 અર્થાત્ સિતેર લાખ, છપ્પન હજાર કરોડ વર્ષનો એક પૂર્વ થાય છે. આવાં ઘણાં પૂર્વો સુધી, અસંખ્યાત સેંકડો વર્ષો સુધી દેવો દેવલોકમાં નિવાસ કરે છે અને દિવ્ય સુખોને ભોગવે છે. રસ – દશાંગી સુખ– ચાર અંગની પ્રાપ્તિ થયા પછી જે જીવ ધર્મારાધના કરીને દેવલોકમાં જાય છે, અને દેવભવનું આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્યજન્મમાં દશાંગીસુખને પ્રાપ્ત કરે છે. સુખના અંગભૂત દશબોલ આ પ્રમાણે છે– (૧) ચાર કામ સ્કંધ :- ક્ષેત્ર- વાસ્તુ, હિરણ્ય, પશુ સમૂહ અને દાસપુરુષ. આ ચાર કામસ્કંધહોય, તેવા સંપન્નકુળમાં જન્મ થાય, અહીં કિીત—ખરીદીને લાવેલા હોય તેમજ માલિકોની સંપતિરૂપ ગણાય, તેને દાસ કહે છે. સેવા– સંરક્ષણના દરેક કાર્ય કરનાર મનુષ્યવર્ગને પૌરુષ કહે છે. (૨) મિત્રવાન, (૩) જ્ઞાતિમાન (૪) ઉચ્ચગોત્રીય (૫) વર્ણવાન (૬) નીરોગી (૭) મહાપ્રાજ્ઞ (૮) વિનીત કે ગુણસંપન્ન (૯) યશસ્વી અને (૧૦) શક્તિમાન. હિસાણા:- ભારતીય દર્શનોમાં કેટલાક દર્શન માને છે કે મુક્ત જીવ પણ મોહવશ કે પરોપકારાર્થે સંસારમાં પુનરાગમન કરે છે. આ માન્યતાનું નિરાકરણ કરવાની દષ્ટિએ અત્રસિદ્ધની સાથે શાશ્વત શબ્દનો પ્રયોગ કર્યો છે. જૈનદર્શનના મતે સિદ્ધ થયા પછી સંસારના કારણભૂત કર્મબીજના અભાવે તે પુનઃ કોઈ પણ અવસ્થાનો સ્વીકાર કરતા નથી, સદા શાશ્વતરૂપે તે જ અવસ્થામાં રહે છે. ઉપસંહાર:- જૈનદર્શનમાં આત્મવિકાસનાં પુણ્ય અને નિર્જરા એવા બે અંગો છે. પુણ્યથી સાધનો પ્રાપ્ત થાય છે અને તે સાધનો દ્વારા પતિત ન થતાં આત્મવિકાસના માર્ગે સાધના થાય, તેનાથી કર્મક્ષય થાય, તેને નિર્જરા કહેવાય છે. સાધકનું અંતિમ લક્ષ્ય મોક્ષ હોય છે, તે નિર્જરાથી જ પ્રાપ્ત થાય છે. મનુષ્યભવને શાસ્ત્રકારોએ ઉત્તમ માન્યો છે. કારણ કે વિકાસનાં બધાં સાધનો મનુષ્યજન્મમાં જ પ્રાપ્ત થાય છે. આત્માર્થી જીવની દષ્ટિ તો સાધનોનો ઉપયોગ કરતાં કરતાં પણ મોક્ષ તરફ જ હોય છે. અંતે બધા પુનિત સાધનોનો ત્યાગ કરવો અને નિર્જરાનો સ્વીકાર કરી મોક્ષ મેળવવો, એ જ મનુષ્યભવ પ્રાપ્તિનું શ્રેષ્ઠતમ કર્તવ્ય છે, શ્રેષ્ઠ ફળ છે.
I અધ્યયન-૩ સંપૂર્ણ II